RSS

હેપી બર્થ ડે ટુ મી એન્ડ (નોટ માયસેલ્ફ) માય ફેમીલી.

06 Oct

થેન્ક્સ. થેન્ક્સ. થેન્ક્સ.

વિશિઝના વરસાદ માટે વ્હાલા વાચક / વાચિકાઓ…

કુટુંબમાં તો હું ને પપ્પા બે જ. અને દોસ્તો-સંબંધીઓ તો પોતપોતાના કુટુંબમાં હવે ગુંથાયેલા હોય. માટે વર્ષોથી મારાં માટે રીડરબિરાદર એ જ પ્યારો (અને પહોળો!) પરિવાર. હું તો માનું જ છું કે જયની કોઈ હસ્તી નથી. 

જાવેદ અખ્તરના એક શે’રને સહેજ ફેરફાર સાથે કહું તો:

“આપકા કરમ હૈ, આપકી મહોબ્બત;

ક્યા મેરે લબ્ઝ, ક્યા મેરી હસ્તી!” 

પણ જય વસાવડામાં અગણિત રીડરબિરાદરોનો પ્રેમ ભળેલો છે, માટે એની કશીક, ક્યાંક નોંધ લેવાતી રહે છે. મને હમેશા એ ઋણનું ભારણ રહ્યું છે, એટલે વારંવાર હું એ વાત ઘૂંટતો રહું છું. એકલો માણસ એકલે હાથે બધાના પ્રેમના રોજેરોજ ઠાલવતા ધોધનો પ્રતિસાદ કઈ રીતે વાળી શકે? જેમણે આ બાબત અનુભવી જ નથી, એમને નહિ સમજાય.

કહેવાય છે કે, સૌરાષ્ટ્રના રજવાડાના સાલીયાણાની રકમ નક્કી કરવા માટે બેઠકો ચાલતી હતી, ત્યારે એક મહારાજાએ અમુક રકમની માંગણી મૂકી. સરકારી પ્રતિનિધિને નવાઈ લાગી. “આટલો અધધધ  ખર્ચ? એ કેવી રીતે બને?’ મહારાજાએ હળવેકથી એમની પાસે આવીને કહ્યું. ‘તમે કદી રોયલ જીંદગી જીવ્યા છો? રજવાડું જોયું છે?’ પ્રતિનિધિ અધિકારીએ ના પાડી. મહારાજા ચર્ચા વિના ઉભા થઇ ગયા. ‘તો જવા દો, તમને એ ક્યારેય નહિ સમજાય!’ 😛

આવું જ આ છે. વરસોથી ભીંજવી દેતો લોકોનો પ્રેમ કેવો મીઠડો હોય છે, એ સેન્ટર સ્ટેજને બદલે  સાઈડની  બેરીકેડની પાછળ ઊભીને બીડી ફૂંકનારા પસાયતાઓને સમજાતો નથી. એ તો હૃદયસિંહાસને બેઠેલાને જ ચાખવા મળે છે. વાચકોને હું યાર-દિલદાર ગણું છું એટલે તો એમની સાથે વાતો કરવા નેટ આવું છું. બાકી મારે મારાં છપાતા લેખોનો વાચકો ઉઘરાવવા ઓનલાઈન ઢંઢેરો પીટવો નથી પડતો. પણ જે રીતે સતત નવા નવા વાચકો ઈશ્ક ફરમાવે છે – એ કર્ઝ કેમ ઉતારવું? એટલે ભલે પાંચ-પંદર હૈયાફૂટ્યા પેટબળ્યાઓ ઈમોશનલ ફિલ્મી સીનમાં ખીખીયાટા કરતા ‘લોઅર’ના પ્રેક્ષકો જેવી થર્ડ રેટ હરકતો કરે…હું તો જાણે જુના દોસ્તની જેમ જ દરેક વાચક સાથે મજાક કરવાનો, દલીલ કરવાનો કે બથોડા લેવાનો પ્રયત્ન કરું છું.

પણ હમેશા યાદ રાખું છું કે આ નાનુંમોટું જે કંઈ છે, એ મારું નથી. કેટલાય વાચકોના લાડ-દુલાર એમાં ભળેલા છે. એટલે તો એ ગલતીને પણ માફ કરે છે, રિશ્તા ચાહત કા હૈ. મારી જીંદગી કોઈ ચોકઠાની વ્યખ્યાઓથી હું જીવ્યો નથી, ને મારું લખાણ એ એનું જ પ્રતિબિંબ છે. માટે વખતોવખત સુખ-દુખની વાતો, મારાં અવનવા અનુભવો હું રીડરબિરાદરો સાથે વહેંચતો રહું છું. એમાંથી કંઈ શીખવા મળે ને નહિ તો બે ઘડીની ગમ્મત મળે. વર્ષોથી આ સીલસીલો આમ ચાલ્યો છે. જે લેખ પછી સૌથી વધુ વાચકો મને મળ્યા, જે લેખ મારી કારકિર્દીનું ‘શોલે’ ગણી શકાય એવો હતો…જે હજુ ય કેટલાય વાચકોને યાદ છે – એ લેખ ખરેખર તો મારી મમ્મી માટેની મારી અંગત આત્મકથાત્મક કેફિયત જ હતી! પછી, દર્ મધર્સ ડેએ મારી જ માની વાત નથી કરી, અને ક્યારેક કરી પણ છે. મૂડ મુજબ ક્યારેક મારી વાત લખું તો ક્યારેક કશુંક જુદું જ. મારીતો આંખ હોય છે, મૂળ દ્રશ્ય માનવાની પ્રક્રિયા સહિયારી હોય છે 😛

એ માટે વાચકોથી યે વધુ આભાર હું ‘ગુજરાત સમાચાર’ અને એના સંચાલક ‘શાહ પરિવાર’નો માનું. અમદાવાદમાં મેં જાહેરમાં કહેલું કે ‘ગુજરાત સમાચાર’ મને મારી માના ખોળા જેવું લાગે છે. એમાં મને ખેલવા – કુદવા મળ્યું. એણે મને લેખક બનાવ્યો. એમાં મેં ધીંગામસ્તી કરી, એમાં માથું નાખીને રોયો, ને એણે જ મારી પ્રેમથી પીઠ થપથપાવી. જેમ વાચકો સાથે મારો સંબધ પર્સનલ છે, એમ અખબાર સાથે પણ પ્રોફેશનલ નથી. એ ય મારાં અસ્તિત્વનું અંગ છે. ટચવૂડ. એના પાનાઓ પર હું રમ્યો છું, વિકસ્યો છું. ફર્યો છું. એમાંથી મને દિલોજાન કહી શકાય એવા સેંકડો સંબંધો પ્રાપ્ત થયા છે, જેણે મારી જિંદગીમાં કદી ના ભૂંસાય એવા રંગો પૂર્યા હોય!

તહેવારો આમ પણ મને અંદરથી બહુ ગમે. ભારત ગાંધીજીના આદર્શો કે ગામ્યજીવનપ્રેમી સામાજિક સંસ્થાઓના ફરફરિયાઓમાં નહિ, એના તહેવારોમાં ખુલીને પ્રગટ થતું હોય છે. વર્ષોથી એ જ રીતે હું દશેરા / ૬ ઓક્ટોબરનો મારો જન્મદિન જો બુધ/રવિવાર આસપાસ  આવે, તો ચિત્રકારની જેમ મારી અવનવી ઈમ્પ્રેશન્સ અલગ –અલગ એન્ગલેથી શેર કરું છું. ક્યારેક એવું ના યે થાય. દશેરા પર ‘૯૦ના દાયકામાં લખેલો એક લેખ તો ૨૦૦૧માં પ્રકાશિત પુસ્તકમાં ય છે. પછી પણ જન્મદિને તો કોઈ પડદો રાખ્યા વિના આપણા રીડરપરિવાર સાથે પેટછૂટી વાતો થાય એવા લેખો લખતો રહ્યો છું.

આ વખતે વાત ૧૫ વર્ષના નોનસ્ટોપ કટારલેખનની હતી , એટલે લેખનને લાગતા વાચકોના સવાલોમાંથી કેટલાકના જવાબ આપ્યા – કારણ કે બધા જ વાચકો નેટ પર નથી, અને એક ની એક જૂની વાત ઘણી વાર નવા-નવા વાચકો પૂછે ત્યારે પુનરાવર્તનનો કંટાળો આવે. એમાં ફિલિંગ્સ ફોરફ્રન્ટમાં હોય છે, હું તો મારું શિશુસહજ વિસ્મય વ્યક્ત કરતો બેકડ્રોપમાં એ જ વાત નિહાળતો રહું છું! લેખકનો કોઈ સીનસપાટા કરી રોફ મારવાનો કોઈ ઈરાદો હોતો નથી, એટલે તો હું મને જ રમુજમાં ‘લેખકડો’ કહું છું!  lolzzz.

છતાં ય, કેટલાક એવી તો જડ વ્યાખ્યાઓ સાથે લુખ્ખું જીવ્યા(?) હોય છે, કે કોઈ ખરેખર દિલથી આવું પણ જીવતું હોય એ સ્વીકારી જ નથી શકતા અને એમને બધી બનાવટ જ લાગે છે! ધૂળ એમના ચશ્માંના કાચ પર હોય ને ગંદા બીજાઓને ગણ્યા કરે! એમના જાતે જ અદાલત બેસાડીને સંકુચિત ચુકાદાઓ આપ્યા કરવાના ભાંભરડા નાખવાથી એમણે ખુશી જ મળતી હોય; તો ખુલાસા નહિ, એમને ય આ જન્મદિને ખુશી જ મુબારક. કોઈને દુખી કરવા કરતા રાજી કરવા સારા. જો આપણા બહાને એમની નિષ્ફળ-નકામી જિંદગીમાં બે ઘડી પ્રવૃત્તિ રહેતી હોય તો, થોડોક ધુમાડો આંખો ચોળીને આપણે ખામી ખાવો. ઈર્ષાળુને આશીર્વાદ. બિચારા આમ પણ કેટલા શેકાતા હોય છે. રાખ માટે લાખના બાર હાજર થોડા કરાય? 😀

પણ એ તો થઇ ગાડી ચુકી ગયા પછી પાવો વગાડી પુરપાટ દોડતા એન્જીનને હતાશામાં ગાળો ભાંડનારા જનમઘરડાંઓની વાત. હું કેમ વારંવાર વાચકોને વધાવતો રહું છું? એ તો ઓલરેડી રીઝેલા જ છે. અને થાબડભાણાં કરીને પંપાળ્યા કરવા હોત તો તો તેજ ધાર ભાષામાં કોઈ વાચકની સાથે લમણા જ ના લેતો હોત. એક ફેન પેજ બનાવી સેલીબ્રીટીની જેમ ગોખલામાં ગોઠવાઈ ગયો હોત. ફોન પર કે સાઈબરસ્પેસમાં  જરૂર પડે ત્યાં તરત જ રોકડો કડક જવાબ આપવા ને બદલે ફિલ્મી સ્માઈલ આપી દેતો હોત. એમાં તો હું સખ્તાઈભરેલી શિક્ષકની જ ભૂમિકામાં આજીવન છું. 😛

તો પછી? ફરીવાર, હું સતત એવું માનું છું કે આટલા સાહજીક પ્રેમનું વળતર બીજું હું શું ઘેર ઘેર ફરીને આપી શકું? ઈચ્છા હોવા છતાં બધાની બર્થ ડે વિશ વાંચ્યા પછી જવાબ પણ આપી શકતો નથી! એટલે વાર –તહેવારે એ અપરાધબોધનું સાટું વળી દઉં. અને બીજું એ પણ, કે આવું કરવાથી મને સતત યાદ રહે છે કે આ જે કંઈ છે, એમાં આ રીડરબિરાદરો પણ પાર્ટનર છે. એટલે મારું મૂળિયાં સાથેનું અનુસંધાન જોડાયેલું રહે છે. એમની દુઆઓનો સિંહફાળો છે આ નાચીઝ્ની નાની-મોટી સફળતામાં…એ યાદ કરું, એટલે છકી નથી જવાતું. થેંક ગોડ. eyes ખુલ્લી રહે તો I કેપિટલ ના થાય 🙂

lolzzzz પ્યાર કે લિયે જૈસે મિસ હોતી હૈ…..પેટ કે લિયે જૈસે ડીશ હોતી હૈ…..હોંઠ કે લિયે જૈસે કિસ હોતી હૈ…….વૈસે હર એક વિશ જરૂરી હોતી હૈ….;) 😛 ……..thnxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx friends for shower of wishes..though its impossible to attend everyone..i value each one….m so haPpy 🙂 \:D/

માટે, આજે એવો જ એક જુનો સાત વર્ષ અગાઉનો ૨૦૦૪નો લેખ. એમાં ય મારી કેટલીક અંગત ક્ષણોનું કોલાજ છે , જે હું આજે ય મિસ કરું છું. અને એક વિસ્મયમાંથી મને મળેલી માહિતીની મિજબાની છે. એ વખતે લેખ સાથે છપાયેલું ચિત્ર જ શોધી ને મુક્યું છે. પહેલા જુઓ એ પરીલોક , નેક્સ્ટ ખાસ નિહાળો આ સુપરસ્પેશ્યલ વિડીયો અને પછી ચાલો ડાઉન મેમરી લેનમાં…હેપી બર્થ ડે ટુ યુ…. એક અમર ગીતની પ્રીત !જન્મદિન એક એવો દિવસ છે કે આવે ત્યારે બીજાઓ રાજી થાય છે, પણ આપણો રાજીપો બાળક હોઈએ ત્યાં સુધી જ ટકે છે. બાળક તરીકે હજુ આખો આઈસ્ક્રીમ બાકી છે, એવી લાગણી રહે છે. મોટા થતા જઈએ એમ આઈસ્ક્રીમ ઓગળતો ચાલે છે. ત્રીસી ક્રોસ કર્યા પછી હવે આઈસ્ક્રીમ કેટલો ઓછો રહ્યો છે, એની ચિંતા સતાવવા લાગે છે ! 😉 આમ પણ, બર્થ ડેઝ શરૂઆતમાં આવતા હોય ત્યારે જીંદગીના મેઘધનુષ પર ગલોટિયાં ખાવાનો રોમાંચ રહે છે. સપનાઓના પતંગિયા પાછળ દોડવાનું જોમ ઉભરાય છે.

ધીરે ધીરે રોશની વિખરાય છે. રાતના અંધકારમાં ટમટમતાં સિતારાઓ ખરતા જાય છે. ધ પાર્ટી ઇઝ ઓવર. ઘણાને જન્મદિનની ઢળતી સંઘ્યાએ જેમ જુવાન હોઈએ, તેમ ‘વઘુ એક વર્ષનું જીવન ઓછું થયું’ વાળો વિષાદ સતાવે છે. પેલો સેલિબ્રેશનનો ઉત્સાહ તો શું, સમય પણ રહેતો નથી. બચપણના દોસ્તો દૂર દૂર ખોવાઈ ગયા હોય છે. આપણો ય સમય વહેચાઈ ગયેલો હોય છે. હવે બીજાઓના જન્મદિન પરાણે યાદ રાખવાની ફોર્માલિટી નિભાવવી પડે છે. સામા માણસને જરા સારું લાગે ને ! ભલે ને, બર્થ ડે રિમાઈન્ડર માટે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં તારીખો સેટ કરવી પડે ! (આજે ફેસબુકમાં અપડેટ જોવી પડે!)

બર્થ ડે કાર્ડસ મોકલવાનો હરખ હોવા છતાં બર્થ ડેઝ ભૂલી જવા એ પુરૂષોની નબળાઈ હોય છે અને આ નબળાઈ પકડી પાડવાની સ્ત્રીઓમાં ‘સબળાઈ’ હોય છે ! માટે એમ ઝટ દઈને જન્મદિનો ભૂલી શકાતા નથી. પણ જન્મદિન કતાર લગાવીને ક્વીકમાર્ચ કરતા ૩૬૫ દિવસના બેન્ડવેગનમાં ખોવાતો જાય છે !

સિક્સ્થ ઓક્ટોબર. આમ તો અમિતાભ બચ્ચનથી ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીથી રેખા સુધીની હસ્તીઓ ઓક્ટોબર બોર્ન છે, પણ એ દાસ્તાન લાંબી છે. વિનોદ ખન્ના છઠ્ઠી ઓક્ટોબરે જન્મ્યો છે. આ એટલે યાદ છે કે બંદા પણ આ જ દિવસે પૃથ્વી નામના પ્લેનેટની પેકેજ ટૂર પર પધાર્યા છે ! અલબત્ત, આગમનના દિવસે તિથિ વિજયાદશમી હતી. દશેરાનો દબદબો, મીઠાઈઓ – આતશબાજી અને જાહેર રજા !… એ મૂકો તો ૬ ઓક્ટોબરે મોટે ભાગે પરીક્ષા જ હોય ! માટે જન્મદિનની ‘‘ઝિંદાબાદ’’ ફીલિંગવાળી ઉજવણી તો રાવણવધની સાથે જ !

પણ ૬ઠ્ઠી ઓક્ટોબરે સમથિંગ સ્પેશ્યલ હતું. દૂધ ગોળ ચણાના લોટથી સ્નાન. મમ્મીની આંગળીએથી કપાળમાં ધૂંટાતું ઘીવાળું કંકુ. એક દીવો, એક અગરબત્તી, એક ભગવાનનો ગોખલો. એક થાળીમાં તાજું ગુલાબનું ફૂલ, મીઠાઈનું ચકતું, ગિફ્‌ટસ નહીં, પણ શુકનના સિક્કા. આંખોમાંથી આરપાર ઉતરતા પાર્ટીમાં ભાગીદાર એવા બે મહેમાનો યાને મમ્મી પપ્પાના આશીર્વાદભર્યા સ્નેહાળ આલિંગન. ફેવરિટ મેનુનું ભોજન અને ફિલ્મદર્શન. એકાદા દોસ્તની સાથે વાતો. મજ્જાની વાત !

અને એક ખૂણા તૂટેલી કેસેટને હંમેશા ‘પ્લે’ કરવામાં આવતી. પડદા પર જોની વોકરે ગાયેલું ગીત ‘હેપી બર્થ ડે ટુ યુ’ એમાંથી ગુંજતું. બીમાર હોઈએ કે રાત પડે તો ય આ ગીત તો જન્મદિને સાંભળવાનું જ. બસ, રિચ્યુઅલનો – સીસ્ટમનો હિસ્સો હતું એ !

અને જન્મદિનનું આ અમર ગીત કોને મોઢે નહિ હોય ? એમાં બીજા શબ્દો જ નથી. એ જ ત્રણ કડીઓ. રિધમ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. પણ જગતના વિવિધ દેશોના કરોડો ઇન્સાનોએ પોતાના જન્મદિને આ ગીત અલગ અલગ કંઠમાંથી સાંભળ્યા કર્યું છે ! બાળકથી બૂઢ્ઢા સુધી એનો જાદૂ છે !

કેવી રીતે થયો હશે આ ‘હેપી બર્થ ડે’ સોંગનો બર્થ ? લેટ્‌સ ફાઈન્ડ.

અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં બે બહેનો. મિલ્ડ્રેડ હિલ અને પેટ્ટી સ્મિથ હિલ. ૧૮૬૮માં જન્મેલી પેટ્ટી તો દાયકાઓ શિક્ષણ ક્ષેત્રમાં કાઢીને કોલંબિયામાં બહુ વિખ્યાત બનેલી. લુઈસવિલેની કિન્ડરગાર્ડન સ્કૂલમાં એ પ્રિન્સિપાલ હતી ત્યારે ૧૮૫૯માં જન્મેલી મોટી બહેન મિલ્ડ્રેડ ત્યાં ટીચર હતી. પાછળથી મિલ્ડ્રેડની કારકિર્દીએ મ્યુઝિકલ ટર્ન લીધો અને પિયાનોવાદક તરીકે પ્રસિદ્ધ બનેલી.

મિલ્ડ્રેડને શિક્ષકો ક્લાસમાં જઈને બાળકોનું સ્વાગત કરતું બોરિંગ ‘ગુડ મોર્નિંગ’ બોલે, એ વિચિત્ર લાગતું. એણે એક સીધી સરળ ટ્યુન તૈયાર કરી. બહેન પેટ્ટીએ એમાં શબ્દો ‘ફિટ’ કર્યા અને ગીત બન્યું : ‘ગુડ મોર્નિંગ ટુ યુ….. ગુડ મોર્નિંગ ટુ યુ…. ગુડ મોર્નિંગ, ડિઅર ચિલ્ડ્રન…. ગુડ મોર્નિંગ ટુ ઓલ !’

કેચી ટ્યુન વિખ્યાત બનતી ગઈ. બાળકો માટેના ગીતોની એક સોંગબૂકમાં એને સ્થાન મળ્યું. ધીરે ધીરે ઘણી શાખાઓમાં બાળકો ટીચર માટે એ ઊભા થઈને ગાય, એવો રિવાજ શરૂ થયો. અહીં ‘ચિલ્ડ્રન’ના સ્થાને ‘ટીચર’ આવી ગયું. છેલ્લે ‘ઓલ’ને બદલે ‘યુ’ (એક વચન) બોલાવા લાગ્યું.

દુનિયાની ઘણી મહાન શોધોની માફક આ ગુડ મોર્નિંગ સોંગ હેપી બર્થ ડે સોંગ કેવી રીતે થઈ ગયું, એની કોઈ વિગતો ઇતિહાસના ચોપડે નોંધાઈ નથી. કોણે આ અમર ‘સર્જનકાર્ય’ કર્યું… એ પણ અદ્રશ્ય જ છે, પણ ૧૯૨૪માં સંપાદિત થયેલી એક સોંગબૂકમાં ‘ગુડમોર્નિંગ સોંગ’  સાથે ‘હેપી બર્થ ડે’ વાળી કડીઓ પણ છપાઈ. રેડિયોની ધબધબાટીનો એ યુગ હતો. બ્રોડવે મ્યુઝિકલ ‘ધ બેન્ડ વેગન’માં આ ગીત ૧૯૩૧માં ગુંજ્યું.

૧૯૩૩માં ‘સિંગિંગ ટેલિગ્રામ’ અને પછી ‘થાઉઝન્ડસ ચીઅર’ જેવા નાટકો-ફિલ્મોમાં એ વપરાવા લાગ્યું. એની લોકપ્રિયતા વધતા જ પેલી બંને હિલ સિસ્ટર્સની નાની બહેન જેસિકા હિલનો અમેરિકન આત્મા આળસ મરડીને બેઠો થયો. એણે કોર્ટમાં બહેનો વતી પોતાનો કોપીરાઈટ આપવાની અપીલ કરી. અલબત્ત ગીતની મૂળ કમ્પોઝર મિલ્ડ્રેડ તો ૧૯૧૬માં જ ગુજરી ગઈ હતી.

હિલ વતી કોપીરાઈટ શિકાગો બેઝ્‌ડ મ્યુઝિક કંપનીને મળ્યો. ૨૮-૨૮ વર્ષના બે અંતરાલ પછી ૧૯૯૧માં એ પૂરો થવાનો હતો, પણ ૧૯૭૬માં અમેરિકન કોપીરાઈટ એક્ટમાં સુધારો થયો અને ૭૫ વર્ષની સળંગ મુદત ગણવાનો ઠરાવ મળ્યો. ૧૯૯૮માં વળી ૨૦ વર્ષનું એક્સટેન્શન – મળતા હાલ એ કોપીરાઈટ ધરાવતી વોર્નર મ્યુઝિકની આ ગીત ૨૦૩૦ની સાલ સુધી ‘પ્રોપર્ટી’ છે !

આનો અર્થ એ કે પશ્ચિમમાં ‘હેપી બર્થ ડે’ ગાવા વગાડવા માટે પૈસા દેવા પડે અને મંજૂરી લેવી પડે ? (ભારતમાં કોપીરાઈટ એક્ટનો કેવો ભાજીપાલો થાય છે એ તો અલાયદા લેખનો વિષય છે !) હા. કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવો હોય તો એ ફરજીયાત છે. કોઈ જાહેર કાર્યક્રમમાં, નાટકમાં, ફિલ્મમાં, મ્યુઝિકલ કાર્ડસમાં, સી.ડી. કે કેસેટના આલ્બમમાં એનો પૂર્વ મંજૂરી વિના ઉપયોગ ન થઈ શકે ! પણ પ્રાઈવેટ બર્થ ડે પાર્ટી હોય કે સ્કૂલી બચ્ચાંઓ મોજથી ગાતા હોય એમાં કોઈ રોકી કે ટોકી ન શકે ! બાકી લખાણમાં એ શબ્દોનો ઉપયોગ ન થઈ શકે. કારણકે, કાનૂન મુજબ ‘હેપી’ ‘બર્થ ડે’ અને ‘યુ’ આ શબ્દોનું કોમ્બિનેશન વ્યક્તિગત શોધ નથી પણ પરંપરાગત વારસો છે ! આમે ય આ ‘ગીત’નો રચયિતા ગુમનામ જ છે ને !

પણ સરેરાશ વીસ લાખ ડોલરની રોયલ્ટી ઇન્કમ આજે આ ગીતમાંથી પ્રતિવર્ષ મળે છે. જેનો અડધો અડધ હિસ્સો હિલ સિસ્ટર્સની યાદમાં રચાયેલા હિલ ફાઉન્ડેશનને મળે છે. નિયતિનું અજાયબ નાટક જુઓ. અબજો બાળકો જે ગીત સાથે પ્રીત બાંધીને બેઠા છે – એ ગીતની જનક ગણાયેલી મિલ્ડ્રેડ અને પેટ્ટી એ બેઉ બહેનો તો બાળક વિના- નિઃસંતાન જ ગુજરી ગઈ ! એમણે લગ્ન જ કર્યા નહોતા. આજે હિલ ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ એમનો ભાણેજ સંભાળે છે, જેમાંથી આ આવકનો ઘણો હિસ્સો દાનમાં જાય છે !

ખણખોદિયાઓનો જન્મ ધરતી પર થતો જ રહે છે. કેટલાક સંગીતરસિયાઓએ વળી એવું શોધી કાઢ્‌યું છે કે ઇ.સ. ૧૮૫૮માં ‘હેપી ગ્રીટિંગ્સ ટુ ઓલ’ નામનું એક ગીત રચાયેલું. એ જ ઘૂન પરથી ત્યારે ‘ગુડ નાઈટ ટુ ઓલ’ નામનું બીજું ગીત પણ વિખ્યાત બનેલું. કદાચ હિલ સિસ્ટર્સે એમાંથી ‘પ્રેરણા’ લીધી હોય. જો એ સાચું હોય તો આ બંને ગીતોની ઘુનનો આધાર વળી લોકગીતો પર હતો ! માટે ‘હેપી બર્થ ડે સોંગ’નો જન્મ સંસ્કૃતિનો ભાગ ગણાય…… વ્યક્તિનો નહિ !

અને તો પછી આપણા સંગીતકાર રવિ, ગીતકાર શકીલને કેમ ન બિરદાવવા ? જેમણે ૩ લીટીના બર્થડે સોંગનું આખું એક ગીત કમ્પોઝ કર્યું ! જોની વોકરે ફિલ્મ ‘દૂર કી આવાઝ’ માટે પડદા પર એક બર્થ ડે પાર્ટીમાં ગાયું !

અને એ જ ગીતને કેસેટમાં સાંભળીને એક પછી એક જન્મદિનો પસાર કર્યા ! ધીરે ધીરે એ ગીત પ્લે કરતી આંગળીઓ હંમેશ માટે નિશ્ચેતન થઈ ગઈ. જીંદગીનો આ પહેલો જન્મદિન છે જે ઘરથી દૂર સાત સમંદર પાર ઉજવાઈ રહ્યો છે. (આ લેખ છપાયો ત્યારે હું અમેરિકા હતો , ૨૦૦૪માં) ધીરે ધીરે સમજાયું કે બર્થ ડેની મોજ ‘હેપી બર્થ ડે ટુ યુ’ કહેનારાના સ્નેહમાં હોય છે ! ‘હેપી બર્થ ડે ટુ મી’ છાપરે ચડીને ગાવ તો ય એમાં ટેસડા નથી !

ઝિંગ થિંગ !

ઇન્ફોર્મેશન ઓફ ધ વીક : ઘણી વાર આજે શિખર પર બેઠેલી હસ્તીઓ ભૂતકાળમાં પગથિયા પર લપસી હોય છે. એક પ્રાઈવેટ પાર્ટીમાં ગઝલસમ્રાટ જગજીતસિંહે (પ્રભુ એમણે ઝટ સાજા કરે) શાસ્ત્રીય રાગની બંદિશમાં લહેકાવીને યજમાનને ખુશ કરવા ‘હેપી બર્થ ડે’ સોંગ લલકારેલું ! જે સંગીત સંગ્રાહક – અરવિંદ શાહના કલેક્શનમાં મોજૂદ છે !

આટલું વાંચ્યા પછી મન થઇ જ ગયું હોય તો જેના સથવારે મારાં કેટલાય જન્મદિનો ઉજવાયા એ ફિલ્મ ગીતનું ઓરીજીનલ જરા આગવા અંદાજમાં ….

અને કામણગારી મરાયાહ કેરીના ખરજના અવાજમાં મોહમ્મદ અલી માટે ગવાયેલા એના માદક વર્ઝનનો નશો.

વેલ ફ્રેન્ડઝ, બીલીવ મી. તમે આ લખવૈયાને ‘હેપી બર્થ ડે’ વિશ કરો છો, ત્યારે એ વાંચી લઉં છું બહુ ધ્યાનથી. જવાબ નથી આપી શકતો બધાને. ક્ષમસ્વ. વિજયાદશમીએ જન્મેલો હોઇને ‘યુદ્ધસ્વ’ તો મારાં રક્તમાં ના હોય તો નવાઈ ! 😉 અને જય તરફથી તમને પણ હમેશા વિજય જ મળતો રહે એવી આ ૧૯ વર્ષે આવતા તિથિ –તારીખના કમ્બાઈન્ડ બર્થડેએ શુભેચ્છા. હેપ્પી હગ્સ! ..મને સમજીને સહી શકે છે- એવા દોસ્તો મળ્યા છે, એમને સલામ. અને મારાં સ્વ. મમ્મી અને મારાં આજે ૭૫ વર્ષના પપ્પાને સાષ્ટાંગ પ્રણામ. મારાં માટે તો એ  બંને જ ઈશ્વરનું રૂપ છે. મારી જાઝ માં ગણેશનો નહિ, મમ્મીનો જ ફોટો છે. પપ્પા હજુ ય મારી સાથે છે. અને આપ બધા પણ….બહુ દઈ દીધું નાથ… 🙂

 
65 Comments

Posted by on October 6, 2011 in personal

 

65 responses to “હેપી બર્થ ડે ટુ મી એન્ડ (નોટ માયસેલ્ફ) માય ફેમીલી.

 1. Tamanna shah

  October 6, 2011 at 2:33 PM

  Jaybhai,

  Many whishes to u.. god may gove u long life…

  Like

   
  • Jagdish Buch

   October 6, 2011 at 5:27 PM

   God”s love has no limits,God’s grace has no measure.God’s power has no boundries,May U have God’s endlessblessings TODAY and Forever…. Jagdish Buch and Family Ahmedabad

   Like

    
 2. Chintan Oza

  October 6, 2011 at 2:43 PM

  સર…પરમકૃપાળુ પરમાત્મા તમોને હજુ પણ અવિરતપણે બેશુમાર ખુશીઓ આપતો રહે તેવી પ્રાર્થના..થેન્કસ ફોર એવરીથિંગ સર.

  Like

   
 3. Kunjal D little angel

  October 6, 2011 at 2:48 PM

  Mast Mast Lekh 🙂 HBD

  Like

   
 4. Nipam (@Nipam90)

  October 6, 2011 at 3:02 PM

  Happy Birthday Jaybhai!!!! Wish u many many happy returns of the day!!!

  Like

   
 5. Hetu Joshi

  October 6, 2011 at 3:06 PM

  “છતાં ય, કેટલાક એવી તો જડ વ્યાખ્યાઓ સાથે જીવ્યા હોય છે, કે કોઈ ખરેખર દિલથી આવું પણ જીવતું હોય એ સ્વીકારી જ નથી શકતા અને એમણે બધી બનાવટ જ લાગે છે!” Very true.

  Like

   
 6. mohit

  October 6, 2011 at 3:08 PM

  happy birthday jaybhai….longlive……

  Like

   
 7. sanket

  October 6, 2011 at 3:18 PM

  happy bday jv. We wish you always win the competition with yourself. Lahe raho sirji….

  Like

   
 8. vaibhavi otia

  October 6, 2011 at 3:25 PM

  many many happy returns of the day may god bless with all ur wish and good health….:):):)

  Like

   
 9. vishal jethava

  October 6, 2011 at 3:26 PM

  *Happy birthday*

  Like

   
 10. sanket

  October 6, 2011 at 3:29 PM

  Happy bday JV. we wish you always win the competition with yourself and continue to nurture your craft through which you always pleased and guides us…many many happy returns of the day…

  Like

   
 11. parth malkan

  October 6, 2011 at 3:34 PM

  MANY MANY HAPPY RETURNS JAYBHAI

  Like

   
 12. hirals

  October 6, 2011 at 3:39 PM

  Happy B’day to you JayBhai. Many Many Happy returns of the day. 🙂

  Like

   
 13. Maharshi Shukla

  October 6, 2011 at 3:50 PM

  amne ava ne ava lekho na varsad man bhinjavata raho …….janmadin mubarak…..

  Like

   
 14. neerja

  October 6, 2011 at 4:02 PM

  wish u many happy returns of the day JV.
  may god bless u with many many more years of life with full of creativity so that v get benefitted by your writings the same way

  Like

   
 15. Hardik Vyas

  October 6, 2011 at 4:05 PM

  Happy hugs.. Jaybhai..

  Like

   
 16. ankit

  October 6, 2011 at 4:12 PM

  happy birthday dear jay sir……..

  Like

   
 17. milan bhatt (@simplymilan)

  October 6, 2011 at 4:14 PM

  જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ!! તુમ જીયો હજારો સાલ! બસ યહી હે દુઆ!! 🙂

  Like

   
 18. jahnvi antani

  October 6, 2011 at 4:16 PM

  happy birthday…. jaybhai….. luckily kaho k unluckily….. aje hu pan tamari jem bday ujavu chu maro…. n ha bachpan thi apna sau balako na man ma em j hoy…. k apnane saune badha wish kare……. an koi ne khabr na hoy to,,, apde koi wish kare teni rah joie…… evu j atyare pan jyare internet par koi wish kare tyare khushi e bachpan jetli j made che…… ema y mara jetli age par khas……..1965…. sooo again many returns of the day….

  Like

   
 19. punita

  October 6, 2011 at 4:22 PM

  Wishing u very happy birthday…:)

  Like

   
 20. parikshit s. bhatt

  October 6, 2011 at 4:24 PM

  પ્રિય જયભાઈ; અંતર થી ખુબ ખુબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ…..”રીડર્બિરાદરો” નો અઢળક પ્રેમ તમને આજીવન જ નહી;કાયમ મળ્યા કરે અને સદાયે વધ્યા કરે. અંગત-બિનઅંગત જીવન માં તમે સુખ;સંતોષ;આનંદ અને સ્નેહ થી હર્યાભર્યા રહો;લાભ એ જ શુભ નહિં પણ શુભ એ જ લાભ એ જ તમારી ભાવના હો….અને હા…લસ્ટ બટ નોટ લિસ્ટ…બહુ જલ્દી તમારા જીવન માં પણ વ્યક્તિ-વધારો થાય…:)
  LOLZZZZZZZZZZZZ
  પરીક્ષિત ભટ્ટ….

  Like

   
 21. Urvij Prajapati

  October 6, 2011 at 4:45 PM

  “બચપણના દોસ્તો દૂર દૂર ખોવાઈ ગયા હોય છે.
  ધીરે ધીરે એ ગીત પ્લે કરતી આંગળીઓ હંમેશ માટે નિશ્ચેતન થઈ ગઈ”

  છે તો બે સિમ્પલ વાક્યો, પણ એમાં તમે ઘેરી લાગણી વાણી લીધી છે.

  I m sure you will keep doing the good work for many years to come 🙂
  અને પેહલા કીધું તેમ, બહુ લોકો ના ઘોડા દશેરા ના દિવસે નથી દોડતા, પણ તમે લાંબી રેસ ના ઘોડા છો. દોડતા રહો. 🙂

  Like

   
 22. Preeti

  October 6, 2011 at 4:45 PM

  Many Many HAPPY RETURNS OF THE DAY. 🙂

  Like

   
 23. rajniagravat

  October 6, 2011 at 5:01 PM

  જન્મદિન મુબારક જનાબ ! જાજેરા જલ્સા કરો જીવનભર 🙂

  Like

   
 24. Envy

  October 6, 2011 at 5:55 PM

  જયભાઈ, મને જાણવા વાળાને ખબર છે કે, હું ભાગ્યે જ રડું છુ. આ લેખ મેં ના વાંચ્યો હોય એવું તો બનેજ કેમ !! આજે બીજી વખત વાંચીને છેલ્લે મુકેલા, મારા સર્વકાલીન મહાન બોક્સર મુહમ્મદ અલી ને જોઇને, આંખ રડી ઉઠી…જાણે તેનો આજે જન્મ દિવસ હોય !! માશાલ્લાહ. તેણે, દુનિયા ને શું નથી આપ્યું? તમારી જેમ જ. અને આજે આ હાલત !! અલ્લાહ કયું ઇતના બેદર્દ હૈ?
  *
  એનીવે, જલસો પડી દીધો આજના આ સુભગ તિથી – તારીખ મિલન દિવસે…દિલ થી અભિનંદન અને ભગવાન ને પ્રાર્થના – લાલીતકાકા ને લાંબુ આયુષ્ય આપે (એટલે, તમને આપોઆપ મળશે લોલ :D)

  Like

   
 25. Praful

  October 6, 2011 at 5:58 PM

  મારા નાનો ભાઈ પણ વિજયા દશમીના દિવસે જનમ્યો
  હોવાથી તેનું નામ સહજપણે ‘ વિજય ‘ રાખવામાં આવ્યું હતું.
  તેને સ્કૂલમાં બેસાડવાના દિવસે રાશિ પરથી નામ પાડી બદલી
  નાખવામાં આવ્યું.માનું છું કે તમારો જન્મ વિજયા દશમીએ
  હોવાથી તમારું નામ ‘ જય’ રાખવામાં આવ્યું હશે. તમે શબ્દોનો
  જય કરો છો અને વાચકોને પણ જય જય કરો છો. ઉત્તરોત્તર
  તમારો સંવાદ કોલમ મારફતે નિષ્ઠાવાન વાચકો પ્રતિ દિન બ દિન
  વધતો રહે એવી શુભેચ્છાઓ.તમારી સાફદિલ વાતો બદલ આભાર.

  ટેસડા કરાવતા રહો……..બસ. અને છેલ્લે જન્મદિવસ મુબારક.

  Like

   
 26. Akash Unadkat

  October 6, 2011 at 6:17 PM

  Happy Birthday..
  Jaybhai..

  Like

   
 27. Aarti Mandaliya

  October 6, 2011 at 6:30 PM

  ભલે જાહેરમાં બધા મિત્રોનો એક સાથે આભાર માન્યો પણ એવું ફિલ થયું જાણે ઘણા પ્રેમથી, હળવેથી કાનમાં કહ્યું હોય થેંક્યું!.. જેવા છો એવા જ રહો 🙂 દોસ્તો નો પ્રેમ હમેશા રહેશે.

  Like

   
 28. Namrata Pandya Unadkat

  October 6, 2011 at 6:40 PM

  Many Happy returns of this Day for you Jaybhai…..Badha e badhu lakhyu che….ane tamne su lakhvu…? just we wish straight from our heart for your long,healthy and prosperous life…Happy Birthday.

  Like

   
 29. nilesh

  October 6, 2011 at 6:51 PM

  happy birthday sir i know you are having so many friends n i m happy that m one of yr friend though not d best one

  Like

   
 30. rashmi

  October 6, 2011 at 7:09 PM

  very very happy birthday…jay sir…

  Like

   
 31. nikita patel

  October 6, 2011 at 7:27 PM

  i thnk u ms ur mom a lot….so u r nt les dan a kid……

  Like

   
 32. ruchi

  October 6, 2011 at 7:28 PM

  super duper and amazing… GOD bless you..Be happy always!!!!!

  Like

   
 33. Dhaval Vyas

  October 6, 2011 at 8:16 PM

  Hey JV….Wishing you Many Many Happy Returns of the Day… 🙂 popuuuuu poopuuuuu when i started reading this i din’t scroll down to play the video but when i reach to the video i had a smile you know what i was humming the same song… 🙂

  વાચકોને હું યાર-દિલદાર ગણું છું એટલે તો એમની સાથે વાતો કરવા નેટ આવું છું. બાકી મારે મારાં છપાતા લેખોનો વાચકો ઉઘરાવવા ઓનલાઈન ઢંઢેરો પીટવો નથી પડતો. પણ જે રીતે સતત નવા નવા વાચકો ઈશ્ક ફરમાવે છે – એ કર્ઝ કેમ ઉતારવું? That’s awesome…. JV ROCKS AS ALWAYS

  Like

   
 34. samir

  October 6, 2011 at 8:28 PM

  many many happy return of the day , god bless you, keep it up…………….

  Like

   
 35. kiran tanwani

  October 6, 2011 at 8:37 PM

  waah jay bhai, khabar nai kem, pan tamara artical ni comment ma ‘waah’ lakhai j jay che….!! janamdin ni khub shubhkamnao…, tamara ariticle vanchie che to lage che k jane tame pratyaksh amari sathe charcha kari rahya hoy, evo jado che tamara lakhan ma…

  salute to u….

  Like

   
 36. AMIT THORIYA (@amit_thoriya)

  October 6, 2011 at 9:10 PM

  happy birthday and many many happy returns of the day sir……………………

  Like

   
 37. shweta

  October 6, 2011 at 9:32 PM

  Happy Birthday Jay….Simple words but surely with deep-real feelings. I used to read you since very long years. While being in India it was easier, but here being in Canada, now internet is the boon. so keep sharing your feelings through this medium too. We the Readers really adore you for expressing so nicely “Our Feelings”..

  Like

   
 38. Ripal Shah

  October 6, 2011 at 9:42 PM

  Happy Birthday Jaybhai…

  Like

   
 39. Najmuddin

  October 6, 2011 at 9:56 PM

  Happy Birthday..
  Ghanu Jivo.

  Aapno
  Najmuddin
  Jasdan

  Like

   
 40. hitesh bodar

  October 6, 2011 at 10:38 PM

  wish u happy birthday, Sir…
  I wish your Birthday gently breezes into your life all the choicest of things and all that your heart holds…

  Like

   
 41. bhavishamaurya

  October 6, 2011 at 11:52 PM

  Hey JV…..

  Very very happy birth day to you,

  On your birthday I wish you much pleasure and joy;
  I hope all of your wishes come true.
  May each hour and minute be filled with delight,
  And your birthday be perfect for you!

  God bless you!!!!!!!!!!!!!!!!!!!!!!!:)

  And thank you too 🙂

  Like

   
 42. anandbabu

  October 6, 2011 at 11:52 PM

  જયભાઇ જન્મદિન મુબરાક …..આમ જ લખતા રહો ,,,,,,,,

  Like

   
 43. kaushik purani

  October 7, 2011 at 12:00 AM

  Dear JV,
  Many many happy returns of the day. ભવ શતાયુષી.

  Like

   
 44. Sahil Padsala

  October 7, 2011 at 12:01 AM

  H’ppy b’day

  Like

   
 45. Sahil Padsala

  October 7, 2011 at 12:07 AM

  H’ppy B’day Mr. Unpredictable……
  pls never try to write best article.. ..

  Like

   
 46. anil gohil, ahmedabad

  October 7, 2011 at 12:19 AM

  no comments
  tum jiyo hazaro saal, saal k din ho pachas hazar +

  Like

   
 47. Sohil Patel

  October 7, 2011 at 12:22 AM

  HBD jay..keep up the good(great) work.

  Like

   
 48. sima shah

  October 7, 2011 at 12:30 AM

  Dear jaybhai,
  many happy returns of the day

  Like

   
 49. Paras

  October 7, 2011 at 1:20 AM

  Happy Birthday Dear Jaybhai,
  કેક ખાઈને બીલ તમને મોકલવાની ઓફર આ વખતે પણ વેલીડ છે કે નહિ ? 😉

  Like

   
 50. Nisarg Rami

  October 7, 2011 at 1:42 AM

  Happy birthday JV…..

  Like

   
 51. Minal

  October 7, 2011 at 3:38 AM

  Very emotional feelings expressed through writing. I do still remember this article. 🙂 Nice to read it again with more interesting added words. HBD again, an evening wishes frm here. Keep rocking and writing the words.

  Btw, its so eye pleasing to look at Kate’s stunning pic. every time whenever visit ur blog!!

  Like

   
 52. Jani Divya

  October 7, 2011 at 4:20 AM

  જય ભાઈ, ખુબ જ સરસ ને દિલ થી લખેલું છે. મેમોરી લેન માં ખોવાઈ જવા ની મજ્જા પડી. તમે મેસેજ ચેક કરતા હશો ને મેં તમને જે ફરમાઇશ કરી હતી એ તમે પૂરી પણ કરી ને એના માટે ખુબ ખુબ અભાર  YOU JUST ROCK AND KEEP ROCKING

  Like

   
 53. Manish K Parmar

  October 7, 2011 at 7:54 AM

  Sorry but late…. Happy Birth Day to you Sir…… Last year I read ur article on viJAYadashmi about your progress by participating in publicspeaking, essay writing, etc…. really its amazing… Sanjogo j mahan banave che….. e apne pan khabar nathi padti….

  Like

   
 54. 4mthebooks

  October 7, 2011 at 8:50 AM

  wish u a many many happy returns of the day JV

  Like

   
 55. aanandrana

  October 7, 2011 at 10:26 AM

  JAY Sir many many happy returns of the day…tum jiyo hazzaro saal aur likho karodo saal…best wishes for life!!!

  Like

   
 56. KK

  October 7, 2011 at 2:47 PM

  HAPPY BIRTHDAY JV !!
  પેલું કહેવાયું છે ને “The dog barks but the elephant moves on”.
  બસ આજ વાત JV નામ ના માણસ ને લાગુ પડે છે.
  લાડકા થવા ના આશય થી વખાણ નથી થતા પણ JV એવી વ્યક્તિ છે જે બ્લોગ કે ફેસબુક પર કોમેન્ટ્સ મોડરેટ કરતા જોવા માં નથી આવ્યા. બાકી ઘણા ચતુર-ચાલાકો પોતાની પોલ ખુલી જતી કોમેન્ટ્સ ડીલીટ કરી દે છે અને એમના વખાણ કરતી કોમેન્ટ્સ ને જ રાખે છે.
  આની સામે JV ને ક્યારેય આવું કરતા જોયું નથી. એમના વિષે સારું ના બોલાયું/લખાયું હોય એવી કોમેન્ટ્સ પણ તમને વાંચવા મળે છે. એટલે જ તો લખે છે કે “વિજયાદશમીએ જન્મેલો હોઇને ‘યુદ્ધસ્વ’ તો મારાં રક્તમાં ના હોય તો નવાઈ !” 😀
  LONG LIVE JV !!

  Like

   
 57. PRASHANT GODA

  October 7, 2011 at 4:21 PM

  તુમ જીયો હજારો સાલ ઔર સાલ ઔર લિખતે રહો હઝારો બાર
  Happy Birthday to YOU

  Like

   
 58. Anjali Dave

  October 9, 2011 at 7:25 PM

  thats so sweet!!

  Like

   
 59. Gaurang Patadia

  October 10, 2011 at 10:36 PM

  Hi JV Sir,

  I am reading your article slightly late but this article reminded me my birthday and I can understand your pain of celebrating birthday overseas away from parents. I am in UK and my yearly b’day routine is to call my parents and talk on phone for hours and hours on that day.

  Happy birthday to you sir and live long and keep writing.

  Gaurang

  Like

   
 60. Vipul Shah

  October 10, 2011 at 11:29 PM

  jai bhai tamara lekh kyar thi vanchu te to man epan yad nathi pan etlu sure che k 3 varas thi gujrat samachar ni jagya e divya bhasker aave che pan tara lekh to budhvare ane ravi vare koi na paper ma k online pan vachva ne j evu vyasan thayi gayu che ,,,,,,,happy birthday to u,,, bhagvan ne evi prartna k tamne khub yash kirti ane safalta male,,,

  Like

   
 61. gunvant

  October 13, 2011 at 1:01 PM

  Happy Birthday jaySir, may u have a prosperous life ahead….

  i read all blogs from ‘google reader’ ,but i can’t see full text of yr blog-post coz u might not using RSS 2.0 or later…so pls updates yr RSS so , we all can read yr blog from ‘google reader’ or any other RSS reader.

  u have a great day..!!

  Like

   
 62. Pratap Katir

  October 3, 2012 at 11:38 AM

  sir aa link 1 yr late vanchi pn its too real & emotional

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: