મમ્મી કોઈના ય માટે નવો વિષય નથી. ને હું કઈ પહેલી વાર એ સ્પર્શતો હોઉં એવું ય નથી. હું તો વધુ જાણીતો જ એના થકી છું. પણ સિનેમા -સાહિત્યના રસિકજન મિત્ર જયકર સોલંકીએ ઓન કેમેરા મા પર મને પહેલીવાર આટલું ભાવથી બોલવાનો પ્રેમાગ્રહ કર્યો. સિંગલ ટેકમાં જ ૨ એપિસોડ કોઈ પૂર્વતૈયારી વિના જ શૂટ થઇ ગયા હતા, અમદાવાદના સ્ટુડિયો ખાતે. ત્યારે હું તો અભિયાનના હોર્ડિંગ ફોટોશૂટ માટે ગયો હતો. રેકોર્ડીંગ થોડું જુનું છે અને આ એપિસોડનો ફર્સ્ટ પાર્ટ છે , જે હમણાં જ ડીડી ગીરનાર પરથી પ્રસારિત થયો. આર્ટીસ્ટ દોસ્ત રણમલ સિંધવે વગર કહ્યે એનું રીડરબિરાદર નેહલ મહેતાએ મધરાતે કરેલું રેકોર્ડિંગ યુટ્યુબ પર અપલોડ/અપ્સ્કેલ / એડીટ કરી મને લિંક પણ મોકલાવી આપી. જયકરભાઈ, નેહલ અને રણમલ બંને નો હૃદયથી આભાર. ભલે વિડીયો ઝાંખો લાગે. વિચારો અને સ્મૃતિઓ જૂની નથી થઇ. હા, પ્રોગ્રામનું નામ માતૃવંદના એટલે પપ્પા પર ખાસ ના બોલી શકાય , એ જરા જોતી વખતે મને ખૂંચ્યા કરે. હું જે કંઈ બોલ્યો છું, એ દિલથી બોલ્યો છું. રસ પડે તો કરો ક્લિક. અને મારી માફક આપ બધાની મમ્મીઓને મનના કેમેરાથી યાદ કરો. એ સહુ માતાઓને મારા પ્રણામ. (આ પ્રોગ્રામનો બીજો અને અંતિમ ભાગ આવતા રવિવારે પ્રસારિત થશે. સવારે ૬.૩૦ અને એ જ રાત્રે ૨.૩૦ – એવું મને કહેવાયું છે. આવો સહયોગ મળશે , તો એની પણ લિંક અહીં જ જોડી દઈશ)
મમ્મી વિશે…. ‘વીડિ-યોગ’
17
Aug
Gaurang Patadia
September 2, 2011 at 10:49 PM
Boss,
Amazing videos.
Me tamara youtube per interview na videos repeat kari kari ne joya che. Please thoda vadhare video upload karo ne please aa blog per.
Thank you
LikeLike
Shivani Thakkar
March 5, 2013 at 2:45 AM
:’
LikeLike