RSS

કાશ્મીર – peace અને piece : ISI ‘માર્કો’ ચેક કરો !

05 Aug

૨૦૦૪ની સાલમાં મારી પહેલી વિદેશયાત્રા અમેરિકન સરકારના આમંત્રણથી અમેરિકાની (ગુજરાતી મીડિયા માટેની પ્રથમ અને એકમાત્ર એક્સક્લુઝિવ) મીડિયા ટ્રીપ નિમિત્તે થઇ, એ જિંદગીના યાદગાર અનુભવોમાંનો એક રહ્યો છે. અમેરિકા જવું કોઈ ગુજરાતી માટે નવી નવાઈની વાત નથી, પણ યુ.એસ.સ્ટેટ ડીપાર્ટમેન્ટના ગેસ્ટ તરીકે ફરવું અને અનેક જગ્યાએ જવું/મળવું જેમ કે વોશિંગ્ટન પોસ્ટ કે શિકાગો સન ટાઈમ્સના તંત્રીઓ સાથેની મુલાકાત કે કેપિટલ હિલની ખાસ સફર વગેરે – એમાંથી સાંપડેલા મિત્રો અને અનુભવો હજુ ય પ્રાચીન બ્લ્યુ ચીપ સ્ક્રીપની માફક ડિવિડન્ડ આપતા રહે છે. કોઈ વાર એ યુનિક ટ્રીપ વિષે વધુ વિગતે લખવાની ઈચ્છા ખરી..

પણ હમણાં વધુ એક વાર એ સફરની યાદો દિમાગના સળમાંથી સળવળી ઉઠી. તાજેતરમાં સમાચાર ચમક્યા હતા અખબારોમાં કે અમેરિકાની પ્રેસીડેન્ટને પણ ના ગાંઠતી મહાચાલાક જાસુસી સંસ્થા એફ.બી.આઈ.એ અમરિકામાં રહેતા કાશ્મીરી (વાંચો, પાકિસ્તાની) નાગરિક ડૉ.ગુલામ નબી ફાઈની પાકિસ્તાનની (ભારતની દુશ્મન નંબર એક ) સિત્તેર શિયાળ અને સત્તર સાપ ભાંગીને એક પેદા કરી હોય એવી જાસુસી (વાંચો, ત્રાસવાદી) સંસ્થા આઈ.એસ.આઈ.ના એજન્ટ તરીકે ધરપકડ કરી છે. ફાઈ આઈ.એસ.આઈ. પાસેથી નિયમિત ફંડ મેળવીને એના શેતાની ચરખાના મૂળિયા અમેરિકામાં મજબૂત કરતા હોવાનો આરોપ છે. અત્યારે તો અમેરિકન અદાલતે ફાઈને એક લાખ ડોલરના જામીન પર નજરકેદ રહેવાની શરતે છોડ્યા છે. ફાઈ સમર્થકો કહે છે કે દાક્તરબાબુ તો બાપડા ભલાભોળા સમાજસેવક છે. ફાઈની પહોંચ અમેરિકન રાજકારણમાં એવી હતી કે બંને મુખ્ય પક્ષો રીપબ્લીકન અને ડેમોક્રેટિકને ચૂંટણીમાં ૨૦,૦૦૦ ડોલર જેટલું દાન આપી ચુક્યા હોવાના અહેવાલો છે.

આ મેં લીધેલી તસ્વીરમાં જે બોલતા દેખાય છે , એ જ ડૉ. ગુલામ નબી ફાઈ.

એની વે, ફાઈની અંડરગ્રાઉન્ડ એક્ટીવીટી જે હોય તે, ઓવર ધ ગ્રાઉન્ડ એમની એક પ્રવૃત્તિ હતી – અમેરિકામાં કાશ્મીર પીસ કોન્ફરન્સ યોજીને સ્માર્ટલી ( અને કન્ઝીસ્ટંટલી) ભારતવિરોધી પ્રચાર કરવાની. ફાઈ મૂળ કાશ્મીરમાં જ ભણેલા. ૧૯૮૩થી વિદેશવાસી બનેલા. કાશ્મીર પ્રશ્નનું એક (આપણે ત્યાં જેની ખાસ ચર્ચા નથી થતી એ ) અગત્યનું પરિબળ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરને લીધે ૧૯૪૭થી થયેલું જર્મનીની બર્લિન વોલ જેવું પ્રજાનું પરાણે થયેલું વિભાજન છે. ( આ બ્લોગ પર કરવા ધારેલા કામોમાં એક કાશ્મીર પરની લાંબી લેખમાળા છે- પણ હમણાં તો એ શક્ય નથી.) ફાઈ, એને એકદમ વેસ્ટર્ન માઈન્ડસેટને અનુકુળ ઇમોશનલી રજુ કરી માનવ અધિકારના નામે; આવા પ્રાદેશિક વિભાજન બાબતે ઓલરેડી સોફ્ટ સ્ટેન્ડ ધરવતા શિક્ષિત પશ્ચિમી ભદ્રલોક પર ભૂરકી છાંટવાની પ્રવૃત્તિ ‘કાશ્મીરી અમેરિકી કાઉન્સિલ’ના ઓઠાં તળે કરતા રહેતા.

ડૉ. ગુલામ નબી ફાઈનો ત્યારે આપવામાં આવેલો પ્રિન્ટેડ પરિચય.

અમે અમેરિકા હતા ત્યારે સપ્ટેમ્બર ૨૦૦૪માં બુશ બીજી વખત ચૂંટાઈ આવ્યા એ ચૂંટણીના પ્રચાર પડઘમ અંતિમ તબક્કામાં હતા. એ જ વખતે પાટનગર વોશિંગ્ટનમાં વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાતની ચર્ચા વચ્ચે ફાઈની કાશ્મીર પીસ કોન્ફરન્સ હતી. ભારતીય પત્રકારો તરીકે અમને ત્યાં લટાર મરાવવાનું અમેરિકન આઇટીનરી(પ્રવાસની રોજીંદી રૂપરેખા)માં નક્કી થયું. હું તો વળી હજુ એ જ વર્ષના ઉનાળામાં  દોસ્તો સાથે દસેક દિવસનો કાશ્મીર પ્રવાસ ( જયારે ત્રાસવાદની બીકે કોઈ કરતુ નહોતું ત્યારે ) કરીને આવેલો એટલે કાશ્મીરનો તાજેતાજો જાતઅનુભવ. અમારા નેપાળી એસ્કોર્ટ પ્રોફેસર શક્તિ આર્યલ અને બે અમેરિકન અધિકારીઓ સંગાથે અમે ૨૪ સપ્ટેમ્બરની સવારે ત્યાં દાખલ થયા.

આખી કોન્ફરન્સ તો એટેન્ડ કરવાની નહોતી. લંચ સુધી રોકાઈ પછી બીજે જવાનું હતું. ફાઈ અરુંધતી રોયબ્રાન્ડ ભારતીય બૌદ્ધિકોને મફત અમેરિકા પ્રવાસ તગડી સુખસુવિધા સાથે હમણાં સુધી કરાવતા રહ્યા છે. જે વક્રદ્રષ્ટા બુદ્ધિજીવીઓ ત્યાં આ.એસ.આઈની કમ્પોઝ કરેલી ધૂન પર બારબાળાની માફક ફરમાઈશી મુજરો કરી, ભારતનું ભરપુર ‘વાટી’ ને પરત આવતા. મફતમાં અમેરિકા જઈ દેશમાં ‘મોટાભા’ ગણાઇ જવાની એમની લાલચથી અમેરિકન મીડિયામાં પાકિસ્તાનનો ખોટો પક્ષ સાચો ચીતરાઈ જતો. એ દિવસે કોન્ફરન્સમાં એ સમયે બ્રિટનમાં પ્રથમ વખત ચૂંટાયેલા મુસ્લિમ સાંસદ ‘લોર્ડ’ નાઝીર અહેમદનું વ્યાખ્યાન હતું.

સ્પીકર્સ તો ઠીક, ટોપિક વાંચો અહીં ધ્યાનથી 😛

સ્પીકર્સ, ટોપિક સાથે છેડે કાશ્મીરી અમેરિકી કાઉન્સિલનો પરિચય ધ્યાનથી વાંચો. આપણે કાશ્મીર આપણું છે એવો દાવો ઘેરબેઠા કરીએ છીએ, પણ પાકિસ્તાને એના નામનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ય રચી દીધી, અને બિનહરીફ હોઈ એ અધિકૃત પણ બની ગઈ!

કોન્ફરન્સમાં દાખલ થતાંવેંત એનું લિટરેચર પકડાવી દેવાયું. એમાં ટાઈટલ પર જ કાશ્મીરનો જે નકશો દોરવામાં આવેલો એમાં કાશ્મીરને ખંડિત બતાવવામાં આવેલું. એક્ચ્યુલી, ભારત સરકાર જ પ્રજાને મુરખ બનાવે છે, બાકી જગતે તો પાકિસ્તાને પચાવી પાડેલા  ૭૮૦૦૦ ચો કિમીથી વધુ વિસ્તારનું ક્યારનું ય નાહી નાખ્યું છે. આપણે સિમલા કરારમાં એલ.ઓ.સી. કબુલ કરીને બેઠા છીએ, અને એ પીઓકેમાં આપણું ફદીયું ય ઉપજતું ના હોવા છતાં – ટંગડી ઉંચી રાખવા નકશામાં એ પ્રદેશ ભારતમાં છાપીને મૃગજળીયો સંતોષ લઈએ છીએ. પણ ગુલામ નબી ફાઈએ વહેંચેલા સાહિત્યમાં નવો જ ભડાકો હતો. એમાં ભારત પાસે રહેલા કાશ્મીર ( જમ્મુ, શ્રીનગર, ખીણ , લદ્દાખ સહિતનું )ને “IOK’ યાને ઇન્ડિયન ઓક્યુપાઇડ કાશ્મીર તરીકે ખુલ્લેઆમ દર્શાવવામાં આવ્યું હતું!

અંદરનું લખાણ તો એથી ય વધુ ભડકામણું હતું. આખી વાતને સિફતથી ટ્વિસ્ટ કરીને મુકવામાં આવી હતી. કાશ્મીર પર પાકિસ્તાનનો જ અધિકાર હતો, પણ બળજબરીથી મહારાજાને દબાવી ભારત સરકારે એણે અન્યાયથી પચાવી પડ્યું છે, જેમાંથી આપણે POK  કહીએ છીએ, તે વિસ્તાર ‘આઝાદ કાશ્મીર’ છે અને બાકીના ભાગને ભારતની ચુંગાલમાંથી આઝાદ કરાવવાનું બાકી છે! પછી લબાણપૂર્વક ભારતીય સૈન્યે ગુજારેલા અત્યાચારોનું ઢાબાના પંજાબી શાક જેવું, છૂટા હાથે મરચું ભભરાવી; મૂળ સબ્જીનો સ્વાદ ભૂલાઈ જાય એવું મસ્સાલેદાર વર્ણન હતું!

જે મુજબ કાશ્મીરનો ઇતિહાસ એમાં ૧૬મી સદીમાં ઇસ્લામી શાસક યુસુફ કાકે અકબરની તાબેદારી સ્વીકારી- અને મહાન ‘કશ્મીરિયત’ પર દિલ્લીની દખલઅંદાજી પ્રથમ વાર શરુ થઇ! પછી રણજીતસિંહ અને ડોગરા સેનાપતિઓએ ‘હિંદુ/શીખ’ સંસ્કૃતિના ‘આક્રમણો’ કર્યા અને અંગ્રેજોએ કાશ્મીરના મૂળ ઇસ્લામિક શાસકોને દબાવી રાખ્યા એની વાત હતી. સિફતપૂર્વક કાશ્મીરનો છેલ્લા ૪૦૦ વરસ પહેલાનો ઇતિહાસ ગુપચાવી દેવામાં આવ્યો હતો! કલ્હણે ‘રાજતરંગિણી’ લખી કે લલિતાદિત્ય નામનો રાજા ત્યાં હતો એવા કોઈ ઉલ્લેખોનું નામોનિશાન જ નહિ! જાણે એક મૂળભૂત ઇસ્લામિક ‘રાષ્ટ્ર’નો ભારત બળજબરીથી કોળિયો કરવા થનગનતું હોય એવું જ ચિત્ર ઉભું થાય! (કસાબ જેવા કેટલાયનું બ્રેઈનવોશિંગ કેવી રીતે થાય એનો આ સોફિસ્ટિકેટેડ સબૂત!) ગુજરાતી સ્યુડો સેક્યુલરો આવી જ ‘સિલેક્ટીવ’ મેમરી ધરાવતા હોય છે અને ‘સ્થાનિક સત્યવાદી’નો બિલ્લો હૃદય પર ચિપકાવી ફરતા હોવા છતાં આવા હડહડતા જાહેર જૂઠાણાં અંગે કદી કોઈ સ્ટેન્ડ લેતા નથી.

એમાં તો એડવિના સાથેના સંબધોને લીધે કાશ્મીરી પંડિત નેહરુએ તત્કાલીન રાજા હરિસિંહ પર માઉન્ટબેટનની મદદથી દબાણ લાવી કાશ્મીર ‘લખાવી’ લીધું હોવાની પણ વાત હતી! (બાપડા સરદારનો એમાં ય શત્રુવટથી ય ઉલ્લેખ નહોતો!) ‘જનમત’નો હવાલો આપી ઇન્ટરનેશનલ કોમ્યુનીટીને ભારતીય સેનાના ‘ભયાનક’ અત્યાચારો સામે અપીલ કરવામાં આવી હતી. ટૂંકમાં આખો ઇતિહાસ એડિટેડ અને ‘વન-વે’ હતો. ગુજરાતી બનાવટી સેક્યુલરશિરોમણીઓની અદ્દ્લોઅદલ નકલ જેવો ! ( આ સિલેક્ટીવ વન સાઈડેડ મેમરી કેટલી ખતરનાક છે, ને આગળ જતાં કેવું વરવું રૂપ ધારણ કરી લે છે , અને પરોક્ષ રીતે ત્રાસવાદીઓના ‘બળતા’માં કેવું ઘી હોમે છે- એનો આ નમૂનો છે.) કાશ્મીર પીસ કોન્ફરન્સના આ ખોટી અને તટસ્થતાના નામે આઈ.એસ.આઈ.ની સ્ક્રિપ્ટ મુજબ જાણ્યે-અજાણ્યે ભાષણ કરનારા ભારતીય પ્રતિનિધિઓ આ લુચ્ચાઈથી ખદબદતા આપણા દેશમાં એક કહેતા એકવીસ હાજર થાય તેમ છે. કહેવાનો મતલબ એવો નથી કે કાશ્મીરમાં ભારતના પક્ષે બધું જ ધોળું છે, પણ જે કાળું છે એનું પ્રમાણ ઘણું ઓછું છે અને એમાં ય મોટે ભાગે કાળાનો પ્રતિકાર કરવા જતા સફેદાઈ પર લાગેલા ડાઘ છે – એ કોઈ લીલા/ ભગવા રંગે રંગાયા વિનાનું શુદ્ધ રંગહીન સત્ય છે.

કોન્ફરન્સ અમેરિકન ઢબછબ મુજબ એકદમ ઓર્ગેનાઈઝ્ડ અને ડિસિપ્લિન્ડ હતી. તારસ્વરે લાંબાલચ મેલોડ્રામેટિક ક્વોટ્સ ફટકારતા કોઈ ‘માસ્તર’ ઓફ સેરેમની નહોતા. સ્પીકર્સ ઝેર જ ઠાલવતા હતા પણ જાણે પ્રાર્થના કરતા હોય એટલી શાંતિથી. (કહેવાતા હિન્દુવાદી આગેવાનો સતત ટેન્શનમાં લાલઘૂમ થઈને જ કાશ્મીર અંગે મીડિયા સામે બોલવા આવે, એટલે દુનિયાને દેખીતી ચીડ ચડે એવી ચીસાચીસ કરવા લાગે છે. આ મામલે પાકિસ્તાની રાજદ્વારીઓ વધુ સ્વસ્થ હોય છે, એવું અંગત નિરીક્ષણ છે) વક્તાઓ સસ્મિત , પૂરી સ્વસ્થતા સાથે વિવેકી ભાષામાં મુદ્દાસર રજૂઆત કરતા હતા. કોઈ જ ઈમોશનલ રીલિજીયસ ડ્રામાના કલર વિના. નિયત મિનિટોમાં સ્પીચ પૂરી થઇ જતી હતી. અમેરિકાના અધિકારીઓ ઉપરાંત કેટલાક મહત્વના મીડિયાપર્સન્સ પણ હતા જે ટૂંકો ડાયલોગ કરતા હતા. અન્ડરપ્લેથી પોલીટીકલ ગ્રાઉન્ડ બનવવાના જ દેખીતા પ્રયાસો હતા.

પણ સાચી હકીકતોની જાણકારીને લીધે આ વન-વે બોમ્બાર્ડિંગથી હું કંટાળ્યો. અન્ય સાથી પત્રકારમિત્રો તો કાબેલ હતા એટલે પગ મૂકતાવેંત જ આ તાશીરો કેવો પોલમપોલ છે, એ પારખી ગયા હતા. અને ક્યારના ય ‘પગ મોકળો’ કરવાના બહાને એ રમણીય બિલ્ડીંગમાં આમતેમ ટહેલતા હતા. હું બેસીને કંટાળ્યો એટલે ‘હલ્કા હોને કે લિયે’ બહાર નીકળ્યો. એક યુવાન અમેરિકન ડિપ્લોમેટ સાથે પછી વાતોએ વળગ્યો. એમના સાથીદાર પાક્કા અધિકારી હતા એટલે ઔપચારિક હા-હોંકારા સિવાય ખાસ સ્પષ્ટ વાત કરતા નહોતા. પણ ભારતથી ખાસ પરિચિત નહિ, એવા આ યુવાને કેટલીક પેટછૂટી વાત કરી નાખી.

એમના ઉચ્ચ અધિકારીઓને બે અણુસત્તા (ભારત-પાક) વચ્ચેના આ સમાધાનિયા ‘ઉકેલ’માં રસ હતો. પણ એ યુવાને મને ત્યારે જ કહ્યું કે “અહીં (રાજધાનીમાં) કેટલાક લોકોને નાઈન-ઈલેવન પછી આ કોન્ફરન્સના આયોજકો પર શક છે અને નજર રાખે છે.” પાકિસ્તાનની ચાલાકી જુઓ. ૯/૧૧ પછી લાજવાને બદલે ભવિષ્યમાં આવી ઘટના ના બને અને ‘કાયમી’ શાંતિ સ્થપાય એ માટે કાશ્મીર મુદ્દે ૨૦૦૨થી જ અમેરિકામાં એણે ગાજવાનું શરુ કરી દીધું હતું! સેન્સેટિવ બનેલું અમેરિકા જે થોડું વધુ ઢળે તે !

હું પાછો ફર્યો ત્યારે સાથી મિત્રપત્રકારોએ (કાશ્મીર અંગેના મારા ‘ગનાન’ ને લીધે) મને સવાલ પૂછવા જણાવ્યું. મેં અંગ્રેજીમાં ત્રણ સવાલો લખી , કો-ઓર્ડીનેટરને કાર્ડ પર આપ્યા. એ જ હતા ડૉ. ફાઈ! (એ પરિચય મને ય ત્યાં પાછળથી થયો ) બ્રિટીશ સંસદ નઝીરભાઈ  ઉત્તમ અંગ્રેજીમાં લઘુમતીઓ સાથે થતા અન્યાય અંગે કશીક ચર્ચા કરતા હતા, એમની સાથે.

મારા ત્રણ સવાલ કંઇક આવા હતા :

૧ > કાશ્મીરમાં ભારતીય સેનાની જોરતલબીની ચર્ચા થાય છે. પણ એ સેના કંઈ થોડી શોખથી ત્યાં ગઈ છે? સેના મોકલવી પડે એવા હિંસક ઉધામાઓ ત્યાં કેવા અને કેટલા થયા એ અંગે કેમ કોઈ બોલતું નથી? એ ઘટનાઓ બાદ કરીને ફક્ત લશ્કરના ‘રી-એક્શન’ અંગે જ કેમ વાતો કરી તેને વખોડવામાં આવે છે?

૨> કાશ્મીરી પંડિતોની સાથે જે અત્યાચાર થયા, એમને બેઘર કરાયા, ધાર્મિક ઉન્માદમાં એમની સાથે હિંસા-હત્યા-લૂંટફાટ થઇ, એ અંગે કેમ સદંતર ખામોશી છે? એ વાતોનો કેમ કશે પ્રિન્ટેડ સાહિત્યમાં પણ ઉલ્લેખ સુધ્ધાં નથી?

૩> ‘આઝાદ’ કાશ્મીરમાંથી મોટે ભાગે (કારગીલમાં વેશપલટો કરી આવેલા તેમ) સશસ્ત્ર ત્રાસવાદીઓ આવે છે, તો અહીં અમેરિકાને બદલે ત્યાં કેમ સ્થાનિક સ્તરે આ ‘શાંતિપાઠ’ (મતલબ, પીસ કોન્ફરન્સ) કરવામાં નથી આવતો ?

આમાંથી સવાલ નંબર બે લેવાયો. “કાશ્મીરી પંડિતો પણ કાશ્મીરના હમવતની છે, આઝાદી એમના માટે પણ છે. એમને જરૂરથી અમે બોલાવીએ – પણ આવતા નથી. આ લોકશાહી જનમતની માંગ કાશ્મીરીઓ માટે છે, કોઈ મુસ્લિમોની જ નથી.” એવા મતલબનો ટૂંકો જવાબ વિનયથી અપાયો. એમાં સૌજન્ય ભારોભાર હતું. પરંતુ, સત્ય કેટલું હતું એ આપ બધા રીડરબિરાદરો જાણો જ છો. મેં ડિબેટ કરવા આદતવશ મોં તો ખોલ્યું, પણ આવી ચર્ચામાં ફેસબુક પર પણ થાય એમ – ‘મુકો ને માથાકૂટ..શાંતિ રાખોને..શું ચર્ચા લંબાવો છો..હશે, હવે લપ બંધ કરો ને’ પ્રકારના સંકેતો આંખોથી આપી અમારા વડીલ એસ્કોર્ટશ્રીએ મને રોકી દીધો. બે દિવસ પહેલા જ એમની સાથે હોટેલમાં એક મુદ્દે મારી આદતવશ મેં તળિયાઝાટક ચર્ચા કરી હતી, એટલે હું દલીલો શરુ કરીશ તો બધાને નાહક પકાવીશ એવી એમને વાજબી ધાસ્તી હતી! એ કહેતા “જય , યુ નો યોર પ્રોબ્લેમ? યુ નો બિટ ટુ મચ. અધર્સ આર નોટ રેડી ફોર ધેટ. સો યુ હેવ ટુ કંટ્રોલ..”

થોડી વારમાં લંચ બ્રેક એનાઉન્સ થયો. અહીં ડૉ. ફાઈ મને પર્સનલી મળ્યા. હવે તો ફિલ્મોમાં ય બાઘડા જેવા ત્રાસવાદીઓ બતાવવામાં નથી આવતા. ડૉ. ફાઈ ધીમા અવાજે બોલતા, મંદ મંદ સ્મિત કરતા ગરવા જેન્ટલમેન વડીલ જ લાગતા હતા. હું મૂળ વેજ-નોનવેજ ફૂડ બાબતે મૂંઝાયેલો હતો. હજુ અમેરિકા મારા માટે નવું નવું હતું. ટગર ટગર તાકીને વાનગીનો અંદાજ મેળવતો હતો, હતો ત્યાં ઉષ્માપૂર્વક ડૉ. ફાઈ મારી બાજુમાં આવ્યા. ખાલિસ ઉર્દૂ મિશ્રિત હિન્દીમાં એમણે વાત ચાલુ કરી. ‘યે (અમેરિકન) લોગ નહિ જાનતે, મગર હમ જાનતે હૈ ના , આપ કો તકલીફ કૈસી હોતી હોગી..તહઝીબ ઔર મઝહબી પાબંદી (શાકાહારી હોવાની) ક્યા હોતી હૈ, હમ તો આપસ મેં સમજ સકતે હૈ, ઇન લોગો કો ક્યા માલુમ..” એ મતલબનું બોલી ને હસ્યા.

પછી મારા પંડિતોવાળા સવાલની વાત સામેથી છેડી.(કદાચ એને લીધે જ મારી નજીક આવ્યા હશે) ‘દેખિયે, હમ તો અહેતીયાત બરતના ચાહતે હૈ ઉનકે લિયે ભી..મગર જબ આપ કિ ઇન્ડિયન ગવર્નમેન્ટ હી ઉનકો તબ્જ્જો નહિ દેતી, તો હમ યહાં કૈસે તય કરે કિ કિસકો બુલાયા જાયે. હમે કમ માલુમાત હૈ જરા ઉનકે બારેમે. હિન્દુસ્તાનમેં ભી કમ છપતા હૈ. મગર વો હમારે હી હૈ’ – ચાબખો એમણે સટાકેદાર ફટકાર્યો હતો. પણ શું થાય – વાત તો સાચી હતી એટલે ખમી લેવો પડ્યો.

લંડનના સંસદ લોર્ડ નાઝીર અહેમદ સાથે મારી તસ્વીર

પછી બીજા દોસ્તો પણ જોડાયા. લંડનના પેલા હસમુખા અને મિલનસાર લોર્ડ અહેમદ સાથે ડૉ.ફાઈએ ગુજરાતી પત્રકારોની પ્રેમપૂર્વક ઓળખાણ કરાવી. (અમરીકન રાજદ્વારીઓને પણ અવગણી એ અમારી પાસે આવી ગયા હતા). હું તાજો જ કાશ્મીર ફરી આવેલો, એ વાત સાંભળી ડૉ.ફાઈ ભાવવિભોર થઇ ગયા. કાશ્મીરની ખૂબસુરતી અને લોકોના મેં વખાણ કર્યા, એટલે એમના અવાજમાં ભીનાશ આવી. એમને મને કાર્ડ આપી કહ્યું કે “તમે પણ અહીં બોલવા આવી શકો હવેના વર્ષોમાં..તમે તો જોયું છે ને અમારું દર્દ…એક પત્રકાર તરીકે તમે ભારતમાં અમારા અહીં વર્ષોથી ચાલતા પ્રયાસો વિષે અવામને જાગૃત કરો..સરકારની માહિતી ખોટી છે, મટીરીઅલ હું આપું..” મેં કહ્યું, “ચોક્કસ બોલું, પણ હું તો મારી સ્પીચ જાતે જ તૈયાર કરું. અને હું ફિલ્ડનો પત્રકાર નથી, પણ નિરીક્ષણો – તારણો મુકતો કટારલેખક છું. કાશ્મીર પર મેં કોઈની બ્રીફ પકડ્યા વિના જે મને સાચું લાગ્યું એ લખ્યું જ છે. પણ બધાને પોતાને મનગમતું અર્ધસત્ય(half truth) સાંભળવું હોય છે, હિન્દુઓને પણ, મુસ્લિમોને પણ. એટલે પૂર્ણસત્ય (whole truth)કહેનારો હું એમાં બહુ ફિટ નથી થતો.”

કોન્ફરન્સ ભલે વન વે હોય, હું દુનિયાને વન વે નથી જોતો. એટલે મેં જે બન્યું એ જ તટસ્થભાવે યાદ કરીને લખ્યું છે. ડૉ. ફાઈ અંગેનું નીર-ક્ષીર સત્ય હવે એફ.બી.આઈ.કહેશે. પણ કાશ્મીર માટેનો એમનો સોફ્ટ કોર્નર એમની તગતગતી આંખોમાં મેં જોયો હતો. એમાં વતનપ્રેમ તો હતો જ. મેં કહ્યું તેમ , એ એકદમ સોફ્ટ સ્પોકન ભદ્ર સીનિઅર ડોક્ટર (કે જે લાયન્સ –રોટરીની મીટીંગમાં જોવા મળે)નું જ વ્યક્તિત્વ રજુ કરતા હતા. કાશ્મીર ફરી જવાની એમની તડપ ઉડીને આંખે વળગે તેવી હતી. (પાક્કું યાદ નથી, પણ ભારત એમને વિઝા આપતું નહોતું – એવી કંઇક વાત હતી અને હવે અહેવાલોમાં છપાયું છે કે એ આઈ.એસ.આઈ.ની મિટીંગો માટે પાકિસ્તાન વારંવાર જતા !)

લંચ પછી દેખીતી ભારતવિરોધી કોન્ફરન્સમાંથી અમે હાશકારા સાથે બહાર આવ્યા. એટલા વરસ પહેલા પણ મને એ જ વિચાર આવેલો કે ISI જગતકાજી ગણાતા દેશોમાં (ત્યાં યુરોપિયન યુનિયનમાં એ વખતે કાશ્મીરી અમેરિકી કાઉન્સિલે કરેલી પહેલનું ફરફરિયું અપાયેલું..જેનો એક ટુકડો અહીં સ્કેન કરી મુક્યો છે) એમના તરીકા મુજબ સ્ટ્રોંગ પાકિસ્તાનતરફી લોબીઈંગ કરે છે. કાશ્મીરના નામે એ સંસ્થાઓ ચલાવે છે, એન.જી.ઓ. તરીકે વર્ષોથી  વિદેશમાં મનફાવતો ટ્વિસ્ટ આપી પ્રચાર કરે છે , અને આપણે કૌભાંડો કરતા; સરકારી નિવેદનો સિવાય  ઘોરતા રહીએ છીએ. અમેરિકા સાથે પાકિસ્તાને ઘરોબો કેવી રીતે વર્ષોથી કેળવ્યો છે, એનું એક આ સેમ્પલ છે. માનવ અધિકારના નામે બૌદ્ધિકોનું કેવું સાવ એકાંગી વાતોથી ઈમોશનલ બ્લેકમેઈલીંગ કેવા ખતરનાક તત્વોના ઈશારે થતું હોય છે, એનું આ એક (એકમાત્ર નહિ!) દ્રષ્ટાંત છે.

એ વખતે યુરોપમાં પણ કેવો સિફતપૂર્વક કાશ્મીર પ્રશ્ને આઈ.એસ.આઈ. પ્રેરિત સંસ્થાએ પગપેસરો કર્યો હતો, એની તત્કાલીન પ્રેસ્ રિલીઝની ઝલક

અહીં ગુરૂઓ મંચ પર કુદકા મારી પશ્ચિમને ભાંડવામાંથી નવરા નથી થતા. ધર્મપ્રસાર કરવા ત્યાં જાય છે, પણ આવી કશી બાબતો પર ધન કે ધ્યાન કશું આપતા નથી. રાષ્ટ્રપ્રેમના નામે ઘરના ભુવા ને ઘરના ડાકલા જેવા નર્યા સંમેલનો કર્યા કરે છે, પણ રાજદ્વારી સ્તરે ભારત દેશની અસર વધે એ દિશામાં બધાને સાથે લઇ કામ કરવાનું વિઝન જ નથી. ડફોળ હિન્દુવાદીઓ હિન્દી ફીલ્મોના મુસ્લિમ એક્ટર્સને નાહક ભાંડ્યા કરતા, સાવ ખોટ્ટા મામુલી મુદ્દાઓ ‘બ્લાઈન્ડ બાયસ’થી ચગાવીને દેશભક્તિનો સંતોષ લે છે. ડોલર કમાવા ગયેલા શ્રીમંત ભારતીયોમાં કોની ત્યાં પૈસા ખર્ચી, ત્યાંના રાજકારણમાં કાશ્મીર પ્રશ્ને ભારતની ઇન્ફલ્યુન્સ વધે તેવી પ્રવૃત્તિ (જેમ કે વિસ્થાપિત પંડિતો માટે ન્યાયની ગુહાર)– ત્યાં  માફક આવે એવા બીબામાં કરવાની તૈયારી હોય છે? ભલે ને, પ્રેસિડેન્ટ ડીનરમાં ફાળો આપીને બો ટાઈ ચડાવી પહોંચી જાય! ફિલ્મસ્ટારોને નચાવવા માટે બોલાવશે, પણ ભારતના પક્ષે બોલવા માટે નહિ! (તો રાઈટરોની વાત જ શું કરવી?)

પૂરું કરતા પહેલા, આ પોસ્ટ એક નાનકડું ઉદાહરણ છે કે કેટલાક અર્ધદગ્ધો માને છે એમ હું કોઈ એકાંગી પૂર્વગ્રહથી અમુકતમુક સ્ટેન્ડ નથી લેતો. ઓફીસના ખર્ચે ટાઈમ-ન્યુઝવીક વાંચીને દુનિયા અંગેનું ગોખેલું રેડીમેઈડ જ્ઞાન ફેંકવાવાળા લેખકોની જમાતમાં પ્લીઝ મને ના મુકશો. મેં ઘણું અંદર ઊંડા ઉતરીને નજીકથી જોયું છે અને ભૂતકાળમા જ જીવ્યા કરવાના પલાયનવાદી શોખને બદલે ઠેકઠેકાણે આવા શબ્દશ: ‘જીવંત’ નોલેજ સોર્સ પામ્યો છું. ગુજરાતના થોડા ભોળા અને ઘણા બદમાશ સેક્યુલારીસ્ટોને મેં એમના દંભ બદલ પડકાર્યા હોય, તો એમાં રઝળપાટના અંતે લાધેલા આવા કંઇક અનુભવસિદ્ધ સત્યો અને સતત આગળનું  બીજાને ના દેખાય એવું પારખતા રહેવાની વિકસતી વિચારશીલતા છે – દ્વેષ કે નફરત નહિ.

આ જ ૨૦૦૪ની યાત્રામાં પછીથી શિકાગોના દેવોન વિસ્તારમાં કેટલા ઉમળકાથી સામે ચાલીને અચાનક જ ભારત-પાકિસ્તાનના ગુજરાતી બોલતા મુસ્લિમ મિત્રો મળ્યા હતા, એની સ્મૃતિ અત્યારે ય મારી આંખ સામે તરવરે છે. વર્ષો પછી ઘેર આવેલા દીકરાની પેઠે એ બધાએ જમાડ્યા હતા ને જલસાથી ફેરવીને સાથે મળી ભાવભીની વિદાય આપી હતી. ત્યારે ત્યાં ભારત-પાકિસ્તાન-હિંદુ-મુસ્લિમ જેવા કોઈ ભેદ વિના નર્યા પ્રેમનો જ અભિષેક થયેલો! એ ય અનાયાસ…ગુજરાત રમખાણો/ગોધરાકાંડવાળા ઝખ્મો હજુ તાજા હોવા છતાં..એવો જ સુખદ અનુભવ મારો કાશ્મીરમાં છે,

પણ, વાત છે ISIની ! જેની  કાશ્મીર peace (પીસ = શાંતિ) કોન્ફરન્સ તો કાશ્મીર  piece (પીસ = ટૂકડા) કોન્ફરન્સ જ હતી..! ૨૦૦૪માં પરત આવી મેં આ ઉલ્લેખ કરેલો. જે-તે જવાબદારોને લખેલું. પણ અહીં કોણ આવી વાતો ને ગંભીરતાથી લે છે? (સિવાય કે બ્રેઇનવોશ થતા ધર્માંધો!) અંતે છેક ૨૦૧૧માં આ ભોપાળું બહાર આવ્યું!

ને હજુ ય એને કોણ ગંભીરતાથી લે છે?

 
35 Comments

Posted by on August 5, 2011 in history, india, personal, travel

 

35 responses to “કાશ્મીર – peace અને piece : ISI ‘માર્કો’ ચેક કરો !

 1. Kunal Dhami

  August 5, 2011 at 3:30 PM

  Another fantastic and well articulated post. Dude, cant u teach our policy makers?

  Like

   
 2. Bhavin Badiyani

  August 5, 2011 at 3:57 PM

  Spasht, Muddasar, Sa-aadhaar. 🙂

  Like

   
 3. Nayan Tarasaria

  August 5, 2011 at 4:00 PM

  Excellent article , IN depth study , first hand knowldge ….

  Like

   
 4. Kaushik Purani

  August 5, 2011 at 4:27 PM

  very much excellent..!!!!!!!!!!

  Like

   
 5. Amit Andharia

  August 5, 2011 at 4:29 PM

  ને હજુ ય એને કોણ ગંભીરતાથી લે છે? 😛 sadness while laughing…

  મેં, ડિબેટ કરવા આદતવશ મોં તો ખોલ્યું, પણ આવી ચર્ચામાં ફેસબુક પર પણ થાય એમ – ‘મુકો ને માથાકૂટ..શાંતિ રાખોને..શું ચર્ચા લંબાવો છો..હશે, હવે લપ બંધ કરો ને’ પ્રકારના સંકેતો આંખોથી આપી અમારા વડીલ એસ્કોર્ટશ્રીએ મને રોકી દીધો. બે દિવસ પહેલા જ એમની સાથે હોટેલમાં એક મુદ્દે મારી આદતવશ મેં તળિયાઝાટક ચર્ચા કરી હતી, એટલે હું દલીલો શરુ કરીશ તો બધાને નાહક પકાવીશ એવી એમને વાજબી ધાસ્તી હતી! એ કહેતા “જય , યુ નો યોર પ્રોબ્લેમ? યુ નો બિટ ટુ મચ. અધર્સ આર નોટ રેડી ફોર ધેટ. સો યુ હેવ ટુ કંટ્રોલ..”

  thanks for sharing… 🙂

  but the interesting thing is when its being said ‘મુકો ને માથાકૂટ..શાંતિ રાખોને..શું ચર્ચા લંબાવો છો..હશે, હવે લપ બંધ કરો ને’ jo CHUP REHVA thi SHANTI MALI REHTI HOI TO a LOKO NE TARKVALI (ek tarafi :P) CHARCHA KARVA NI JAROOR KEM PADI, POTE J SACHA CHE AVU KEM GA-GA KARE CHE? just to show off! 😉 😛
  ek to aapna j aapanane JYA EK TARFI THAI RAHYU CHE TYA BOLTA KEM ATKAVE CHE, bhale apne sakshibhave j anubhavyu hoi pan ek pakshiy a to khotu j che ne? 😛 ane jem hamesha thi thatu avyu che tem, tame chup raho atle tame nabla cho avu mani lai ne j kem a loko hamesha ni jem j mann fave tem potana thi thai atlu kashmir kare jai che? ane aapna paisa banavava ma expert ava politicians policy banava ma kem expert nathi? 😦

  અધર્સ આર નોટ રેડી ફોર ધેટ…. ane aa to hadd j che, yaar… 😛
  a loko tayar nathi atle shu?
  kyare ready hoi che koi? jya sudhi tame tamrai vaat dhamako (shabdo no ho 🙂 ) kari ne na sambhlavo tya sudhi a loko ne kaan bandh j rakhva che… 😀

  Like

   
 6. dilipbarad

  August 5, 2011 at 4:50 PM

  It is informative blog. Thanks for sharing this experience.

  Like

   
 7. Nishant Patil

  August 5, 2011 at 4:54 PM

  ભારતના લોકોની સમસ્યા એ છે કે બધા પોતાની જ ચલાવે છે, બીજાઓ શું કહે છે શું વિચારે છે એના પર નજર સુદ્ધાં નથી ફેરવતા, આ હતી મોટા સ્તરે વિચાર કરવાવાળાઓની, જેઓ ખરેખર તો દેખાડો કરે છે.

  હવે ભારતના વચલા સ્તરવાળાઓની(middle category) વાત, તેઓ પોતાના સંબંધો ને સાચવવા માંથી જ ઉંચા નથી આવતા ને પોતાની જાત ને એમના પોતાના સમાજમાં બતાવવા કે મેં મારા કુટુંબને કેવી રીતે સંભાળ્યું છે કેટકેટલી તકલીફોમાં(ઉદાહરણ છે, આવી તો કેટલી બધી વાતો છે), આ બધા માંથી ઉંચા નથી આવતા તો આવી બધી સમસ્યાઓના સામુહિક નીવાકરણની વાત તો એમને ખબર પણ નથી હોતી, અરે સમસ્યા જ ખબર નથી હોતી.

  Like

   
 8. Envy

  August 5, 2011 at 5:51 PM

  JV, kudos for another mind opening article.
  The so called pseudo secular do not have insight,intentions to learn,listen or study such problems in detail. They have old mind like their old hobbies (which is not wrong, though) which holds their mind in old times only.

  Like

   
 9. warimona

  August 5, 2011 at 6:10 PM

  it’s quite different very good BRAVO..

  Like

   
 10. sunilvora

  August 5, 2011 at 6:15 PM

  Simply Supeb

  Like

   
 11. Dipak

  August 5, 2011 at 6:16 PM

  nice article

  Like

   
 12. hirals

  August 5, 2011 at 7:32 PM

  ખુલ્લામને અને તટસ્થતાથી, સંવેદનશીલ, પીડાદાયક વિષય પર પોતાનો અનુભવ, વિચારો પ્રમાણિકતાથી રજુ કરવા માટે ઘણું આત્મિક બળ અને હિંમત
  જોઈએ.
  તમારા લેખથી જો કોઈ રાજકીય કે ધાર્મિક નેતાને પ્રેરણા મળે અને યોગ્ય કાર્યો , યોગ્ય દિશામાં કરીને કોઈક રીતે આ પ્રશ્નનું નિરાકરણ થાય એવી જ ઈશ્વરને પ્રાર્થના.
  તમારી પેન અને તમારા વિચારો હંમેશા સાચી દિશામાં વધુને વધુ ગતિમાન બનો એ જ અભ્યર્થના.

  Like

   
  • Amit Andharia

   August 5, 2011 at 8:24 PM

   AMEN! 🙂

   Like

    
 13. gaurang patadia

  August 5, 2011 at 8:34 PM

  Hi JV,

  As usual once again very thought provoking article and after reading this I am feeling helpless and thinking why we bloody indians are not playing smart games like pakistan. WE have another problem already waiting and that is CHINA. They are more dengerous then pakistan.

  Can you write one more article on indo – china problem so that we can understand china problem as well.

  I am eagerly waiting for your kashmir articles now.

  I enjoyed your article on Babri masjid a well researched one.

  Thanks

  Gaurang

  Like

   
 14. keval jani

  August 5, 2011 at 8:44 PM

  vah vah …. afreen … gha nai to ghasarko , padi ne to avya … 🙂

  …….. kadach tamara karta e commander na atma nu lohi vadhare ukaltu hashe k jene 1971 vakhte pakistan na ‘piece’ kari nakhva no mega project banayo to pan haramkhor gov na lidhe kadi execute na thayo… kaaaaaaaaaash e successful hot to aje picture ghanu sunehru hot…

  tame and safari jevi public akha gam karata vadhare jano / samjo / vicharo 6o … pan e bahera kan e athaday 6 …

  u r INDIAN ….:)

  Like

   
 15. miteshpathak

  August 5, 2011 at 10:25 PM

  Daer Jaybhai, Very informative and eye opener article. Thanks for sharing. Few years ago, I came across one article / book (i can’t recollect) on diplomatic community. In Pakistan, while recruting diplomatic / foreign services officers, they check the overall family background including welath and properties. They only recruit such persons who have actually seen aristrocratic lifestyle. Then training and everything comes in to picture. Unlike them, we have very few examples like J N Dikshit or Mr. Pant. So such background makes difference in diplomatic circles for lobbying their view point. In our case, such diplomatic communities are more interested in any other self centered matters other than national interest.

  – Mitesh Pathak

  Like

   
 16. pinal

  August 5, 2011 at 10:34 PM

  rahul boze na judava bhai jeva lago chho.

  Like

   
 17. miteshpathak

  August 5, 2011 at 10:36 PM

  Dear Jaybhai, Very good & informative article. Eye opener too. Some times back, I came across an article/book (i can’t recollect) on diplomatic community. In Pakistan, while recruting diplomatic officers, they check their lifestyle, financial background etc. (mostly landloards). So the aristrocratic lifestyle + intensive training is one of the reason for best breed of diplomats. Where as in our country, it is the topper of Civil services (not to forget % reservations) Such diplomats just interested in self centered selfish activities. There are very few notable indian diplomats like J N Dixit or G Parthsarthy, who were respected too. Lifestyle, conviction and one strong policy give them the ground to build a lobby around them. Which is missing in our case.

  Regards,
  Mitesh Pathak

  Like

   
 18. jainesh

  August 5, 2011 at 11:39 PM

  જય જે પ્રજા ને જમ્મુ કશ્મીર નો અર્થ પણ ખબર નથી તે લોકો ને તે જોઈયે છે! પણ અપના દેશ ની વાત કરીએ તો કેટ કેટલાક વીર સપૂતો ના બલિદાન નિજ નથી પડી તો પછી એ લોકો ની પાસે થી અપને આશા તો નાજ રખાયે ને! જોઈએ કયાં સુધી આ બધું ચાલે છે?

  Like

   
 19. Capt. Narendra

  August 5, 2011 at 11:49 PM

  You have given an excellent exposé of Kashmiri separatists, born, nurtured and educated at Indian Taxpayers’ expense. How treacherous they turn out to be is for every one to see. Only, the power that be cannot see this and is still protecting and paying for their lavish living in Kashmir. Recently I read Bashrat Peer’s book “A Curfewed Night’. He has cast himself into the same mould as Dr. Fai the moment he obtained US citizenship. He has unashamedly declared that Yasin Malik was paying Rs.1000 per month to ex-terrorists who had escaped to POK, returned covertly and were could not openly seek employment.

  As a new subscriber to your blog, I keenly look forward to reading your Kashmir series. Well done, and keep it up!

  Like

   
 20. Capt. Narendra

  August 5, 2011 at 11:51 PM

  JV, please correct the last but-one sentence of the first para and delete the word ‘were’ before ‘could’. Thanks.

  Like

   
 21. Ashok Patel

  August 5, 2011 at 11:56 PM

  Jay,
  Very nice article!
  I just have one comment. I have noticed this many times in yours and other articles too that you never say specific names of the psuedo-secularists in Gujarat. You do give specific names of the psuedo-secularists and rather traitors from outside Gujarat. Teesta Setalwaad and Mallika Sarabhai are of course very ill-famed. But there are many other such pseudo-secularists traitors are around in Gujarat. My question is, why don’t you give their specific names in your articles? I think people must know who the traitors are among us.
  Ashok

  Like

   
  • Paresh

   August 8, 2011 at 4:34 AM

   Ashokbhai,
   I don’t know why Jaybhai didn’t mentioned the specific names. But let me mention a few of them who are quite clearly pseudo-secularists and rather traitor in your words. Firstly, Prakash N Shah is one of the biggest of this goons. Urvish Kothari (the guy who thinks Ishrat Jahan (and of course all others!)’s encounter was ‘fake’, although even Richard Hedley has informed the NIA of the USA that Ishrat Jahan was a terrorist! Kothari also thinks that A Wednesday, the movie, was very bad because it would make the majority more prejudiced against the minority community!!! Just to give you a very few examples). Madhusudan Mistry from Sabarkantha, the guy who is actively doing Chritian conversions in the Aadivaasi belt. Thankfully, he was lost in the last election. But you never know when these goons come up elsewhere. Mukul Sinha, the lawyer of Teesta Setalwaad – do I need to tell you more? There are a few others too. Let’s spread awareness among us about these goons.
   Paresh

   Like

    
 22. Minal

  August 6, 2011 at 1:35 AM

  Excellent and eye opening post with feeling sadness/anger on part of Indian diplomacy related to Kashmir issue.
  જુઠ ને વારંવાર દોહરાવાથી એ સત્ય બની જતું હોય છે.

  Like

   
 23. Salil Dalal (Toronto)

  August 6, 2011 at 8:00 AM

  Very informative memoir, Jay. Liked it.

  Like

   
 24. Mitulkumar Patel

  August 6, 2011 at 2:31 PM

  જય ભાઈ,
  એકદમ સચોટ અને મુદ્દાસર આર્ટિકલ થેંક્સ ફોર સેરિંગ, પરંતુ મારા ખ્યાલ મુજબ કાશ્મીર સમસ્યા ના ઉકેલ માટે સૌ પ્રથમ તો આપણી ભારત સરકાર જ જવાબદાર છે. કેમકે ભારત સરકારે જ કાશ્મીર ને રાજકારણ નો અખાડો બનાવી દીધો છે. જુઓ ને ૧૯૪૭ માં જ્યારે રઝાકારો એ કાશ્મીર પર આક્રમણ કર્યું હતું ત્યારે આપણાં જવાનો એ જાન ની કિમતે એને ફક્ત બચાવ્યું જ નહીં જો ફક્ત ૨ દિવસ માટે એ યુધ્ધ વધુ ચાલવા દીધું હોટ તો આજે POK જેવુ કાઇ હોત નહીં, પણ આપણાં એ સમય ના તત્કાલીન વડાપ્રધાન શ્રી ‘ જવાહરલાલ નહરૂ ’ ( જે પોતે જ કાશ્મીરી પંડીત છે ) એ આખા બનાવ ને યુ.નો. માં લઈ જય આખી જીતેલી બાજી ના ફક્ત બગાડી પરંતુ એને રાજકારણ નો અખાડો પણ બનાવી દીધો.

  ત્યાર બાદ ભારત – પાકિસ્તાન યુધ્ધ વર્ષ ૧૯૬૫ વખતે પણ તત્કાલીન વડાપ્રધાન શ્રી ‘ લાલ બહાદૂર શાસ્ત્રી ’ એ પણ એજ ભૂલ દોહરાવી. અરે એ લોકો ને યુધ્ધ નું ગણીત પણ ખબર છે કે કેમ એ જ એક સવાલ છે ? યુધ્ધ વિરામ જો સામે વાળો પક્ષ કરે તો આપણે જીતેલા ગણાઇએ અને જો જીતા વોહી સિકંદર. એ વખતે એમને જો તાશકંદ કરાર વખતે આખું કાશ્મીર માંગી લીધું હોત તો વાર્તા ત્યારે પણ સમાપ્ત થઈ ગઈ હોત, પણ ના કર્યું અને ઉપર થી પોતાની જાન પણ ગુમાવી. શું થાય આવા ઢીલા પોચા નેતા ઑ જ ભારત ને મળ્યા કરતાં હોય એ જ આપનું બદનસીબ છે.

  ત્યાર બાદ યુધ્ધ – ૧૯૭૧ વખતે આપના સૈન્ય પાસે પાકિસ્તાન ના ૧,૦૦,૦૦૦ સૈનિકો યુધ્ધ કૈદી તરીકે હતા અને આપનું ભારતીય સૈન્ય લાહોર ની ભાગોળે હતું ત્યારે પાકિસ્તાને સફેદ વાવટો ફરકાવ્યું ઑ.કે. વાંધો નહીં, પણ આપના એ સમય ના અને કદાચ સૌથી ખરાબ રાજકારણી વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી એ સિમલા કરાર માં શું કર્યું ૧. બધા યુધ્ધ કૈદી છોડી મૂક્યા ૨. બાંગલાદેશ નામનો નવો શત્રુ ઊભો કર્યો. ૩. આપણાં એ સમયે લગભગ ( નોટ ઓફિસિયલ / ઓર ઓફિસિયલ ) હું જાણતો નથી એવા ૭૧ ભારતીય જવાનો જે યુધ્ધ કૈદી તરીકે પાકિસ્તાને પકડેલા તેમની કોઈ વાત જ ના કરી.

  ગૂડ ઇન્દિરા ગાંધી તમે પણ કાશ્મીરી બાપ ની જ ઔલાદ છો પછી પણ ૧,૦૦,૦૦૦ સૈન્ય અને લાહોર ની ભાગોળે બેઠેલી ભારતીય મિલેટરી ની કાંઇ કદર જ ના કરી. થેંક્યું અ લોટ, ફોર યોર ઈડીયત ડીસિસન ….

  ત્યારબાદ અટલ બિહારી વાજપાઈ ના વખતે કારગીલ યુધ્ધ થયું અને એમને પણ ઇતિહાસ પાછો દોહરાવ્યો… અરે આમની પાસે તો આખા વિશ્વ નું સમર્થન પણ હતું તો પણ LOC ના ક્રોસ કરી તે ના જ કરી. અને પછી એની ઉપર થી બોલિવૂડ મૂવીઝ બન્યા અને વળી એ પણ હિત ગયા. ઓહો જેને હિત થવું જોઈતું હતું તે ફ્લોપ ગયું અને બીજું બધુ હિત. વળી વાજપાઈ પાસે તો બીજી વખત પણ મોકો આવ્યો જ્યારે પાર્લામેન્ટ ઉપર ત્રાસવાદી હુમલો થયો ત્યારે પણ કઈ નહીં કર્યું.

  વળી આ બધા ની ઉપરવટ કાશ્મીર ની બદકિસ્મતી છે કે કિસ્મત એવી આપણાં બંધારણ ની ૩૭૦ મી કલમ. આ કલમ ને કારણે કાશ્મીર નો વિકાસ ના થયો અને ત્રાસવાદી ઑ ને ૧૯૮૯ થી છૂટો મોકો મળ્યો. આ બધા ત્રાસવાદી ઑ કાશ્મીર માં ઘૂસે છે તો કાશ્મીરી જનતા ને કારણે જ, પણ જનતા જાણતી હોવા છતાં કેમ એ લોકો ને મદદ કરે છે, ફક્ત પૈસા માટે જ ને, કેમ એ લોકો પાસે પૈસા નથી કેમ કે ડેવલોપમેંટ નથી, કેમ નથી કારણ કે ૩૭૦ મી કલમ છે એટલે જ. જય ભાઈ ટેંગો ચાર્લી મૂવી ( હિન્દી ) ના બીજા એનકાઉન્ટર વખતે અજય દેવગન એક ડાયલૉગ બોલે છે આ પ્રદેશ બહુ ગરીબ છે અને જ્યાં ગરીબાઈ હોય છે ત્યાં જ ત્રાસવાદી ઑ જન્મે છે. એકદમ સાચો ડાયલોગ છે આ. જો કાશ્મીર માઠી ત્રાસવાદ સદંતર બંધ કરવો હોય તો કાશ્મીર નો વિકાસ જ કરવો પડે, અને એના માટે ૩૭૦ ની કલમ બંધ કરવી પડે તો જ ભારતીય કાશ્મીર ની સધ્ધર જનતા ને જોઈ ને POK માં જે જનતા છે એ લોકો ને સાચી સમજ પડશે, જો કે આજ કાલ જે રીતે ભારત માં ત્રાસવાદ ફેલાય રહ્યો છે એ જોતાં ઘણા બધા મિત્રો મારી સાથે સહમત ના થસે પણ એ વાત તો સાચી જ છે કે જ્યાં સુધી ગરીબાઈ ના માટે ત્યાં સુધી ત્રાસવાદ ના જ મતે, જુઓ ને ૨૬/૧૧ મુંબઈ વખતે શું થયું હતું સરકાર ની ભૂલ તો સમજાય પણ આ કસાબ એન્ડ કંપની હોડી દ્વારા જ્યારે મુંબઈ પહોંચી ત્યારબાદ એમને કોઈ મુંબઈગરા ને પૈસા આપીને ખરીદ્યો જ હશે ને. ……

  બસ આવું બધુ જ છે. કાશ્મીર પ્રોબ્લેમ ખરેખર નવી દિલ્લી એટલે કે આપણે જ ઊભો કર્યો છે. અને હવે આપણે એટલે કે ભારતીયો ભોગવીએ છીએ. તમારી વાત સાચી કે ભારત સરકાર કાઇ એમેરિકન સરકાર નથી કે ૯/૧૧ પછી લાદેન અને સદદામ ને મરવામાં ૧૦ વર્ષ જરૂર લગાડ્યા હોય પણ આ ૧૦ વર્ષ માં અમેરિકા માં કઈ નથી થયું અને સિક્યોરિટી ના મામલે આમ જનતાં ને કાઇ એક્સ્ટ્રા તકલીફ પણ લેવી નથી પડી. પણ આ તો ભારત સરકાર છે, ઓહ સોરી નપુંસક સરકાર છે. એટલે કાઇ ના થાય બસ આવું જ થાય જે તમે આ લેખ માં કહ્યું તેમ

  ‘મુકો ને માથાકૂટ..શાંતિ રાખોને..શું ચર્ચા લંબાવો છો..હશે, હવે લપ બંધ કરો ને’ પ્રકારના સંકેતો આંખોથી આપી અમારા વડીલ એસ્કોર્ટશ્રીએ મને રોકી દીધો. બે દિવસ પહેલા જ એમની સાથે હોટેલમાં એક મુદ્દે મારી આદતવશ મેં તળિયાઝાટક ચર્ચા કરી હતી, એટલે હું દલીલો શરુ કરીશ તો બધાને નાહક પકાવીશ એવી એમને વાજબી ધાસ્તી હતી! એ કહેતા “જય , યુ નો યોર પ્રોબ્લેમ? યુ નો બિટ ટુ મચ. અધર્સ આર નોટ રેડી ફોર ધેટ. સો યુ હેવ ટુ કંટ્રોલ..”

  – ( જય વસાવડા )

  Like

   
  • ભગવતીભાઈ

   November 11, 2015 at 9:23 PM

   મિતુલભાઇ… સાચું કહું?? મારો અંગત અભિપ્રાય ( અને ૯૦% ભારતીયો નો પણ) એ છે કે… હિંદુઓ આ “M” પાવર થી ડરે છે!! જય ભાઈ સાચા હશે..!! પણ ઇસ્લામ ખતરે મેં ત્યારે તેઓ કોઈ પણ સમ્બન્ધ કે એહસાન નથી જોતા.. આ જુઓ એનો દાખલો.. આ સાલા હરામી ભારતીય ગદાર ના પાક પાકિસ્તાનીઓની હરામી ઓલાદ કાશ્મીરી મુસ્લીમ્સ..આ તો જગજાહેર છે કે શું કરે છે?? ( અને એને મદદ કરતા ભારતીય વિભીષણ જયચંદો જેવા ભારતીય મુસ્લિમ નો છૂપો સપોર્ટ હોય છે જ.) તો પણ… ભારત નો કોઈ પણ “પાક” મુસ્લીમ્સ.. ( ૫ નમાઝ પાક રોઝા. રાખવાવાલો. ઇસ્લામ ને અનુસરવા વાળો) કેમ આનો સરે આમ ભારતીય આવામ ની સામે આવા ગદારો ની FIR કે વિરોધ કે આવેદન પત્ર નથી આપતા?? અને હમણા જ જો કોઈ ઇસ્લામ કે મઝહબ વિરુદ્ધ કરે તો તેઓ રસ્તા પર ઉતરી આવે તોડફોડ હો હા કરી મુકે..FIR કરશે. આ લોકો ને ગળથૂથી માં જ હિંદુ વિરોધી શીખવાડાય છે. આ મૃત્યુ જેટલું જ સનાતન સત્ય છે. “જય હિન્દ”

   Like

    
 25. Nitin Chotai

  August 6, 2011 at 8:10 PM

  jaybhai
  i don’t see any way out
  its just way we are

  Like

   
 26. Pratik Goswami

  August 6, 2011 at 8:41 PM

  જોરદાર JV સર

  Like

   
 27. shailesh

  August 6, 2011 at 9:57 PM

  must read to every Indian….

  …I have loved you, My Countrymen, but
  My love for you is painful to me

  ……your nation’s misery is your
  Crime…I do not forgive you
  Your sins, for you know what you
  Are doing.

  Like

   
 28. Shahil

  August 9, 2011 at 2:52 PM

  આપના લેખનના અથાગ ઊંડાણ ને દર્શાવતો સુંદર લેખ…. !!! આપણા સૌ ના ભારત ને હજુ “મુકો ને હવે માથાકૂટવાળો” અભિગમ ભારે પડી રહ્યો છે….!!!

  Like

   
 29. Digant Dave

  August 10, 2013 at 4:56 PM

  atlu detailing to koi neta na dhyan ma pan nai hoi…

  Like

   
 30. BS VAIDYA

  August 10, 2013 at 10:09 PM

  સ્વિત્ઝરલેન્ડના લુંસેર્ન શહેરના લાકડાના પુલ પર ફોટા પડતો હરો ત્યાં એક પાકી મુસ્લિમ મળ્યો….મને પુછુયું કહાં સે? ઇન્ડિયા સાંભળી વાતે વળગ્યો…તેનું અંગ્રેજી ભાંગ્યું તૂટ્યું એટલે હિન્દી માં શરુ કર્યું…ઇન્ડિયા મેં અમન હૈ, હમે તો દેશ છોડકે આના પડા….બેરોઝ્રગાર થે…સુબહ ઘરસે નીકલતે તો માંલુમ નહી કે શામ કો ઝીંદા વાપસ આયેગે? કભી ભી બમ્બ ફૂટતા હે યા ગોળીબારી હોતી હૈ….ઇટલી આગયા તો વહાં ભી બેકારી, ફિર યહાં આગયા અભી દેખતે હૈ….૧૯૭૯માં કાશ્મીર ગયેલા ત્યારે અમને ‘ઇન્ડિયા વાલે’ ક્હીનેજ સંબોધતા..પણ અમારી હાઉસબોટનો માલિક, તેના દીકરાને ઇન્ડીયામાં, મુંબઈમાં, નોકરી અપાવી દેવાની વિનંતી કરતો અને કહેતો કે યહાં નવ જવાન લડકો કો ગુમરાહ કિયા જતા હૈ….સામાન્ય માનવીને તકલીફ છે અને આવા લોકો પરદેશમાં જલસા કરે છે…

  Like

   
 31. Jiten

  August 12, 2013 at 10:54 AM

  Ek Jawaharalal ne pure desh ko Hijada Bana Diya he. Ek machchhar sala em Machchhar…..

  Like

   
 32. mansi

  May 31, 2014 at 6:08 PM

  great
  iwish that youwrite more about article 370

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: