RSS

Daily Archives: October 13, 2011

કૌન બનેગા ગુજરાતી ? ખેલો ઓનલાઈન ક્વીઝ, જીતો રિઅલ પ્રાઈઝીઝ !


પરમમિત્ર પ્રણવ અધ્યારૂ એટલે ખરા અર્થમાં ૨૧મી સદીના ઋષિપુરુષ. સંસારત્યાગી સહેજે નહિ, પણ સંસારને સાચા અર્થમાં મસ્તીથી ભોગવનારા…કુટુંબવત્સલ, મૂલ્યનિષ્ઠ, જિજ્ઞાસુ, સ્વયંતપસ્વી , સંશોધક, વિચારવંત, સંનિષ્ઠ અને સૌમ્ય.

‘ગુજરાત સમાચાર’ના આ મારા શાખપડોશી કોલમનીસ્ટ; ટીવી-સિનેમાની ગ્લેમરસ દુનિયાના ચળકતા શિખરો જેટલો જ રસ સાહિત્ય, કળાના ઊંડા સમદરપેટાળમાં લેનારા આ સ્થિતપ્રજ્ઞ પાછા  ભારતીય પ્રાચીન શાસ્ત્રોથી અર્વાચીન વિજ્ઞાન સુધીના સીમાડા ઓળંગી જનાર અને જ્ઞાનને અભિમાન વિના  પચાવી જનાર અભ્યાસુ. એમની એક -એક કટ પર એમની દાઢીના વાળ જેટલું પ્લેટીનમ ઓવારી જવાનું મન થાય એવા સહજ રમુજી. શબ્દો તો એમના ખોળે ધીંગામસ્તી કરે! એમના દૈદિપ્યમાન લલાટ નીચેના ફળદ્રુપ ભેજાંમાં અવનવા આઈડિયાઝ આવ્યા જ કરે. ગણ્યા ગણાય, નહિ, વીણ્યા વીણાય નહિ તેટલા !

અને એ અને એમની ટીમ , ગુજરાત સરકાર સંગાથે ગુજરાતને વધુ સ્વર્ણિમ કરતી ગુજરાત ક્વીઝ પછી સૌપ્રથમ વાર એક અનોખી ઇનામી ક્વીઝ લઇ આવી પહોંચી છે. એ ય ચાર ભાષામાં, એકથી વધુ વાર ઘેર બેઠા ભાગ લેવાય એવી! જે મફત એન્ટ્રીમાં ઢગલો ઇનામો જીતવાની તક છોડે એ તે કેવા ગુજરાતી? 😉 તો, કમ ઓન, આ વાંચો અને વંચાવો, શેર કરો….કરો કંકુના ..ઓલ ધ બેસ્ટ !

Gujarat Calling…If you are proud to be a Gujarati, proud of its heritage and culture and committed towards its recognition across the world, here is an opportunity for you to grab. The worldwide GUJARAT QUIZ takes you on a tour of the glories of Gujarat. This competition offers attractive prizes and a certificate. It is open for all from 5th September 2011 to 20th October 2011!

to know more about it in any of this four languages –  English / Gujarati / Hindi / Sanskrit….just click the link below 🙂

http://www.gqworld.in/


સમગ્ર વિશ્વના ગુજરાતી
ઓને પોતાની માતૃભૂમિ ગુજરાત પ્રત્યેની નિષ્ઠા, નિસબત અને ગૌરવનો અનોખો માપદંડ જાણવાની અનોખી તક આપતી અને સૌ ગુજરાતીઓને ગુજરાતની વિશેષતાઓ અને વારસાની જાણકારી આપતી વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે. બહુમૂલ્ય ઇનામો અને સર્ટીફિકેટ સહિતના વિવિધ પ્રોત્સાહનો ધરાવતી આ સ્પર્ધા તારીખ પાંચ સપ્ટેમ્બર ૨૦૧૧ થી વીસ ઓકટોબર ૨૦૧૧ સુધી સૌ ગુજરાતીઓ માટે ખુલ્લી રહેશે. આ સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.

ગુજરાત ક્વિઝ વિશ્વકક્ષાની ઓન-લાઇન સ્પર્ધાની સમયાવધિ અને નિયમો

 • જી-ક્યુ વિશ્વ મોડ્યુલની વિન્ડો પાંચ સપ્ટેમ્બર, ૨૦૧૧ થી વીસ ઓક્ટોબર, ૨૦૧૧ દરમિયાન ઓપન રહેશે.
 • રજિસ્ટ્રેશન કરાવનારા દરેક સ્પર્ધકે પોતાનો યુનિક આઈડી તથા પાસવર્ડ પસંદ કરી યાદ રાખવાનો રહેશે.
 • દરેક સ્પર્ધકને મળેલા કુલ પ્રશ્નો, સાચા-ખોટા પ્રશ્નોની સંખ્યા, જવાબ આપવા માટે લીધેલો સમય – જેવા માપદંડોના આધારે સ્પર્ધકને ગુણ આપવામાં આવશે.
 • રજિસ્ટ્રેશન કરાવનારા દરેક સ્પર્ધકને પાંચ સપ્ટેમ્બર, ૨૦૧૧ થી વીસ ઓક્ટોબર, ૨૦૧૧ દરમિયાન વધુમાં વધુ બે વખત સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
 • દરેક સ્પર્ધકે આ બે પ્રયત્નો દરમિયાન મેળવેલા મહત્તમ ગુણ વિજેતાની પસંદગી માટે ગણતરીમાં લેવામાં આવશે.
 • દરેક સ્પર્ધકને ઓન-લાઇન રમાનારી આ સ્પર્ધા દરમિયાન તદ્દન એક સમાન ન હોય તેવો ક્રમ કે પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્ર મળશે.
 • દરેક સ્પર્ધકને ઓન-લાઇન રમાનારી આ સ્પર્ધા દરમિયાન ભાષા પસંદગી માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાંથી કોઈ એક ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે.
 • ઓન-લાઇન રમાનારી આ સ્પર્ધા દરમિયાન દરેક સ્પર્ધકનો વિગતવાર ડેટા જેમ કે, – બંને પ્રયત્નોની તારીખ અને સમય, બંને પ્રયત્નો દરમિયાન સ્પર્ધકને મળેલા પ્રશ્નો, આ પ્રશ્નોના સ્પર્ધકે આપેલા જવાબ, આ પ્રશ્નોના સાચા જવાબ, સ્પર્ધકે જવાબ આપવા લીધેલો સમય, સ્પર્ધકને મળેલા કુલ ગુણ જેવી બાબતોના આધારે સ્પર્ધકનો ક્રમાંક ઉપલબ્ધ રહેશે.
 • દરેક સ્પર્ધકને ઓન-લાઇન રમાનારી આ સ્પર્ધામાં ભાગ લીધાનું ઈ-સર્ટીફિકેટ તેના મેઈલ-બોક્ષમાં મળશે.
 • આ સ્પર્ધાની કોઈ પણ બાબત અંગે નિયામક શ્રી, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે.
 • દરેક સ્પર્ધકે મેળવેલા ગુણની સરખામણી કરીને સમગ્ર ગુજરાતના પ્રથમ પાંચ, ગુજરાત સિવાય સમગ્ર ભારતના પ્રથમ પાંચ અને ભારત સિવાય સમગ્ર વિશ્વના પ્રથમ દસ – એમ કુલ મળીને ૨૦ વિજેતા જાહેર કરવામાં આવશે.
 • ગુજરાત ક્વિઝની વિશ્વકક્ષાની ઓન લાઇન સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા સ્પર્ધકે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજુ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો સ્પર્ધકનું ઇનામ રદ થવાને પાત્ર રહેશે. આવા કિસ્સામાં વિજેતા સ્પર્ધકો પછી તરતના ક્રમે રહેલા સ્પર્ધકને જે-તે ઇનામ ફાળવવામાં આવશે.
 • ગુજરાત ક્વિઝની વિશ્વકક્ષાની ઓન લાઇન સ્પર્ધા માટે વધુમાં વધુ ૨૦ મિનિટનો સમય મળશે.
 • સ્પર્ધકે ૨૦ મિનિટમાં તેની સ્ક્રીન પર આવતા ૫૦ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
 • સ્પર્ધકને મળેલા ભાષા પસંદગીના વિકલ્પોમાંથી કોઈ એક ભાષા પસંદ કર્યા બાદ ‘આરંભ’નું બટન ક્લિક કરતાની સાથે ટાઇમર શરૂ થશે.
 • ટાઇમર શરૂ થયા પછી ૨૦ મિનિટ ગણવામાં આવશે.
 • સ્પર્ધક પોતાની સ્ક્રીનની ડાબી બાજુ સતત ચાલતું ટાઇમર જોઈ શકશે.
 • આ સ્પર્ધાના વિજેતાની પસંદગી માટે સ્પર્ધકે આપેલા જવાબોની ખરાઈ ઉપરાંત સ્પર્ધકે જવાબો આપવા માટે લીધેલા કુલ સમયની પણ ગણના કરવામાં આવશે.
 • દરેક સાચા જવાબ દીઠ ૧૦ ગુણ મળશે. દરેક ખોટા જવાબ દીઠ 0૫ ગુણ માઇનસ થશે.
 • સ્પર્ધકે કોઈ વિકલ્પ પસંદ નહીં કર્યો હોય તો પણ 0૫ ગુણ માઇનસ થશે.
 • સાચા જવાબો અને ખોટા જવાબોના આધારે એક સરખા ગુણ ધરાવતા સ્પર્ધકોમાંથી ઓછા સમયમાં સ્પર્ધા પૂરી કરનાર સ્પર્ધક મેરિટમાં આગળ રહેશે.
 • સ્પર્ધાના પરિણામ માટે ઓન-લાઇન સ્પર્ધા દરમિયાન સ્પર્ધકે ક્લિક કરેલા જવાબોના આધારે સર્વરને મળેલા ડેટાના કમ્પ્યૂટર એનાલિસિસ દ્વારા મળેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.
 • દરેક સ્પર્ધક માટે આ પરિણામ આખરી અને બંધનકર્તા રહેશે.

$$$$$ ઇનામો $$$$ :

કુલ ૨૦ મુખ્ય ઇનામો રહેશે.

સમગ્ર ગુજરાતના પ્રથમ પાંચ

ગુજરાત સિવાય સમગ્ર ભારતના પ્રથમ પાંચ

ભારત સિવાયના સમગ્ર વિશ્વના પ્રથમ દસ

*દરેક વિજેતાને એક સમાન ઇનામ મળશે

ઢેન ટે નેન……..મુખ્ય ઇનામ અંતર્ગત દરેક વિજેતાને ‘મનપસંદ ગુજરાત દર્શન – પાંચ દિવસ-ચાર રાત્રીનું ચાર વ્યક્તિઓ માટે  નું પેકેજ મળશે.

વિજેતાની પસંદગીનાં ગુજરાતનાં વિવિધ સ્થળોને આવરી લેતાં આ પેકેજમાં વાતાનુકુલિત કાર દ્વારા આરામદાયક સફર, જે-તે સ્થળની શ્રેષ્ઠ હોટલમાં રહેવાની – જમવાની અને સ્થાનિક ગાઇડની સેવાનો સમાવેશ થાય છે. આ ઇનામ જીતનાર વિજેતાને સ્પર્ધાનું પરિણામ જાહેર થયાની તારીખથી એક વર્ષની અંદર તે ઈચ્છે ત્યારે આ ઇનામ મુજબ મનપસંદ ગુજરાત દર્શનની સગવડ મળશે. વિજેતાએ એક સાથે સળંગ પાંચ દિવસ અને ચાર રાત્રીનું પેકેજ પસંદ કરવાનું રહેશે. તેમાં બ્રેક પાડી શકાશે નહીં. આ પેકેજનો લાભ લેવા માટે વિજેતાએ સ્વખર્ચે ગુજરાતના કોઈ એક એરપોર્ટ કે રેલવે સ્ટેશને પહોંચવાનું રહેશે. આયોજનમાં અનુકૂળતા રહે તે માટે વિજેતાએ પ્રવાસ શરૂ કરવાના પંદર દિવસ અગાઉ જાણ કરવી અનિવાર્ય છે.


* કુલ ૧૦૦ પ્રોત્સાહક ઇનામો

ભારત સિવાયના દેશોમાંથી ભાગ લેનારા અને પ્રથમ ૧૦૦માં આવનારા સ્પર્ધકોને માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના પુસ્તકો તેમના હસ્તાક્ષર સાથે મળશે.


###વિવિધ ભાષાઓમાં વધુ વિગતો માટે…જસ્ટ ક્લિક ઓફિશ્યલ ઓનલાઈન લિંક :

http://www.gqworld.in/

 
19 Comments

Posted by on October 13, 2011 in contests, gujarat, heritage, india, travel, youth

 
 
%d bloggers like this: