મમ્મી કોઈના ય માટે નવો વિષય નથી. ને હું કઈ પહેલી વાર એ સ્પર્શતો હોઉં એવું ય નથી. હું તો વધુ જાણીતો જ એના થકી છું. પણ સિનેમા -સાહિત્યના રસિકજન મિત્ર જયકર સોલંકીએ ઓન કેમેરા મા પર મને પહેલીવાર આટલું ભાવથી બોલવાનો પ્રેમાગ્રહ કર્યો. સિંગલ ટેકમાં જ ૨ એપિસોડ કોઈ પૂર્વતૈયારી વિના જ શૂટ થઇ ગયા હતા, અમદાવાદના સ્ટુડિયો ખાતે. ત્યારે હું તો અભિયાનના હોર્ડિંગ ફોટોશૂટ માટે ગયો હતો. રેકોર્ડીંગ થોડું જુનું છે અને આ એપિસોડનો ફર્સ્ટ પાર્ટ છે , જે હમણાં જ ડીડી ગીરનાર પરથી પ્રસારિત થયો. આર્ટીસ્ટ દોસ્ત રણમલ સિંધવે વગર કહ્યે એનું રીડરબિરાદર નેહલ મહેતાએ મધરાતે કરેલું રેકોર્ડિંગ યુટ્યુબ પર અપલોડ/અપ્સ્કેલ / એડીટ કરી મને લિંક પણ મોકલાવી આપી. જયકરભાઈ, નેહલ અને રણમલ બંને નો હૃદયથી આભાર. ભલે વિડીયો ઝાંખો લાગે. વિચારો અને સ્મૃતિઓ જૂની નથી થઇ. હા, પ્રોગ્રામનું નામ માતૃવંદના એટલે પપ્પા પર ખાસ ના બોલી શકાય , એ જરા જોતી વખતે મને ખૂંચ્યા કરે. હું જે કંઈ બોલ્યો છું, એ દિલથી બોલ્યો છું. રસ પડે તો કરો ક્લિક. અને મારી માફક આપ બધાની મમ્મીઓને મનના કેમેરાથી યાદ કરો. એ સહુ માતાઓને મારા પ્રણામ. (આ પ્રોગ્રામનો બીજો અને અંતિમ ભાગ આવતા રવિવારે પ્રસારિત થશે. સવારે ૬.૩૦ અને એ જ રાત્રે ૨.૩૦ – એવું મને કહેવાયું છે. આવો સહયોગ મળશે , તો એની પણ લિંક અહીં જ જોડી દઈશ)
જય વસાવડા
ગુજરાતના સર્વાધિક લોકપ્રિય લેખક અને વક્તા
(સંપર્ક : jayvaz@gmail.com)પ્લેનેટના પ્રવાસીઓ (૧૦ જૂન,૨૦૧૧થી ટોટલ હિટ્સ / વિઝિટસ)
- 2,807,862 hits
-
Join 6,276 other subscribers
- Follow JVpedia – Jay Vasavada blog on WordPress.com
ખોજ – ખબર
સર્જન સંગ્રહ (Archives)
વર્ગ-વાદળ
વખાણવાળા લખાણ
-
ગરમ ઘાણવો
- खुसरो बाजी प्रेम की मैं खेलूँ पी के संग।जीत गयी तो पिया मोरे हारी पी के संग।। ❤️ July 23, 2021
- હવે તો ભીંજાવ,વરસાદ ના સમ 💙 July 13, 2021
- હાં થોડા દર્દ હૈ,પર ચલતા હૈ….. April 28, 2021
- એક ‘ચપટી’ ઘટના ! March 14, 2021
- જીવવું છે?રડી લો અથવા લડી લો. 💃 February 28, 2021
- સિત્તેર વરસથી પ્રજાસત્તાક બન્યા છતાં પ્રજા તરીકે આપણે કેટલા સતર્ક છીએ??? February 3, 2021
- કોરોના વેકસિન અને ભારતની જનતા: વેકસિન લેવી કે લેવી? કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ. તો થોડાક સોલ્યુશનની વાતો પણ કરીએ. January 23, 2021
- છોડ સારે ઝમેલે,દેખ ફૂલો કે મેલે, કીતની હસીન હૈ યે દુનિયા 💃 😇 January 21, 2021
- Are you abled or disabled to live ?❤️💃 December 3, 2020
- રસેલ કિયર્સ: ઈમેજ સ્કેનર અને પિક્સેલના ડેવલપર November 9, 2020
તાજી ટીકા-ટિપ્પણ
Harsh on खुसरो बाजी प्रेम की मैं खेलूँ… કૃષ્ણપ્રિયા ❤️ on खुसरो बाजी प्रेम की मैं खेलूँ… Kailas jadav on खुसरो बाजी प्रेम की मैं खेलूँ… કૃષ્ણપ્રિયા ❤️ on खुसरो बाजी प्रेम की मैं खेलूँ… Vismay Gupta on खुसरो बाजी प्रेम की मैं खेलूँ… ભવ્ય ભૂતકાળ
ટ્વિટ બાઈટ
- આજે સાંજે... https://t.co/f9cgtEaQaZ 17 hours ago
- એટીએસે પેપરલીક બાબતે જેની વડોદરાથી ધરપકડ કરી એ ભાસ્કર ચૌધરી અગાઉ આવા મામલે cbi માં ઝડપાયેલો! એના અમુક ડીપી જુઓ. નૈ… twitter.com/i/web/status/1… 1 day ago
- વિસ્મયનો વિસ્તાર: આનંદનો અવતાર... થોડા વર્ષો પહેલા વિશ્વકોશ ટ્રસ્ટ માટે આ વિષય મેં સૂચવ્યો હતો. મારો મનગમતો વિષય. અ… twitter.com/i/web/status/1… 2 days ago
- હોય કોઈ દી. ઇ ચાવી દીધેલા રમકડાં એને નડતા સડકના ખાડા બાબતે લોકલ બોયકોટ કરી શકતા નથી તો પેપરમાં પૂંછડી દબાવી ને જ બે… twitter.com/i/web/status/1… 2 days ago
- "પેપર નથી ફૂટતા, માણસ ફૂટે છે" આ અગાઉ પણ લખેલું છે. માણસ બેઈમાની નફ્ફટ થઈને વારંવાર ત્યારે કરી શકે જ્યારે એને સજાનો… twitter.com/i/web/status/1… 2 days ago
પડાપડી કડી
ગ્રહવાસીઓ
પતલી ગલી
તવારીખિયું
હોનેવાલા હૈ….!
Israel ImagesMarch 23, 2014થોડા ઇન્તેઝાર કા મજા લીજિયે....છબી-છબછબિયાં