દોસ્તો, આજે ફ્રેન્ડશીપ ડે એ જરા જુદા સ્વાદની વાનગી…આઠ વર્ષ અગાઉનો (અને અલબત્ત ખાસ આપ દોસ્તો માટે નખશીખ નવેસરથી મઠારેલો) એક હળવો લેખ…આજે મસ્તી નહિ કરીએ તો જીન્દગી બહુ સસ્તી ખતમ થઇ જશે, યારો…લેકિન , કિન્તુ, પરંતુ…લેખની વ્યથાકથા ભલે સાચીખોટી, ખાટીમીઠી લાગે..એનું ગણિત સાચ્ચે જ ઓથેન્ટિક છે , હો કે..એમાં ગપ્પાં નથી માર્યા..અને હા, આ લેખ ને વાસ્તવિક કે કાલ્પનિક એવા કોઈ લેખકના આત્મનિવેદન તરીકે વાંચવો નહિ એવું ફિલ્મ શરુ થતા પહેલા વાંચવાનો સમય ના રહે એવું ડિસ્ક્લેમર અહીં પણ મૂકી દઉં છું..એ નહિ સમજનારા સામે કાનૂની ઉફફફ ‘માનુની’ કાર્યવાહી ભારત સરકારની ગતિએ કરવામાં આવશે..લોલ્ઝ્ઝ…ચાલો મારી થોડીઘણી, જેવીતેવી ફ્રેન્ડ બનેલી ગીનીચુની ગર્લ્સ મારો દિવસ ફ્રેન્ડ-‘શીટ’ ડે બનાવે એ પહેલા હું ભાગું, ને તમે ભોગવો…;) રીડ ટાઈટ, ટેઈક લાઈટ 😀
લો, ફરી આવી ગયો ઓગસ્ટ માસનો પહેલો રવિવાર… ને ફ્રેન્ડશિપ ડેનો અલ્ટ્રામોડર્ન તહેવાર! ફરી આવે, સતાવે એક જ વિચાર વારંવાર, આખિર હમારી હી કિસ્મત મેં ગર્લફ્રેન્ડ કયોં નહીં હૈ યાર?
ઓ.કે., ઓ.કે. નો મસ્તી, સ્ટ્રેઇટ ટોક. એવું આર્ચિઝ કે હોલમાર્કના કોઇ કાર્ડશાસ્ત્રમાં લખેલું નથી કે ફ્રેન્ડશિપ ડે સિર્ફ બોયફ્રેન્ડ – ગર્લફ્રેન્ડ યાને લડકા- લડકી કે લિયે હૈ, પણ એવુંય કયાંય લખેલું નથી કે ફ્રેન્ડશિપ ડે નર-નારી યાને સ્ત્રી-પુરૂષ યાને મિલ-ફિમેલ માટે પ્રતિબંધિત છે. પણ ઘણીવાર કંઇક છોરીઓની કિસ્મતમાં સિર્ફ સહેલીઓ અને કંઇક છોરાઓના નસીબમાં માત્ર ભાઇબંધો જ લખ્યા હોય છે! ઓપોઝિટ સેકસ (વિજાતીય વ્યકિત)ની કંપની ઘણીવાર જીંદગી આખી તરસવા છતાં મળતી નથી. ઓ મિસ, મિસ યુ સો મચ! (એવું કહીએ પછી જ કિસનો મિસના કરવા જેવો ચાન્સ મળે, ભાઈલોગ! 😉 )
કોઇ મહાવિદ્વાને (નેચરલી પુરૂષોને જ) કહ્યું છે કે જે સમય સ્ત્રીની સોબતમાં વીતાવેલો નથી, એ બધો જ સમય વ્યર્થ ગયેલો જાણવો! લેટ મી બી કલીઅર. અહીં વાત પ્રેયસી કે પત્નીની નથી! બીવી ઇઝ બોરિંગ, વાઇફ ઇઝ વાસી! અલબત્ત, એ રિલેશન્સની બુનિયાદમાં પણ પહેલાં ફ્રી ફ્રેન્ડશિપની ફેન્ટેસી જોઇએ જ. આ તો સિમ્પલ ગર્લફ્રેન્ડની વાત છે. કોઇ ગામડાગામના રઘલાની સંગાથે રૂપલી હોય, ને કોઇ શહેરી કૂલ ગાયની પડખે હોટ બેબ હોય… પણ બોયફ્રેન્ડની સાથે ગર્લફ્રેન્ડ હોય તેમાં કોઇ આસમાન તૂટી નથી પડતું, હા, ધરતી જરૂર ગુલશન ગુલશન બનીને મહેકી ઉઠે છે. પહેલાંના જમાનામાં જેમ રથ પર સવાર થઇને ઉદ્યાનવિહાર થતો, એમ આજે બાઇક પર આરૂઢ થઇને મલ્ટીપ્લેકસવિહાર કરવા માટે ડાર્લિંગ ડેટ તો જોઇએ ને! 😛
તો પછી આપણારામે પાસે આ ફ્રેન્ડશિપ ડેએ એવી ગર્લફ્રેન્ડ કેમ શોધવી? શું હું જાડો છું? પાતળો છું? શરમાળ છું? કંટાળાજનક છું? કદરૂપો છું? બાઘો છું? બેહાલ છું? ઉંમરમાં મોટો છું? સ્વભાવમાં ખોટો છું? મસ્તીમાં છોટો છું? ગરબડ ગોટો છું?… ‘ધેર મસ્ટ બી સમથિંગ રોંગ ટુ મી’- ગર્લફ્રેન્ડ વિનાના બધાય નરકેસરીઓ આવું જ વિચારતા હોય છે. પણ બંદા તો વિચાર સમંદરના તળિયે તાર્કિક ડુબકી મારીને અમે જવાબનું મોતી શોધી લાવ્યા છે! 🙂
તો મહેરબાન, કદરદાન- કાન ખોલ કે સુનિયે… સોઓઓરી, આંખે ફાડ કે પઢિયે! હજ સુધી તો ઠીક, પણ કયારેય મરણપર્યંત કોઇ ગર્લફ્રેન્ડ કેમ નહિ મળી શકે તેનો સેન્ટ પરસેન્ટ સાયન્ટિફિક વર્જિન ખુલાસો. પોઇન્ટ ટુ પોઇન્ટ. ઢેનટેડેન….
સ્ટેપ વન. આપણે તો ખુલ્લા દિલે વિચારવું છે. પોઝિટિવ એટિટયુડ રાખવો છે. માત્ર આપણા ગામ કે કોલેજ કે પ્રદેશ નહીં, દુનિયાભરની કન્યાઓને ફ્રેન્ડઝ ફોરએવર બનાવવા દિલના દરવાજા ખુલ્લા રાખવા છે, જાતિ, ધર્મ કે દેશનો કોઇ બાધ નથી. માટે સરહદ પાર પણ પહોંચવું જોઇએ. મહત્તમ પ્રયત્નો કરવા જોઇએ, તો પછી ચાલો પર્સનલ કોમ્પ્યુટરમાં એકદમ ઓથેન્ટિક ગણાતો ‘યુ.એસ. સેન્સસ બ્યુરો’ અને વર્લ્ડ બેન્કનો નો ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોફાઇલ’ પડયો છે. જરાક જ જૂનો ગણાય. એ મુજબ જગતની કુલ વસતિ ૬,૭૭,૫૨,૩૫,૭૦૦ છે. આમ તો રાઉન્ડ ફિગર પોણા સાત અબજનો ગણાય. પણ ના, આપણે તો પરફેકટ ગણત્રી જ કરવી છે. હવે દુનિયાની કુલ વસતિમાંથી નેચરલી અડધોઅડધ સ્ત્રીઓની હોવાની (બધે થોડી કંઈ ભ્રૂણહત્યા થાય છે?)… માટે આ પૃથ્વીલોકમાં કુલ સ્ત્રીઓ થઇ ૩,૩૮,૭૬,૧૭,૮૫૦ (યાદ રાખો, આ માનવીઓની ગણત્રીના આંકડા છે, એમાં કયાંય પણ પોઇન્ટવાળા જવાબ વાસ્તવિક ન રહે. કયાંય ૦.૩૭ સ્ત્રી હોય? એ આખી જ હોય! માટે અપૂર્ણાંક જવાબને પૂર્ણાંકમાં ફેરવવો પડે જ!)
હવે પેલો ત્રણ અબજ આડત્રીસ કરોડ સમથિંગ સમથિંગનો આંકડો તો દુનિયાની કુલ સ્ત્રીઓનો છે. પણ બાપુ, આપણી ગર્લફ્રેન્ડ તો નેચરલી ખાધેપીધેપહેરવેઓઢવે જરા સ્માર્ટ એન્ડ હેપી જોઇએ જ. શું તમે મને એટલી હદે બેડોળ કે કંગાળ માનો છો કે ઇથોપિયા- સોમાલિયાની ચીંથરેહાલ હાડકાના માળા જેવી કોઇ આદિવાસી મહિલાને મારી સખી બનાવી દો. નોટ એટ ઓલ. આપણી ડ્રીમગર્લ ફ્રેન્ડ કંઇ ઘાના, બુરુન્ડી, ગ્વાટેમાલા કે સુદાનમાંથી શોધવાની નથી. અહીં ગર્લફ્રેન્ડ ગોતવાની વાત ચાલે છે, યાર… નિરાશ્રિતોના કેમ્પ કે નિરક્ષરોના શિક્ષણની નહિ. 😀 આપણી ગર્લફ્રેન્ડ અમીરજાદી ન હોય તો કંઇ નહિ, પણ સાથે રેસ્ટોરામાં જઇએ તો આપણુંય બિલ ચૂકવી દે, એટલામાં સંતોષ છે. દિલની દોસ્તીમાં વારંવાર બિલ ચૂકવવાનું આવે તો ય હાર્ટ એટેક આવી જાય. માટે, આપણને ખપે ફેશનેબલ એન્ડ ફાઇન લેડી. ઇન શોર્ટ, જગતના વિકસિત, સમૃદ્ધ અને વ્યવસ્થિત ફર્સ્ટવર્લ્ડ કન્ટ્રીઝની કે ભારતના મેટ્રોસિટીઝના પોશ વિસ્તારની હાઇફાઇ બાળાઓ, વેલકમ એનીટાઇમ.
માથાના નિયમિત ખરતાં વાળ તદ્દન ઉતરી જાય એટલા સંશોધન પછી, સ્ટેટેસ્ટિકસ ના પેલા મીન- મધ્યક ને સીગ્માને એવું બધી છોકરીઓને કદી ના ગમતી ને અને છોકરાઓને કદી ના સમજાતી (નહિ તો આ લેખક-બ્લોગર થોડા બન્યા હોત? પેટન્ટ લઈને જોબ્સ, ગેટ્સ, ઝુકરબર્ગ ના થયા હોત મારા વા’લા ઉપ્સ મારી વા’લી? 😉 ) અઢળક મેથેમેટિકલ કડાકૂટ પછી દુનિયાના ચકાચક વિસ્તારોની રમણીઓના આંકડાઓ મળ્યા છે. બધાનો સરવાળો કરતાં જવાબ મળ્યો ૬૦,૫૬,૦૧,૦૦૦.
અર્થાત લગભગ સાઠ કરોડ ગર્લ્સ એવી છે, જો હમારી ગર્લફ્રેન્ડ બન સકતી હૈ. એ ગુજરાતમાં પણ હોય ને રશિયામાં પણ હોય. પણ વેઇટ, આ ય જનરલ સિલેકશન જ થયું.
એક તથ્ય યુનિવર્સલ છેઃ પુરૂષિયું ભલે ને ગમે તે ઉંમરનું મારી જેવો અદોદળું અવળચંડુ અડ્બૂથ અકોણું હોય… કે પછી અડવાણીજીની જેમ એના માથા પરના શ્વેતકેશ પણ ખરી ગયા હોય…કે હિમેશની જેમ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હોય.. સંસારના પ્રત્યેક પુરૂષની કલ્પનામાં ગર્લફ્રેન્ડ તો હંમેશા જવાન જ હોવાની! કમસીન…અહાહાહા…હસીન..અહાહાહા…નમકીન…મ્મ્મ્મ્મ્માઆઆહ્હ્હ્ ! સ્માર્ટ એન સેક્સી…બોલ્ડ એન નોટ સો ઓલ્ડ…યંગ એન યમ્મીઈઈ…! 🙂 યાને ખરેખર સ્વપ્નપરી જેવી ગર્લફ્રેન્ડ શોધવી હોય તો એની ઉંમર ૧૬થી ૨૮ વર્ષની જોઈએ. જો એથી વઘુ હોય, તો પણ એ આ ઉંમરની જ દેખાવી જોઈએ. આમ પણ, ઘણા વર્ષો સુધી ઘણી સ્ત્રીઓ આ ઉંમર પર જ સ્થિર થઈ જાય છે. ખાસ કરીને હિરોઈન્સ! 😛
એની વે, પોપ્યુલેશન રિપોર્ટની મદદથી એજ ગ્રુપ ક્લાસિફિકેશન કરો, તો થોડીક વધુ મેથેમેટિકલ માથાકૂટ પછી જગતની કુલ અવેલેબલ કામિનીઓમાંથી આ નવજવાન ફૂટડી યૌવનાઓ બચે છેઃ ૬,૬૦,૫૯,૬૮૦. સેડ ન્યૂસ એ પણ છે કે ૧ % યુવતીઓ કોઈને કોઈ કારણસર ભરજુવાનીમાં મૃત્યુ પામે છે. તેની બાદબાકી કરતા ફાઈનલ એન્સર આવ્યોઃ ૬,૫૩,૯૯,૦૮૩.
યૌવન એ ગર્લફ્રેન્ડની પસંદગીનો પહેલો માપદંડ હતો. ડોન્ટ વરી. આપણા ક્રાઈટેરિયાઝ કંઈ ઝાઝા બધા નથી. બહુ મર્યાદિત અને બેઝિક એક્સપેકટેશન્સની બે-ત્રણ ડિમાન્ડસ જ છે. જે એકદમ વાજબી અને છોકરા તો ઠીક છોકરીઓને પણ ગળે ઉતરી જાય તેવી છે.
જેમ કે, ગર્લફ્રેન્ડ મસ્ટ બી બ્યુટીફૂલ! જુઓ, જીંદગીમાં પહેલીવાર આટલી સેરીયાસ્લી અને સાયન્ટિફિકલી એક ગર્લફ્રેન્ડની તલાશ કરતા હોઈએ, તો એ કંઈ જેવી તેવી તો ન જ દેખાવી જોઈએ. સાદી બ્યુટી નહિ પણ સુપર ડિલક્સ સ્પેશ્યલ બ્યુટી હોય તો જ એની ફ્રેન્ડશિપની ડયુટી બજાવવાનો ઉમળકો જાગે. નાજુક, નમણી, ગોરી, ચળકતા વાળ, પાણીદાર આંખો, ગુલાબી હાથ, મુલાયમ ત્વચા, કમનીય વળાંકો, માસુમ ચહેરો, માદક અવાજ, ઉન્નત ઉરોજ, જ્યુસી લિપ્સ, બાઉન્સી હિપ્સ… ઈન શોર્ટ, અલ્ટીમેટ ચાર્મિંગ ગોર્જીયસ ગર્લ. એવી ન હોય તો પછી ગર્લફ્રેન્ડ શું કામ રાખવી? બોયફ્રેન્ડસ ક્યાં ઓછા છે? 😀
હવે ટ્રેજેડી એ છે કે ‘પોપ્યુલેશન સ્ટેસ્ટિકસ’ છાપતા રિપોર્ટસ પાછા કામિનીઓના ‘વાઈટલ સ્ટેસ્ટિકસ’ (ફિગર સ્ટેટસઃ ૩૬-૨૪-૩૬ એટ સેટરા) છાપતા નથી. માટે મદદ લેવી પડે આંકડાશાસ્ત્ર વાળા સ્ટેસ્ટિકસની! જે લોકોને એમાં રસ હોય (જે આ લખનારને બિલકુલ નથી!) એમને ‘સ્ટાન્ડર્ડ ડેવિએશન’ની ફોર્મ્યુલા ખબર હશે. નક્કી કરેલા સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ રિઝલ્ટ વચ્ચેના તફાવતને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. એની પાઈ, વર્ગમૂળ, કલનગણિતના કર્વ વગેરે વાળી ફોર્મ્યુલામાં આપણે બ્યુટીના માત્ર બે જ માપદંડ મૂકીએ, તોય ‘ઝેડ’ બરાબર ‘બે’ ગણવા પડે. (આવી ભેજાફોડીમાં રસ લેતા અરસિક વેદિયાઓ, પ્લીઝ ફોટામાંની ફોર્મ્યુલા જોઈ લો!) ટૂંકમાં, જવાબ માંડ ૦.૦૨૨% જેવો આવે છે. એમાંય ખાલી બે જ માપદંડ મૂકીને આપણે તો સમાધાન કરેલું છે!
આ જ વાત કોમનમેનના એંગલથી સમજાવીએ. સામાન્ય રીત- આહ અને વાહ પોકારાવી દે એવી દિલધડક રૂપસુંદરીઓ માંડ ચાલીસે એક જોવા મળે! તદ્દન કદરૂપી અને બેહદ રૂપાળી છોકરીઓ થોડી હોય. મોટા ભાગે એવરેજ લૂક હોય! એક કોલેજમાં ૮૦ વિદ્યાર્થીનીઓનો ક્લાસ હોય, તો પણ એમાં હાર્ટ ઓફ કોલેજ અને ક્વીન ઓફ રોઝીઝ બને એવી બેસ્ટ બ્યુટી માંડ બે હોય છે. ચેક ઇટ આઉટ. માટે છેલ્લે ઉપલબ્ધ અંક ૬,૫૩,૯૯,૦૮૩નો ૪૩મો ભાગ આપણા કામનો છે, એમ માનીને ભાગાકાર કરીએ તો પણ જવાબ વધે ૧૪,૮૭,૮૩૮.
હવે ગર્લફ્રેન્ડની સાથે ધુમવા ફરવાનું હોય, જમવાનું હોય (એ તૈયાર કરી આપે તો ઓર અચ્છા!) ટીવી સિનેમા જોવાનું હોય, ટેલિફોન ટોક કરવાની હોય, ખુશીઓ વહેંચવાની હોય… માટે મિત્ર તો સમજદાર જ જોઇએ. સમજણ શિક્ષણમાંથી આવે, એટલે વેલ એજયુકેટેડ પણ જોઇએ. હોલિવુડ મુવીઝ ન જોઇ શકે કે બીચ પર બિકિની જોઇને ભડકે એવી ગર્લફ્રેન્ડ માટે નો એન્ટ્રી! આપણને ભલે ન આવડે, પણ એનો ડાન્સ જોતા કોણ રોકે છે? પ્લસ દેશ દુનિયાની પહેચાન, વિશ્વ ભાષા અંગ્રેજીનું જ્ઞાન… એટલી અપેક્ષા તો પુરૂષ મિત્ર પાસેથી પણ રહેને! કહેવાય છે કે જેની બાજુમાં બસ કે ટ્રેનમાં તમે ૨૪ કલાક ન બેસી શકો, એવી વ્યકિતને નિકટ મિત્ર ન બનાવવી. અંગત ઉર્ફે પર્સનલ ફ્રેન્ડ ભલે દલીલો ન કરે, પણ ચર્ચા કરે તો જ ફ્રેન્ડશિપની મજા છે. અહીં ફ્રેન્ડશિપની વાત ચાલે છે, મંદબુદ્ધિ બાળકોની સારસંભાળની નહીં. માટે બ્યુટીફુલ ગર્લ ઇન્ટેલીજન્ટ તો હોવી જ જોઇએ. ભલે ડિગ્રીધારી ન હોય! તેજસ્વી વ્યકિતની જ મૈત્રી કંટાળાને બદલે રાહત આપે.
જો અહીં ફરી સ્ટેટસની મદદ લઇને સ્ટાન્ડર્ડ ડેવિએશન માત્ર એક રાખીએ, તો પણ જવાબ એ જ મળે છે…, જે ગણિતના ગુબ્બારા વગર પણ મળે. જરાક જાતે જ સર્વે કરો. તમને મળતી બ્યુટીફુલ બેબ્સમાંથી ઇન્ટેલીજન્ટ કેટલી હોય છે? આવા લેખો વાંચવા એ પણ ઇન્ટેલીજન્સની નિશાની છે, પણ મોટા ભાગની ફાયરક્રેકર ગર્લ્સ સાજશણગારમાંથી નવરી હોય તો છાપા વાંચેને! પ્રયોગ કરી જોજો, અને ફેર પડે તો આ વાંચો છો , એ સ્ક્રીન ફોડી નાખજો. દુનિયાના ગમે તે ખૂણે સુંદરીઓની સાથે વાત કરો તો દર ૬ કન્યાએ ૧ કન્યા હોંશિયાર અને બુદ્ધિમાન નીકળે. માટે ૧૪,૮૭,૮૩૮ના ૧૬% જેટલી ચિકસ આપણા માટે પરફેકટ કોમ્બિનેશન ગણાય… બ્યુટી પ્લસ બ્રેઇન! લાઇક ગુલ પનાગ ઓર લીઝા રે ઓર મનીષા ઓર વિદ્યા ઓર નંદના ઓર કેટ ઓર એબી કોર્નિશ ઓર મોનિકા બેલુચી ઓર….. ! ઓકે, ઓકે, અર્થાત ઉત્તર આવે છે ૨,૩૬,૦૫૩.
હવે શું આવી દેખાવડી અને તેજદિમાગ હોટ એન્ડ વાઇલ્ડ રાધાઓ મારી ફ્રેન્ડશિપ પ્રપોઝલની રાહ જોતી બેઠી હશે? આજકાલ તો સ્કૂલમાં જ ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડનું પાક્કું થઇ જાય છે. અહીં તો કોલેજીયનની ઉંમર પણ વટાવાઇ ગઇ છે. ભલે બુઢાપો ન ગણાય, પણ ટીનએજ ફ્રેન્ડશિપમાં ય…. આપ કતાર મેં હૈ, કૃપયા સારી જીંદગી ઇન્તજાર હી કરતે રહિયે! યાને પેલી બે લાખ છત્રીસ હજાર સમથિંગ સમથિંગમાંની અડધોઅડધ ગર્લ્સ પર તો સીધી ચોકડી જ મૂકી દેવાની! જેમાંની કોઇ પાસે સ્ટેડી બોયફ્રેન્ડ હોય અને નવા માટે જગ્યા ન હોય… કોઇની સગાઇ થઇ ગઇ હોય (ભારતમાં તો ખાસ!) કે કોઇના લગ્ન પણ થઇ ચૂકયા હોય. (ગુડ એન હોટ ગર્લ્સ આર ઓલ્વેસ ટેકન, નેવર બોર્ન ઓર મેરિડ ટુ સમવન એલ્સ યુ નો? :P) આ તો નેચરલ એન્ડ નોર્મલ ફ્રેન્ડશિપની વાત છે. હાડકાં ખોખરા થાય એવી કુસ્તીને આમંત્રણ દેવાનો કોઇ (બદ)ઇરાદો નથી! ‘એકસકયુઝ મી, કયા રે? મૈં પહેલે સે શાદીશુદા રે…’વાળું ગીત નથી જ ગાવું. માટે ૫૦%ની બાદબાકી. અડધોઅડધ ‘રોકાયેલી’ ગર્લ્સને બાય બાય, બેસ્ટ ઓફ લક. બચે છે ૧,૧૮,૦૨૭.
હવે વાત છેલ્લા પગથિયે આવીને ઉભી છે. પણ આ લાખેક માનુનીઓમાંથી બધી જ કંઇ થોડી આપણા સંપર્કમાં આવવાની છે? અને બે ઘડી માનો કે વિધાતા વરસી પડયા, તો પણ આવી એકસ્ટ્રા ઓર્ડિનરી બ્યુટીફુલ એન્ડ ઇન્ટેલીજન્ટ ગર્લ મારા જેવા નાના ગામમાં રહેનારા એવરેજ લૂકસ (વિથ નોટ સો એવરેજ માઇન્ડ) ધરાવતાં દોસ્તની દોસ્તી પસંદ કરે એ થોડું અનિવાર્ય છે? ફ્રેન્ડશિપમાં ફોર્સ ન હોય. કુદરતી ટ્યુનીંગ જામવુ જોઈએ. બેઉ ફ્રેન્ડ એકબીજાને હૃદયથી પસંદ કરતાં હોય, તો જ મૈત્રીની મોસમ જોરદાર બને. જનરલી અહીં એવું પણ બને કે માંડ પાંચે એક કન્યા ફ્રેન્ડશિપનું ઇન્વિટેશન પાઠવે કે કબુલ રાખે. માટે, ફરીથી કુલ સંખ્યાનો છઠ્ઠો ભાગઃ ૧૮,૭૨૬. ઇતિ સિદ્ધમ!
દેખીતી રીતે કંઇ આ આંકડો નાનોસુનો નથી. પણ આ કોઇ એરેન્જડ મેરેજની અડધી કલાકની મિટીંગ નથી. લાઇફલાઈક ફ્રેન્ડશિપની વાત છે. કોઇપણ બે ગાઢ મિત્રો કંઇ પળવારમાં દોસ્ત બન્યા નથી હોતા. એકબીજાના ખૂબી-ખામી સમજવામાં, એની આદત પાડવામાં થોડો સમય લાગે. પછી મૈત્રીપુષ્પની કળી ઉઘડે. હવે ‘પા-ખંડ કૌમાર્યવ્રતધારી’ બાપડા બિચારાઓ આટલી મથામણ પછી જીવનની પહેલી ગર્લફ્રેન્ડ શોધવા નીકળે તો કમસેકમ એક સપ્તાહનો સમય એક કન્યા પાછળ કાઢવો જ જોઇએ. કારણ કે સાથોસાથ બીજા ઘણાં કામ કે જવાબદારીઓનો બોજ નિભાવવાનો જ હોય. એકસાથે અનેક ગર્લફ્રેન્ડ તો સલમાનખાન પણ મેનેજ ન કરી શકતો હોય, તો આપણું શું ગજું? વળી દરેક છોકરી કંઇ સામનેવાલી ખિડકીમાં ન હોય. કોઇ તો સાત સમંદર પાર હોય! જો ૧૮,૭૨૬ પ્રોસ્પેકટસને ૧-૧ સપ્તાહ આપીએ તો પણ ૩૪૯૩ સપ્તાહ વીતી જાય. એટલે કુલ ૬૭ વર્ષ!
૧૯૭૦ના દાયકામાં જન્મેલા કોઇ ભારતીય કંઇ સવા સદીનું આયુષ્ય ભોગવી શકે તેમ નથી અને આટલાથી અડધા વર્ષ ગણીએ તો ય ૩૦ વર્ષ પછી ૬૭ વર્ષની ઉંમરે ગર્લફ્રેન્ડ હોવાનો રોમાંચ શું રહે?
માટે આજે તો ઠીક, કદી પણ બરછટ હાથોને બદલે કોઇ રેશમી માખણિયો હાથ હથેળીમાં દાબીને વરસાદી સાંજે બહાર નીકળવાનું બનવાનું લગભગ અસંભવ છે …ગાણિતિક સત્ય, યુ સી ? 😉
એનું એક વઘુ વાસ્તવિક કારણ પણ છેઃ ફ્રેન્ડશિપ ડેએ ગર્લફ્રેન્ડ પર આવું ભેજાફ્રાય ચિન્તન કરીને માથું પકવી દેનારો પકાઉ બોયફ્રેન્ડ કોઇ શરબતી અને શરારતી ગર્લ પસંદ કરે ખરી? સો, કેસ ડિસ્મીસ્ડ! હેવ ફન, રીડર ફ્રેન્ડસ! હેપી ફ્રેન્ડશીપ ડે 🙂
ફાસ્ટ ફોરવર્ડ
માણસ મોટેભાગે દુશ્મનો પાછળ જેટલો સમય બગાડતો હોય છે, એટલો સમય મિત્રો પાછળ આપતો નથી!
Paresh
August 7, 2011 at 4:49 PM
the calculation is Enjoyable…
LikeLike
hiral patel
August 7, 2011 at 5:13 PM
happy frdshp’s day jay. i m here.
LikeLike
Parind
August 7, 2011 at 5:14 PM
Nice article but aaje friend ni vyakhya navi pedhi mate badlai gai che !!
mitra aiso kji a j udhhar paisa de,
kuch bhi lafda ho to police me jaamin de !!!
karodpati party ho,gar me 4-5 gadi ho,
aavo mitra male to ,bhai Happy frndship de !!!
LikeLike
Bhavin Badiyani
August 7, 2011 at 5:19 PM
😉 😛
LikeLike
kishan Mistry
August 7, 2011 at 5:21 PM
Sir.. Tame ek var kahyu htu ke..
“statastics nvr impresses me..”
…
N tamara taraf thi aavo awsm totaly STATSTICAL(!) article.. Majja aavi gai..
…
N haa.. Pela 2 photos jordar 6e.. Girls naa.. Photos aavya ne me article reading padtu muki ne pehla to e download kari lidha.. Wht a photos…!
Keep sharing such a nyc PHOTOS.. Hahaha..
LikeLike
Maulik
August 7, 2011 at 5:28 PM
Wah….have khabar padi mari gf kem nathi!;)
LikeLike
Siddharth Patel
August 7, 2011 at 5:28 PM
wah wah jay bhai awsum jus awsum……….
n dis માણસ મોટેભાગે દુશ્મનો પાછળ જેટલો સમય બગાડતો હોય છે, એટલો સમય મિત્રો પાછળ આપતો નથી! is suprb……. wowww..
hav a best of luck….. i wish u hav ur NAARI soon….. 😉
LikeLike
Envy
August 7, 2011 at 5:53 PM
તમે તમારી ઉંમર લઈને ગણતરી મૂકી એટલે મારે તો ઝાઝો વિચાર કરવાનો જ ના હોય!!…મસ્ત આર્ટીકલ
LikeLike
Umang Bhatt
August 7, 2011 at 5:54 PM
ooo
me to kaik alag expect karyu tu lekh ma ….
😛
LikeLike
shailesh
August 7, 2011 at 7:02 PM
every commenter proved that we r same as u…
good jock,
the magic blog have missed something….today’ article fulfilled the need of salt.
LikeLike
bansi rajput
August 7, 2011 at 7:20 PM
he he….. HAPPY FRIENDSHIP DAY,,,, 😉
LikeLike
miteshpathak
August 7, 2011 at 7:36 PM
વાહ જયભાઈ પણ ગણતરી કરવા બેસે ને તો એવું લાગે કે શેઠ શણગારી ને નીકળે ને ત્યાં તો બજાર ઉઠી જાય. હા હા હા. મઝા પડી વાચી ને.
LikeLike
Excellent gujrati song!
August 7, 2011 at 8:13 PM
Ha ha ha ! Superb article sir ! Hve samjayu mare girlfriend kem nathi anu ganit ! 🙂 ! LoL !
LikeLike
jainesh
August 7, 2011 at 9:52 PM
જય તમને નથી લાગતું કે ભારતવર્ષ ના કેટલાક વીર જવાનો તો કન્યા મિત્ર ને પામ્યા વગર વીર ગતિ ને પામે છે! જવાનો પણ આપના મિત્રો છેજ ને! આનંદ તો સારો પણ મારા તમારા મિત્રો ને આપના જવાનો ની મિત્રતા કરવી જોઈએ! તોપિક અલગ છે પણ ઉચિત છે! દેશ ભી તો મિત્ર છેજ ને!!!!
LikeLike
Jay Vora
August 7, 2011 at 10:20 PM
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે..
ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે, હજી થોડાક એવા મિત્ર છે..
કદી મારા ઘરે મહેમાન થઈ આવે પછી હુ મૂકવા જઉં અને..
મને ખૂદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મિત્ર છે..
કરે હેરાન હર પલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ..
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે
LikeLike
Jay Vora
August 7, 2011 at 10:22 PM
Jainesh e upar sachu kahyu: ‘pyaar to desh se bhi hota hai’
I have used this post on my blog courtesy given to you : http://jayvora.blogspot.com/2011/08/blog-post.html
Thanks,
LikeLike
Nirali
August 7, 2011 at 10:53 PM
Jay why didn’t a single girl reply 2 this?
🙂
but i like ur statistics.
last line i loved
“મોટેભાગે દુશ્મનો પાછળ જેટલો સમય બગાડતો હોય છે, એટલો સમય મિત્રો પાછળ આપતો નથી!”
LikeLike
vicky
August 8, 2011 at 12:07 AM
સર,
માન્યામાં નથી આવતું કે હજુ તમે “ગર્લફ્રેન્ડવિહોણા” છો 🙂
જો કે જાણીને ગમ્યું 🙂 🙂 કંઈક સામ્યતા જેવી સાથે હોવાનો ગર્વ થયો…
હેપ્પી ફ્રેન્ડશીપ ડે ફ્રોમ વીકી…
LikeLike
Sanket kumar
August 8, 2011 at 2:34 AM
Sir, gf to chhe bhale tame je awesome condition muki chhe evi nathi, ek be points khute chhe ena ma pan gf to gf chhe baap… maja to ave j sathe revani…
LikeLike
nical
August 8, 2011 at 9:52 AM
True… but time consuming script!
Bad Language Synchronization.
LikeLike
Minal
August 8, 2011 at 11:10 AM
😀 A Big Lol m Lol… each line is enough to spread a laugh! Wonder..how i missed this article 8 yrs. ago as isn’t in my memory! Now get to know..why u haven’t got any GF. 😛 😀 Have a ( Belated)HFD on ur screen ..Sakha. 😀
LikeLike
Kaushik Purani
August 8, 2011 at 11:45 AM
Fantasticccccccck
LikeLike
Preeti
August 8, 2011 at 11:51 AM
Just superb article. Really enjoyed. 🙂
LikeLike
Gaurang Patadia
August 8, 2011 at 2:16 PM
Hi JV,
Awesome statistics and especially that picture of girl with white skirt is amazing, its kind of kalidas’s shakuntala.
What we want in your next articles is “Chokari patavavani formula” with research and aticles and I am sure you must have all this info handy as well so share it once.
Happy friendship day.
Gaurang
LikeLike
Hiral
August 8, 2011 at 2:17 PM
જીવનના ગણિતમાં કોઈ પણ ફોર્મ્યુલા ‘ઇતિ સિધ્ધમ’ થતા પહેલા, હંમેશા એક સંભાવના રહેલી છે. ઈશ્વર ઈચ્છા બલિયસી થી પણ વધારે અસરકારક, અને એ છે ‘પોતાની ઇચ્છાશક્તિ’થી ચમત્કાર,
જયભાઈ, (સોરી, ‘જય’ કહી નથી શકતી (અહીના તમારા સ્ટેટ (મેથ્સ) મુજબ :), આ સ્ટેટ(મેથ્સ) ઉંમરનું પણ હોઈ શકે, દેખાવનું પણ હોઈ શકે, કે પછી, જ્યાં પણ સ્ટાન્ડર્ડ ડેવિએશન કે ડીવીઝન ગણતરીમાં લીધા છે એનું હોઈ શકે)
ટુકમાં તમારા જેવી કલરફૂલ (ઇન્ટેલીજન્સી) પ્રકૃતિ ધરાવતી છોકરી દિલથી ક્યાંક તમારી રાહ જોઈ રહી હશે, એ સંભાવના નકારી શકાય નહિ.
તમે આટલું પોઝીટીવ વિચારો છો, તો છેલ્લે આમ નકારો કેમ?
ઢુંઢને સે તો ભગવાન ભી મિલતા હૈ, તો ……..
‘બધા વાચકોની એજ દુઆ હશે, કે હવે પછી, તમારે આ લેખ ફેરબદલી કરીને સંભાવનાથી શક્યતાના ગણિત સાથે મુકવાની ફરજ પડે.’
LikeLike
Hiral
August 8, 2011 at 2:44 PM
જયભાઈ,
સાચે સરસ લેખ છે.
પણ જીવનના ગણિતમાં કોઈ પણ ફોર્મ્યુલા ‘ઇતિ સિધ્ધમ’ થતા પહેલા, હંમેશા એક સંભાવના રહેલી છે, એને નકારી શકાય નહિ.
LikeLike
Umang Bhatt
August 9, 2011 at 6:05 PM
right
LikeLike
Hiral
August 8, 2011 at 2:47 PM
જયભાઈ, મારી પહેલી કમેન્ટમાં ઝડપથી લખવાના કારણે, યોગ્ય વાત યોગ્ય રીતે કહી શકાઇ નથી તો પ્લીઝ એને ડીલીટ કરી દેજો.
LikeLike
Kiran Kalaria
August 8, 2011 at 4:13 PM
હોય તેવા દેખાવાની, લાગે તેવુ દર્શાવવાની,
થાય મહેસુસ તે બોલવાની, કહેવું હોય તે કહેવાની,
કરવું હોય તે કરવાની, માથે ગગન ઉઠાવવાની,
ભીની લાગણીએ ભીંજાવાની, વગર બોલે સમજવાની,
પહેરો વાતો કરવાની, વાત-વાતમાં હસવાની,
હસતા-હસતા રડવાની,ન કોઇ કારણ આપવાની,
છુટ જ્યાં આમ જીવવાની, મૈત્રી ત્યાં મહેકવાની…..
-મૌસમી મકવાણા ‘સખી’
LikeLike
Chintan Oza
August 8, 2011 at 11:53 PM
vah…ekdum mast majja padi gayee…happy friendship day jv
LikeLike
Shahil
August 9, 2011 at 3:36 PM
“18726” Very encouraging Aankdo….!!!! Aa vakhte bhale “dhakko” thayo….. pan aavta janme vat….. Juvani ni rah joya vina j mandi padvu chhe….!!!! [Interesting Article jevo j Interesting vichar aavyo]
LikeLike
Rajesh Dholariya
August 9, 2011 at 4:20 PM
LOVELY
LikeLike
Raghuvir H Khuman
August 10, 2011 at 4:03 PM
67 years..?? moral hi down ho gaya…ha ha ha….bt 18,726 figure is giving hope….lolz…..
LikeLike
Sanjay Thummar
August 13, 2011 at 5:45 PM
friendship to thai jati hoy,karvani na hoy..jaybhai
LikeLike
pramath
August 23, 2011 at 9:53 PM
જયભાઈ,
*
૧. જુવાન ગધેડી પણ રૂપાળી લાગે
૨. જુવાનને ગધેડી પણ રૂપાળી લાગે
આથી મળતું પાત્ર પકડી લો! 🙂
* આંકડાશાસ્ત્રમાં Law of Large Numbers પણ છે. સરવાળે બધું ગૉસના વિતરણમાં જ સમાઈ જાય છે 😉
* પુરુષવાદી ગણાવાના ડર છતે લખું તો “રૂપ અને બુદ્ધિનો ગુણાકાર અચળ રહે છે”. આથી બન્ને ગોતવા જશો તો ’અમે બધાં’ના વિપિનની જેમ જનાનખાનું ખોલવું પડશે! 🙂
* અને બાપુ, અમે તો લાકડાના લાડુ ખાઈ જોયા છે. કોઈને ન પકડો તો પકડાયા નથી તેનો આનંદ મનાવજો – પંદરમી ગોગસ્ટે
LikeLike
kinjal pandya
January 27, 2013 at 1:33 AM
JV SIR dhyan rakhjo…aa gf nu bhut to tamne atyaryhi j pagal kari ryu 6…awshe pa6i to…..;)
LikeLike
Paresh
November 29, 2019 at 6:30 PM
Hi hi please koi meri girlfriend Bani sake
LikeLike