१४ सितम्बर का आज का हिंदी दिवस का मेरे लिये अपने ह्रदयकमलमें विशेष स्थान सुशोभित है. हिंदी तो सरस्वती की जिह्वा और उनके मयूर की ग्रीवा है.राजकोटमें लगातार तीन साल तक हिंदी दिन के उपलक्ष्यमें आयोजित वाक् प्रतियोगिताओमें मैंने हिन्दीभाषी स्पर्धक, जो आकाशवाणी से ले कर आयकर विभाग से संलग्न होते थे; को मात दे कर विद्यार्थीकाल से अपनी राष्ट्रिय भाषा के प्रति अभिरुचि को जागरूक रखा था. बचपनमे पढ़ी नानाविध पत्रिका एवं चित्रकथाओ के बाद चित्रपट की और अभिमुख होने की वजह से हिंदी लिखने-पढने-बोलनेमे में मुझे कभी कोई असुविधा नहीं रही. हिंदीमें लिखे मेरे निबंध को भारत के तत्कालीन राष्ट्रपति महामहिम शंकर दयाल शर्माजीने प्रथम क्रम पर पुरस्कृत कर के राष्ट्रीय पारितोषक दिया था , वो क्षण आज भी जीवन को चरितार्थ करनेवाली महत्वपूर्ण पायदान है. राष्ट्रभाषा प्रचार समिति द्वारा आयोजित वार्षिक चर्चामें प्रतिभागी हो कर अपने महाविद्यालय का नाम गौरवान्वित किया था. ‘नंदन’ और ‘पराग’ तो आज है नहीं, सारिका और धर्मयुग भी पीछे छुट गए. कादम्बिनी और नवनीत बचे है. हिंदी की धरोहर संजोने के लिए शेष विरासत नष्टप्राय हो कर काल के गर्भमें विलीन हो रही है.
अबे भीडू, क्या पका रैला है – एसा चिल्ला रहे हो तो बहोत सही जा रहे हो, बोस. इसी बासी, उबाऊ, दकियानूसी हिंदी की वजह से ही हिंदुस्तान के ही बशिन्दोने उससे मूंह मोड़ लिया है ! दिमाग का दहीं करने वाली ये हिंदी है, और दिलों की धड़कन को जुबां देनेवाली एक हसीन हिंदी भी है ! तो सरदर्द की गोली लेने मत भागिए , और पढ़िए ६ साल पहेले गुजरातीमें लिखा हुआ एक मेरा लेख प्यारीदुलारी हिंदी की शानमें ! अंतमे एक वीडियो भी है, मेरे हिंदी के सालो से प्रशिक्षक रहे बड़े आलातरीन उच्चारणों वाले हिन्दीभाषी सज्जन का. ‘गुरूजी’ को सुनने से मेरी जबान भी साफ़ होती गई, और जिनकी आवाज में हिंदी सुनना मानो कानो में शहद घोलना ! अब, बबुआ, नहीं देखन चाहते हो तो ढ़ाक के तीन पात ! अब, उ का है एईसन पूछ के हमार भेजा मत घुमाव बुडबक कहीं के ! चलो, पढना है तो पढो वर्ना कलटी मारो…खींच के देंगे एक कान के नीचे, इ ससुर के नाती ब्लोगवा में लठ्ठमार का बटनवा कहाँ पे छिपा है? ग्र्र्रर्र्र…… 😉 😀 😛
ઓસ્ટ્રેલિયાના મિડિયા મુગલ રૂપર્ટ મર્ડોકનો દુનિયાભરમાં વર્ષોથી દબદબો છે. અમેરિકામાં સ્કાય ટીવી કે ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોકસ જેવી જાયન્ટ મિડિયા કંપની એમની મુઠ્ઠીમાં છે. નેવુંના દાયકાની શરૂઆતમાં અને વીસમી સદીના અંતમાં મર્ડોકને ભારતીય ટીવી ચેન્લસની દુનિયામાં આકડે મધ દેખાયું. સ્ટાર નેટવર્કનો પ્રારંભ થયો. જેની ફલેગશિપ (ઝંડાધારી જહાજ જેવી, મુખ્ય) ચેનલ હતી ‘સ્ટાર પ્લસ’. બેવોચમાં લાલ સ્વીમિંગ કોસ્ચ્યુમમાં ભીનું ભીનું ગોરું બદન જોવા તરસતા કેટલાક પ્યાસા જીવો સિવાય ‘સ્ટાર પ્લસ’ ચેનલના દર્શકોની સંખ્યા માઈનસ જ રહી. ઝી ટીવીનું ત્યારે એકચક્રી શાસન હતું. ‘સ્ટાર પ્લસ’ના અસંખ્ય સીઈઓ બદલાયા, પાંચેક વખત તો એના લોગો બદલાયા ન બદલાયું એનું કિસ્મત !
પછી એક દિવસે રતિકાન્ત બાસુ, પીટા મુખરેજા, સમીર નાયર જેવા ભારતીય વડેરાઓએ નિર્ણય લીધો…સ્ટાર પ્લસનું સંપૂર્ણ સ્વદેશીકરણ કરી નાખવાનો ! બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અને સાન્તા બાર્બરા ગાયબ થઈ ગયા. કૌન બનેગા કરોડપતિ અને સાસુ-વહુ-નણંદ-ભોજાઈ-ફઈ-કાકીના ટોળાઓ પ્રગટ થયા. સ્ટાર પ્લસને ૧૦૦% હિંદી ચેનલ બનાવી દેવામાં આવી. અને આ હિંદીની બિંદીએ સ્ટાર પ્લસના કપાળે ઉમ્મીદ સે દુગના દર્શકો લખી નાખ્યા !
આજે પણ લાગલગાટ સ્વદેશી અવતારની હિંદી ‘સ્ટાર પ્લસ’ ચેનલ નંબર વન ચેનલ છે, અને ‘અમને હિંદી નહીં આવડતા હૈ’ બ્રાન્ડના ‘ખીચડી’ છાપ ગુજરાતીઓને થોડાઘણા હિન્દી શબ્દો શીખવાડે છે. (હરીફો પણ સોની કે કલર્સ જેવી હિંદી ચેનલો છે, જેમની માલિકી પણ વિદેશની છે!) બીજો એથી યે અજાયબ દાખલો ‘આજતક’નો છે. ‘દૂરભાષ’ અને ‘નિર્વાચન’ના દૂરદર્શનીયા સરકારી હિન્દીના અજગરભરડામાંથી સમાચારોને આજ તકે એક ઝાટકે તળપદી યુ.પી., એમ.પી., બિહારની હિન્દીના ઉકળતા તેલમાં તળી નાખ્યા. ‘સચીનને શતક ઠોકા ?’ (કબ ? કહાં ? કિતને સાલ પહેલે કી બાત હૈ ? જસ્ટ જોકિંગ, બડીઝ !)
આજતકે ભારતીય નાગરિકોના બોલચાલના શબ્દકોશમાં ‘અફડાતફડી કા માહૌલ’ બના દિયા ! ઝટ જીભે ચડે, બોલવામાં ચટપટા લાગે એવા નમકીન ગામઠી શબ્દો ‘ઇશ્ટાઇલ’માં આવી ગયા ! પ્રણય રોયે બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડસ જેવા સોફિસ્ટિકેટેડ બનાવેલા સ્ટાર ન્યૂઝ છોડ્યા ને તરત રવીના રાજ કોહલીએ સ્ટાર ન્યૂઝનો હિંદી અવતાર વેશ કર્યો, જે આજતક સાથે આજે કાંટે કી ટક્કર લઈ રહ્યો છે, અને દેખાદેખીની ફેશનમાંય કોઈ ભોજીયો ભાઈ હવે બીબીસી કે સીએનએન જોવાનો વટ દોસ્તોમાં મારતો નથી ! (અગેઇન , ઈડિયા ટીવીથી એનડીટીવી ઇન્ડિયા હિન્દીમાં દબદબો ભોગવે છે)
રીડરબિરાદર, એવું લાગશે કે વાત ટીવીની ચાલે છે કે રાષ્ટ્રભાષા હિન્દીની ? હિન્દીની જ વાત છે. પણ હિન્દીને અત્યારે હિન્દમાં ટનબંધ ઓકિસજન માત્ર ટીવી ચેનલ્સ, ફિલ્મો તથા એડવર્ટાઇઝિંગ એજન્સીઝ દ્વારા જ મળી રહ્યો છે. ગુજરાતીની માફક જ હિન્દીના ઝભ્ભાને કાંજી કરીને ફર્યા કરતા સાહિત્યકારોએ તો હિન્દીનું ભારતમાં ગળું ઘોટી નાખીને હિંદીહત્યા કરી નાખી હતી. સરકારી ‘બાબૂજી’ ઔર ‘બહનજી’ઓએ હાહાકાર મચાવી દીધો હતો.
આ બુર્ઝવા બુઝ્ર્ગ ચાંપલાઓનું ટોળું જેટલી વખત હિન્દીના પ્રચારપ્રસાર માટે ‘કટિબદ્ધ’ થતું હતું, એટલીવાર આમ જનતા એમનાથી કંટાળીને હુડુડુડુડુ કરતી અવળી દિશામાં દોટ મુકતી હતી. આ બધાને અંગ્રેજીનો આતંક ખતમ કરીને શુદ્ધ હિન્દીની દેશના જન જનના તન મનમાં પ્રાણપ્રતિષ્ઠા કરવી હતી. પણ અતિશુદ્ધ ભાષા પ્રયોગના એમના હિંસક આગ્રહ અને હિન્દીને ફરતે સાદાઈ, સ્વદેશી, સંયમ, સંસ્કૃતિના વરખ વીંટાળીને જ રજૂ કરવાની બેવકૂફીને લીધે પરિણામ એકદમ ઉલટું જ આવ્યું .
હિન્દી એટલે પછાત, હિન્દી એટલે આઘુનિક નહિ તેવું, હિન્દી એટલે રસિક નહિ તેવું, હિન્દી એટલે યૌવન, સૌંદર્ય, વિજ્ઞાન, વૈશ્વિકરણ સઘળાનું વિરોધી કશુંક આઘ્યાત્મિક પુણ્ય…આવી જ ગેરમાન્યતાઓ ફેલાઈ, નવી પેઢી હિન્દીથી ‘સર પે પાંવ રખકર’ દૂર ભાગી. બાપડા મોટી સંખ્યામાં રહેલ હિન્દી ‘બેલ્ટ’ના આમઆદમીને તો આ ભાષા ભડવીરોની કસરત સમજાતી જ નહોતી ! અંગ્રેજી સામેની હરિફાઈના પહેલા રાઉન્ડમાં (યાનિ કિ પ્રથમ દૌર મેં) રાષ્ટ્રભાષા ચારો ખાને ચિત્ત હો ગઈ !
ગુજરાતીના સાહિત્યશૂરવીરોને જત જણાવવાનું કે એમના પાપોના પરિણામે આવું જ ગુજરાતમાં ગુજરાતી સાથે થયું છે, પણ એ અલગ વાત થઇ. હિન્દીના પાલકો અને સરંક્ષકોના જડબુદ્ધિ અભિગમને લીધે હાલત એવી છે કે પોલીસના ઇન્સ્પેક્ટરની એફ.આઈ.આર.થી લઈને સરકારી ટેન્ડરની અરજી સુધી વઘુ સરળતાથી સમજાતી ભાષા રાષ્ટ્રભાષા હિન્દીને બદલે વિદેશીભાષા અંગ્રેજી જ બની ગઈ. હિન્દીની બેનમૂન-સાહિત્યકૃતિઓ દેશભરમાં ગાજવા-ગૂંજવાને બદલે ‘વિશ્વવિદ્યાલયોં કે ગ્રંથાગારમેં કૈદ કિતાબે’ થઈ ગઈ ! દુનિયાને તો હિન્દીની શું પડી હોય ? જ્યારે આપણને જ આપણી રાષ્ટ્રભાષાની ન પડી હોય ?
પૂછો આપણા રાષ્ટ્રભક્ત ગુજરાતી નાગરિકશ્રેષ્ઠોને…એમાંના કેટલા અટક્યા વિના, વાંચ્યા-ગોખ્યા વિના કડકડાટ પંદર-વીસ લીટી પોતાના મનમાં ચાલતા વિચારોની જ હિન્દીમાં બોલી કે લખી શકે છે ? આંગળીના વેઢા પણ વધી પડે એવા અપવાદો બાદ કરતા ગુજ્જુ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને મંત્રીશ્વરો જ્યારે જ્યારે હિન્દીમાં બોલવાના દેખીતા તરફડિયાં મારતા હોય છે…ત્યારે કોઈ આફ્રિકન લંગૂર અમેરિકન ડિઝનીલેન્ડમાં ખોવાઈ ગયું હોય એવું લાગે છે ! આવી હિન્દીનું જાહેર (કુ) પ્રદર્શન કરવા કરતાં મૂક-બધિરની ‘લાઈન લેંગ્વેજ’ શીખવી સારી !
બિચારા હિન્દી ભક્ત સ્વાતંત્ર્યસેનાનીઓની આખી પેઢી પુરી થઈ ગઈ, પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં ય હિન્દી કી ચિડિયાં ઉડી નહિ, તો દુનિયાભરમાં હિન્દી કેવી રીતે છાપ જમાવે ? ‘ગુજલિશ’માં કહો તો ‘એડવાન્સિયા’ અનુવાદક પત્રકારો ઉંઘુ ઘાલીને પ્રતિ વર્ષ ઓકસફર્ડ ડિકશનેરીમાં ‘ચડ્ડી’ આવી અને (કે એટલે ?) પછીના વર્ષે એમાં ‘મસ્તી’ આવી એવા સમાચારોના ચોકઠાં છાપે છે ! આ ઓકસફર્ડ શબ્દકોશના અંગ્રેજીમાં પ્રવેશતા ‘આલૂ’ઓ અને ‘બદમાશો’ના તૂત પર એક અલાયદું સંશોધન થઇ શકે, માટે ફિલહાલ ઇસ કો યહીં સમાપ્ત કરેં !
હિન્દી હજુ પણ બીમાર છે. ફક્ત અત્યારે એને મોતના મુખમાંથી કેટલાક જીવનરક્ષક સ્ટીરોઇડસે બચાવી લીધી છે. કરૂણ રમુજી બાબત એ છે કે જે ‘બાજારા સંસ્કૃતિ કા ઉપભોક્તાવાદ’ને હિન્દી પ્રેમીઓએ ભરી ભરીને લાતો ફટકારી છે, એ ગ્લોબલાઇઝેશન, માર્કેટંિગ અને એન્ટરટેઈનમેન્ટે જ અત્યાર પૂરતી હિન્દીને મરણ પથારીએથી દોડતી કરી છે. ખાતરી નથી થતી ? દક્ષિણ ભારતના એન્ટી હિન્દી રાજ્યો સહિત રાષ્ટ્રભરને કંઠસ્થ થઇ ગયેલા કેટલીક જાણીતી બ્રાન્ડસના સ્લોગન યાદ કરો : ઠંડા મતલબ કોકાકોલા, વાહ ઉસ્તાદ, આતી ક્યા ?, બૂંદો મેં જાને ક્યા, યે અંદર કી બાત હૈ, મેરા વાલા ક્રીમ, યારા દ ટશન (પંજાબીમાં ટશ્ન એટલે સ્ટાઇલ !), યે પ્યાસ હૈ બડી, ઢૂંઢતે રહ જાઓગે, યે દિલ માંગે મોર આદિ આદિ !
અમદાવાદમાં સેલ્ફ હેલ્પ બૂક સ્પેશ્યલીસ્ટ શિવ ખેરાએ અંગ્રેજીમાં પ્રવચન આપવાની શરૂઆત કરી હતી, ત્યારે હજારોની જનમેદનીના આગ્રહથી એ હિન્દીમાં બોલ્યા હતા. લેટેસ્ટ ડિસ્કાઉન્ટ ઓફરને ‘મહા બચત’ કહેવાય છે. દેશના દસ સૌથી વઘુ વેંચાતા અખબારોમાં એક જ અંગ્રેજી છાપું છે, અને એ પણ દસમા નંબરે ! ટીવીની દસે દસ સૌથી વધુ જોવાતી સિરિયલ્સ હિન્દી છે ! કોના પ્રતાપે ? માર્કેટીંગની નવી તરકીબોથી થયેલા હિન્દીના મોડર્ન પેકેજીંગને લીધે !
મોબાઈલના એસએમએસમાં હિન્દી શાયરીઓએ એવી ઘૂમ મચાવી છે કે મલ્ટીનેશનલ કંપનીઓ હિન્દી ‘મેનૂ’ આપવા લાગી છે. હિન્દી ‘તબકા’ની વાનગીઓનો પણ ખાણીપીણીના બજારમાં ‘તડાકો’ છે. દાલ મખ્ખની થી ભેલપૂરી ! એમટીવી ફુલ્લી ફાલતુ અંગ્રેજી મૂકી સ્વેદશી વાઘાં (સોરી, બનિયાન-બર્મુડા) ચડાવી બેઠું છે. ચેનલ વી પર મધરાત સિવાય અંગ્રેજી સોંગ્સ આવતા જ નથી. આદિત્ય યશ ચોપરા બ્રાન્ડ ‘જનરેશન વાય’ ડિરેક્ટર્સે હિન્દીને લુખ્ખા ફુટકળિયાઓની ભાષાનાં લેબલમાંથી છોડાવીને એક ડિઝાઈનર ગ્લોસી લૂક આપ્યો છે. આજે શહેરોની કોન્વેન્ટ એજ્યુકેટેડ પેઢીમાં હિન્દીમાં વાતો કરવી ‘રિફ્રેશિંગ એન્ડ યૂથફૂલ’ ગણાય છે ! નખશિખ ફાઇવસ્ટાર ભપકો ધરાવતા લોન્જ કે શોરૂમના નામો હિન્દીમાં રાખવાનો વાયરો વાયો છે.
પરપ્રાંતીય કે પરદેશી નોકરિયાતો ગ્રાહકોને રિઝવવા હિન્દીના કલાસ ભરે છે ! એફએમ રેડિયોની ચેનલ્સમાં શાકમાં મરચું ભભરાવો એમ અંગ્રેજી-ગુજરાતીમાં સ્વાદિષ્ટ વઘાર હિન્દીમાં કરવામાં આવે છે. માઇક્રોસોફટના બિલ ગેટસ વિન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમનું હિન્દી વર્ઝન લઈ આવે છે. વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલ હિન્દીમાં સર્ચ કરાવે છે. હિંદી કાવ્યો અને લેખોને વેબસાઈટસ બને છે. હિન્દી પુસ્તકોની પેપરબેક સ્ટ્રેટેજી’એ એને હજુ હજારોની સંખ્યામાં વેચાતા રાખ્યા છે. મુન્નાભાઈ બ્રાન્ડ ટપોરી લેંગ્વેજના અપૂન, છમિયા, ચંપક, ઉજડે ચમન, મામૂ એ તો ઉપાડો લીધો છે. (આજે તો ઇન્ટરનેશનલ સિંગર એકોન પણ છમ્મકછલ્લો લલકારે છે!)બોલે તો રાપચિક…એકદમ ઝક્કાસ !
ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ કે સ્પાઇડરમેન અને હેરી પોટરની ફિલ્મોના હિન્દી ડબીંગ છોડો…તો પણ દેશના પ્રત્યેક રાષ્ટ્રભાષા પૂજકે હિન્દી ફિલ્મોના થિયેટર કે ડીવીડી શોપમાં નાળિયેર વધેરવા જોઈએ. બિનહિન્દીભાષી હિન્દુસ્તાનને હિન્દી સાથે હિન્દી ફિલ્મોએ જ જોડી રાખ્યું છે. અંગ્રેજી માઘ્યમમાં ભણીને આવતી ફોરેન રિટર્ન્ડ બાળાઓને હીરોઈન બનવા હિન્દીમાં સંવાદો બોલવા પડે છે. કાવ્યોના હિન્દી શબ્દોને તો માત્ર ફિલ્મી ગીતકારોએ જ અમરત્વ અપાવ્યું છે. ફિલ્મી રિમિકસીઝના ‘કેટરિના’ ઝંઝાવાતે અંગ્રેજી માઇકલ જેકસનોને દેશવટો આપી દીધો છે ! ‘ઇન્ડિયન આઇડોલ’ હિન્દી ગીતો ગાઈ સ્પર્ધાઓ જીતે છે ! હિન્દી કો લિફટ કરા દે !
ઇન્ડિપોપથી બોલીવૂડ સુધી હિન્દી હિન્દી થઇ ગયું છે. તમામ અપલક્ષણો છતાં આભાર માનો લાલૂ, મુલાયમ, માયાવતી, ઉમા ભારતી, વાજપેયી આણિ બ્રિગેડનો કે રાજકીય પ્રશાસનની મુખ્ય ધારામાં હિન્દી મંચ પર ચડીને ચહેકીગહેકી રહી છે.
પણ કહ્યું ને ? હિન્દીની આ ફુલગુલાબી ‘આજ’ સ્ટીરોઈડસ પર છે. સ્ટીરોઈડની અસર આજીવન નહિ, થોડો સમય સ્ફૂર્તિ આપે. કારણ સાફ છે. આ બધી જ લહર હિન્દી બોલવા-ગાવા-સાંભળવાની છે. હિન્દીમાં લખવા અને વાંચવાનું શું ? ભાષા જો લખાતી અને વંચાતી બંધ થાય તો બોલાતી બંધ થવામાં એક-બે પેઢીની જ વાર લાગી શકે છે. હિન્દીમાં દેશ હસે છે, નાચે છે. પણ કેટલા એમાં લખે છે અને વાંચે છે ?
\/
\/
Priyanka Mehta
September 14, 2011 at 3:41 PM
હિન્દીમાં દેશ હસે છે, નાચે છે. પણ કેટલા એમાં લખે છે અને વાંચે છે ?…u r right bt maney hindi sambhadvu ne bolvu j game lakhvu ne vachvu nai…
LikeLike
Priyanka Mehta
September 14, 2011 at 3:44 PM
चलो, पढना है तो पढो वर्ना कलटी मारो…खींच के देंगे एक कान के नीचे, इ ससुर के नाती ब्लोगवा में लठ्ठमार का बटनवा कहाँ पे छिपा है? 😀
LikeLike
vpj100
September 14, 2011 at 3:52 PM
“‘नंदन’ और ‘पराग’ तो आज है नहीं, सारिका और धर्मयुग भी पीछे छुट गए. कादम्बिनी और नवनीत बचे है. हिंदी की धरोहर संजोने के लिए शेष विरासत नष्टप्राय हो कर काल के गर्भमें विलीन हो रही है. ”
माफ़ कीजिये परन्तु यह बात समज में नहीं आई!
LikeLike
kUNAL PUJARA
September 14, 2011 at 4:53 PM
BOLE TO EKDAM JAKKAS ARTICLE HAI JAYBHAI
ITNE SARE EXAMPLE DE KE HINDI KO AUR BHI HASIN AUR SUNDAR BANA DIYA
LikeLike
PARTH
September 14, 2011 at 4:56 PM
Again a treatment to common topic in unique way…u have hit the chord in last sentence….
LikeLike
bhumika
September 14, 2011 at 5:36 PM
True Sir, I just want to share same experience I had in last week. I was explaining to one client about leakage in machine. He is from Haryana & could not understand the meaning of leakage. By google translate I got the hindi word “Risav”., which I have heard first time.
Need to read hindi books
LikeLike
Purvesh Shukla
September 14, 2011 at 8:13 PM
જયભાઈ આજે તો એક સાથે બે લેખ ( ગુજરાત સમાચાર અને બ્લોગ ) આપી મજા મજા કરાવી દીધી , હિન્દી ફિલ્મો કરનારા કલાકારો માં પણ અમિતાભ , મનોજ બાજપાઈ , આશુતોષ રાણા જેવા જુજ કલાકારો જ સ્પષ્ટ હિન્દી ઉચ્ચારો કરી શકે છે પછી બીજા ની તો વાત જ શું કરવી …..
LikeLike
उर्विन बा. शाह
September 14, 2011 at 8:50 PM
एक विटंबणा है कि हिन्दी हमारी राष्ट्रभाषा नहिं है! हिन्दी हमारी राजभाषा है. http://rajbhasha.nic.in/Default.aspx आज का दिन हिन्दी दिवस कहा जाता है, लेकिन हिन्दी के साथ अन्य स्थानिय – प्रांतिय भाषाओं को भी राज्य का काम चलाने के लिए मान्यता दि गयी – इसलीए आज भाषा दिवस भी कह सकतें हैं. साथ में और भी कुछ जोड़ना चाहुंगा : ‘नंदन’ अभी भी प्रकाशित हो रहा है : http://www.htmedia.in/brandpage_hindustan.aspx?Page=Page-HTMedia-Nandan
हिन्दी के प्रोत्साहन हेतु उपयुक्त लेख के लिए धन्यवाद.
LikeLike
vpj100
September 15, 2011 at 6:37 PM
thank u for such info. 🙂 nice.
LikeLike
Paras
September 14, 2011 at 10:30 PM
Now I understand why we seldom see any Gujarati MPs debating in Parliament. ;))
LikeLike
Chintan Oza
September 14, 2011 at 11:21 PM
hmmm..lekh gamyo jv….bhashanu bhavishya tena lakhava temaj vanchava par aadharit chhe te vat ekdum sachi janay chhe…mane lage chhe aapni prantiya bhasha na vikas ma unicode support(mobile ma pan) pan khub agatya no sabit thashe…..again many tx for interesting article.
LikeLike
Jani Divya
September 15, 2011 at 10:30 AM
ek aad vaat tame mukel video ma amitabh bachan je last last ma dialog bole che e kare kharekhar ena dil ma thi ave che ne je applause thay che e kai effect nathi kharekahr ni che Baki as usaul majja avi agy vanchi ne 😀
LikeLike
Nisarg Rami
September 15, 2011 at 11:43 AM
I am gujarati but also writing hindi poems with gujarati…
http://nisargrami.wordpress.com
LikeLike
vkvora2001
September 18, 2011 at 7:09 PM
गुजराती या हीन्दीको युनीकोड में लीखनेकी सुवीधा मीली तब से सचमुच सभी प्रादेशीक भाशाओको जीवतदान मील गया। व्याकरण ओर वाक्य रचनाको मारो गोली।
नरसींह महेता ओर मीराने अपने काव्य भजनमें कौनसा व्याकरण या वाक्यरचना का ख्याल रखा?
सचमुच युनीकोड में लीखनेकी सुवीधा देनेवाले को धन्यवाद।
ગુજરાતી હીન્દીને યુનીકોડમાં લખવાની સુવીધા જ્યારથી શરુ થઈ ત્યારથી પ્રાદેશીક ભાષાઓનો વીકાસ વધતો જ ગયો. એમાંયે બ્લોગ જગત અને ગુજરાતી હીન્દી વીકીપીડીયાએ એમાં પુરો સહકાર આપ્યો.
LikeLike
Ken
September 22, 2011 at 8:42 AM
Hello Jay,
It’s very good article.
Most of Gujarati news medias and bloggers don’t know how to promote Gujarati language in other Indian states.
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
http://kenpatel.wordpress.com/
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.
English is an international language but we are forced to study in Hindi which is non technical and it’s script is not computer-usable simple like Gujarati. Hindi people taught us Hindi in our own school at our own expense. why we can’t teach them a simple Gujarati script.Why not convert all Hindi school books in Gujarati script and publish Hindi papers in Gujarati Script.
Take a look at this links or you may delete
http://dpkraj.wordpress.com/2011/09/10/importance-of-hindi-and-poor-man-of-india-hindi-satire/#comment-608
http://hi.wikiquote.org/wiki/%E0%A4%B9%E0%A4%BF%E0%A4%A8%E0%A5%8D%E0%A4%A6%E0%A5%80_%E0%A4%95%E0%A5%87_%E0%A4%AC%E0%A4%BE%E0%A4%B0%E0%A5%87_%E0%A4%AE%E0%A5%87%E0%A4%82_%E0%A4%B5%E0%A4%BF%E0%A4%AD%E0%A4%BF%E0%A4%A8%E0%A5%8D%E0%A4%A8_%E0%A4%AE%E0%A4%B9%E0%A4%BE%E0%A4%AA%E0%A5%81%E0%A4%B0%E0%A5%81%E0%A4%B7%E0%A5%8B%E0%A4%82_%E0%A4%95%E0%A5%87_%E0%A4%B5%E0%A4%9A%E0%A4%A8
LikeLike
Gaurang
September 24, 2011 at 11:15 PM
Boss JV,
Bahot Hi maja aa gaya.
LikeLike