RSS

બહોત શુક્રિયા, બડી મહેરબાની…

03 Aug

૨૫,૦૦૦+….

આજે અચાનક ધ્યાન ગયું કે ‘પ્લેનેટજેવી’ને મળતી હિટ્સ/વ્યુઝનો આંકડો ૨૫,૦૦૦ને કૂદાવી ગયો છે, અને હજુ બ્લોગ શરુ કાર્યને બે મહિના પણ પૂરા નથી થયા  ! (આમાં નેચરલી મેં પોતે કરેલી વિઝિટ્સ કાઉન્ટ નથી થતી હોતી.:P). ક્રેડિટ ગોઝ ટુ…ના ના આત્મશ્લાધા કરી જાતે જ બરડો પંપાળવાના બરાડા પાડવા માટે આ લખ્યું નથી. 😀 ક્રેડિટ ગોઝ ટુ યુ ઓલ, માય લવ, માય રીડરરાજ્જાઓ અને રાણીઓ 🙂 એટલે ફરીને તમારો ઋણસ્વીકાર કરવા કૃતજ્ઞભાવે લખું છું.

અગાઉ લખી ચુક્યો છું, એમ બ્લોગ શરુ કરવા માટેની ઘણી પૂછપરછ છતાં હું તો સમયના અભાવે ટાળતો હતો. હુસેનસાહેબને ખાતર ઇત્તેફાકન બ્લોગર બની ગયો. શરૂઆતમાં તો ખાસ કંઈ એક્ટિવ નહોતો જ. પણ તમે બધા એ રીતસર સાંબેલાધાર પ્રેમના વરસાદમાં નવડાવી દેતો અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો! ને મને ‘પોરહ’ ચડાવ્યો ! 😛 અત્યારે ૧૬-૧૭ પોસ્ટ્સ છે. ૭૦૦થી વધુ તો કોમેન્ટ્સ છે અને ૨૦૦-૩૦૦થી વધીને રોજીંદા વ્યુઝની એવરેજ ૬૦૦-૮૦૦ની રહે છે. એક દિવસે તો ગત રવિવારે ૨૪ કલાકમાં ૧૫૦૨ હિટ્સ હતી!

ફરી વાર, આ એટલે લખું છું, કે કોઈ વાચકની માફક હું પણ આ બાબતે મુગ્ધ આશ્ચર્ય અનુભવું છું..ને એ સરપ્રાઈઝ તમારી સાથે ના વહેંચું તો કોની સાથે શેર કરું , ભલા? બ્લોગશાસ્ત્રના કેટલાક સ્ટાન્ડર્ડ રૂલ્સ / નિયમો છે. એમાંથી ભાગ્યે જ કોઈનું હું પાલન કરું છું. અહીં હાઈએસ્ટ હિટ્સ મેળવનારી પોસ્ટ્સ અનુક્રમે લોંગેસ્ટ / લાર્જેસ્ટ હોય છે સાઈઝમાં ! મતલબ, આ તમારો પ્યાર બેસુમાર છે. મારી ઈચ્છા છતાં હું વ્યક્તિગત આભાર માની શકતો નથી..એ શક્ય જ નથી, સંખ્યા જોતા..આ વન-વે પ્રચારાત્મક પ્લેટફોર્મ નથી. Q & A વાળો થ્રેડ પણ અહીં છે જ (ને એમાં પુછાયેલા સવાલો ના જવાબો- ભલે મોડા પણ ચોક્કસ મળશે.) જે બાબત માટે હું સોશ્યલ નેટવર્કિંગ પર આવું છું , એ ફન ઉપરાંત વાચકો સાથે લાઈવ કોમ્યુનિકેશનનું હકારાત્મક પ્લેટફોર્મ પણ છે.રેશમા માટેનું ફંડ હોય કે ગુજરાતી સાયન્સ ફિક્શન – આ બ્લોગ ખરા અર્થમાં ઇનોવેટિવ અને ઇન્ટરએક્ટિવ બની શક્યો છે – આપ બધાના સહકારથી.

પણ, મેં કહ્યું તેમ આંનદમિશ્રિત ગૌરવ કે ગૌરવમિશ્રિત આનંદની વાત એ છે કે ‘કોઈ વાંચતું નથી’ના રીડિયારમણમાં કેટકેટલા દોસ્તો મને વાંચવાની તસ્દી ઉઠાવે છે! હું એક વર્નાક્યુલર કહેવાતી (કોઈ રાષ્ટ્રીય કે વૈશ્વિક નહિ) ભાષાનો ખાસ સીનિઅર નહિ એવો એક અન્ય કોઈ નોકરી ના કરનારો ફુલટાઈમ લેખક-વક્તા છું. નથી કોઈ સેલિબ્રિટી રાજકારણી, ઉદ્યોગપતિ, ક્રિકેટર કે ફિલ્મસ્ટાર ! પણ ‘ટાંટિયાખેંચ’ માટે તત્પર ટાંચણીના ટોપકા જેટલા જૂઠા લોકોના તેજોદ્વેષ સિવાય…ગણ્યા ગણાય નહિ, વીણ્યા વીણાય નહિ એટલા બધા તરફથી તો ચાહત જ મળી છે.કદાચ, ગુજરાતી બ્લોગવિશ્વમાં ઐતિહાસિક ગણાય એવી વિક્રમસર્જક – જેના ઘડવૈયા આપ છો. માત્ર નેટ પર જ નહિ, એથી ય વધુ આપણો રિસ્પોન્સ વાસ્તવિક વિશ્વમાં પણ મળતો રહે છે. મારી સજ્જતાને વધુ ને વધુ બળ મળે છે એમાંથી.

એની વે, આ તબક્કે કેટલાક મહત્વના મુદ્દા ઝપાટાબંધ જોઈ લઈએ :

* આ બ્લોગ મારો ‘ગુજરાત સમાચાર’ના કટારલેખક, વક્તા જય વસાવડાનો  એકમાત્ર અધિકૃત બ્લોગ છે.

*અહીં મન તો ઘણું ય લખવાનું હોય પણ મારી પ્રવાસોની વ્યસ્તતા અને ગુજરાતી ટાઈપ ના આવડતું હોઈ (ગૂગલ ટ્રાન્સલીટરેશનમાં આ બધું ટાઈપ કરતા દમ નીકળી જાય છે, એક તો મારું ટાઈપીંગ જ નબળું …એમાં હું જે લખું છું એ અંગ્રેજી ટાઈપથી ગુજરાતી કરવું સહેલું નથી..કેટલાય શબ્દોમાં ઘણી વાર લાગે છે. જોડણીમાં ય ક્ષતિ રહી જાય છે  :P), નિયમિત રહી શકતો નથી, તો ક્ષમસ્વ. પ્રયત્ન હશે જ ઘણું આપતા રહેવાનો , ને અવનવા આઈડીયાઝ પણ હજુ ઘણા છે મનમાં. માટે ક્યારેક દિવસમાં બે પોસ્ટ્સ હોય, તો ક્યારેક દિવસો સુધી કશું ના હોય એ શક્ય છે.

* આ બ્લોગને સભાનપણે છાપામાં અત્યારે  છપાતા લેખોનું ઇન્સ્ટન્ટ મ્યુઝિયમ નથી. હા, સમયાનુસાર જુના લેખો જરૂર મુકું છું અને મુકતો રહીશ- પણ એ તાજા છપાયેલા લેખના એક્સટેન્શન રૂપે કે સાંપ્રત ઘટનાક્રમને અનુરૂપ. એમાં ય એણે નવેસરથી મઠારું છું અને સમય ફાળવીને સજાવું પણ છું.

*ફરી વાર, કોમેન્ટ્સ હું બધી જ અચૂક વાંચું જ છું. તરત તમામનો જવાબ આપવો અશક્ય છે. પ્રયાસો કરું છું. દરગુજર કરવા વિનંતી. બધી જ કોમેન્ટ્સ રસથી વાંચું છું, અને ગમે તેવા મતભેદની હોય એપ્રુવ પણ કરું છું. (હું તો સેટીંગ્સ ઓપન રાખવાના જ મતનો છું, પણ રીતસરની ગાળાગાળી અંગે કેટલાક મિત્રોએ ચેતવેલો હોઈ, એપૃવલની કડાકૂટ કમને રાખી છે.) સમય મળે ત્યારે વ્યક્તિગત જવાબો પણ આપું છું. મક્કમ ને ઉગ્ર ચર્ચા ય કરું છું, જ્યાં મારી વાત / વિગત સાચી લાગે ત્યાં. પણ કોમેન્ટ્સ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવાતી નથી, એ ખાતરી રાખજો. માટે હોંકારો આપતા રહેજો બાપલિયા!

*આ બ્લોગનું કોઈ નિશ્ચિત સ્વરૂપ નથી. હજુ તો પૂરી બે આંકડામાં પણ પોસ્ટ્સ નથી- પણ ખ્યાલ આવી જશે કે એના મેઘધનુષી રંગોની રેન્જનો. એમાં કીટ્સ પણ છે, ને કાલિદાસ પણ. હેરી પોટર પણ છે અને ઇન્શાલ્લાહ પણ. ભારતીય સંસ્કૃતિનો ખજાનો છે અને વિજ્ઞાનવિહાર પણ. તદ્દન પર્સનલ વાતો/યાદો પણ છે અને સ્થાનિક/ આંતરરાષ્ટ્રીય  રાજકારણ પણ. આ મારી જ મલ્ટીકલર સેલ્ફ્નું રીફ્લેક્શન છે અને રહેશે.

*આ બ્લોગ પરની તમામ સામગ્રીનો પૂર્વ પરવાનગી અને ક્રેડિટ  વિના કોઈ પણ પ્રકારનો  ઉપયોગ ના કરવા ખાસ અનુરોધ છે. મિત્રો સાથે ઓનલાઈન / ઓફલાઈન  શેરિંગ માટે આ બ્લોગની જ લિંકનો ઉપયોગ આસાનીથી થઇ શકે છે.

*’ફોલોઅર’ બનવાની પૃચ્છા કરતા ઘણા મેઈલ / મેસેજીઝ આવે છે. વર્ડપ્રેસમાં એ માટે ‘સબસ્ક્રાઇબ શબ્દપ્રયોગ છે. નવી પોસ્ટ્સ અંગે તમારા મેઈલમાં જ નોટીફીકેશન એમાં સિમ્પલી મેઈલ આઈડી મુકવાથી મળે છે. ‘ગ્રીનકાર્ડ’ના નામે જમણી બાજુ એની લિંક છે જ. આ સુવિધા તદ્દન મફત છે. દરેક વખતે નવી બ્લોગપોસ્ટ અંગે અન્ય પ્લેટફોર્મ પર લખ્યા કરવું મને રૂચતું નથી, ને એટલે ક્યારેક હું એ વિષે લખતો પણ નથી. છતાં ય, બને ત્યાં સુધી ફેસબુક – ટ્વીટર પર મુકું છું.

*બ્લોગ પરના ચિત્રો / ફોટોગ્રાફ્સ મારા પણ છે, મારા જંગી કલેક્શનમાંથી પણ છે. નેટ પરણી ‘પરબ’માંથી પણ છે. એ સહુ સર્જકોનો નતમસ્તકે ઋણસ્વીકાર કરું છું.

*હું ભૂલપ્રૂફ નથી. નોર્મલ ઇન્સાન છું.પંણ હમેશા ભૂલ સુધારવા બાબતે ઓપન છું. ધ્યાન ખેંચશો તો ગમશે. બહુ ટેકનીકલ જાણકારી પણ મારી નથી. સુચનો-માર્ગદર્શન  પણ આ ‘ગ્રહ’ને  વધુ બેહતર બનાવવા આવકાર્ય છે.

અને છેલ્લે….

તમને આ ‘સિલ્વર જ્યુબિલી’ બદલ મારે ય કશુંક વળતા વાટકીવહેવારમાં આપવું જોઈએ ને! ચાલો, ગુજરાતના હવે નિવૃત્ત એવા ધુરંધર કાર્ટુનિસ્ટ દેવ ગઢવીના કસબનો કમાલ! ૨૦૦૫માં હું ઈટીવીના સંવાદનું એન્કરિંગ કરતો હતો ત્યારે મને  અનેક મહાગુજરાતી મહાનુભાવોના યાદગાર ઇન્ટરવ્યૂઝ કરવાનું સૌભાગ્ય મળેલું. એમાં પોતાની મુલાકાત પછી અત્યંત રાજી થયેલા ગઢવીસાહેબે મારું એક કાર્ટૂન ઉત્સાહભેર તત્કાલ દોરી આપ્યું હતું. (આમ તો હું જ દેખાવે ને સ્વભાવે  એક જીવતુંજાગતું કાર્ટૂન છું, એટલે મારું તો પોટ્રેટ કહેવાયને 😉  lolzzz)

લો માણો ત્યારે…(ત્યારે મારી કાયા વધુ ફેટ્ટી હતી ને બચ્ચનના વહેમમાં બલ્ગેરિયન કટ ગોટ્ટી ય હતી :D)

 
94 Comments

Posted by on August 3, 2011 in personal

 

94 responses to “બહોત શુક્રિયા, બડી મહેરબાની…

 1. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

  August 3, 2011 at 4:55 AM

  જયભાઈ,

  આવા નેટી-સન્માન માટે આપ ખરેખર હકદાર છો. આત્ આટલા વર્ષોથી નવજુવાન માનસ અને માણસોને વિચારોના વાઈરસ દ્વારા વાંચનની હેબિટને વધુ ને વધુ એક્ટિવ કરતા રહો છો એ અમારા સૌ માટે ઘણું મહત્વનું છે.

  ‘હિટ્સ’થી સુપરહીટ બનવાનો સરળ રસ્તો એટલે બ્લોગિંગ!

  All the Best for your Betterment in the Interactive Blog World!

  To Y(Our) Success…

  Like

   
  • jay vasavada JV

   August 3, 2011 at 4:05 PM

   murtzabhai..thnxx..hu to tamne ras thi vachu chhu…mubarak ni jagya e tame gothvai jaav etle varsho nu dream chhe e pyramid jova aavu 😉 thnxx dear…aqllah maherbaamn chhe, to gadha pahelvan chhe..waqt se din aur raat, waqt ki har sah aur maat..aadmi ko chahiye waqt se darkar jiye…

   Like

    
   • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

    August 3, 2011 at 4:57 PM

    યહાં પર ભી તો હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈ…મૈ તો મિસર કે ગુલિસ્તાંકી અંજામકી ખૈરખ્વાહી ચાહતા હું ભાઈ…બસ ‘ખુરશી’ કરતા ‘ખુશી’ઓ મળતી રહે એની ખોજમાં રહેતો હોવ છું. આપણે રહ્યાં પ્રેમના પ્રેસિડેન્ટ..એટલે પિરામિડ હોય કે નાઇલ….બસ આવવું એ જરૂરી છે. નહિ તો ‘મમી’ ખીજાઈ જશે.

    Like

     
 2. Harsh

  August 3, 2011 at 6:06 AM

  આ બધું તો સમજ્યા, પણ પાર્ટીનું શું છે? 😉

  બાય ધ વે,કદાચ તમે જેમાં લખો છો એ હું ન ભૂલ કરતો હોઉં તો ગુગલ ઈન્ડીક હશે.ઓફલાઈન મોડમાં લખવું હોય તો http://www.google.com/transliterate/Gujarati લીંકની જમણી બાજુએ લાલ રંગનું ઇન્સ્ટોલ કરવા માટેનું ઈન્ડીક છે.ત્યાં ક્લિક કર્યા કર્યા પછી તમારા PC/Laptop ની એક ટર્મ પૂછશે જેમકે 32/64 Bit? એ ક્લિક કરીને ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને સેટઅપ ડાઉનલોડ કરી લેવાનું. રન કરો અને તમે આરામથી ઓફલાઈન મોડમાં પણ લખી શકશો. 🙂

  Like

   
  • R.Bhavesh

   August 3, 2011 at 3:01 PM

   અન્ય મિત્રો એ પણ ગુજરાતી type કરવા માટે અને offline લખવા માટે અન્ય links સૂચવેલ છે પણ હર્ષ ભાઈ એ સૂચવેલ ઉપર ની લીનક સૌથી શ્રેષ્ઠ option છે એવું મારો અનુભવ કહે છે. બાકી ના દરેક સોફ્ટવરે પણ હું try કરી ચુક્યો છું. પણ google દાદા આગળ બધા વામણા પુરવાર થાય છે.

   Like

    
  • jay vasavada JV

   August 3, 2011 at 4:02 PM

   e karelu j chhe. ema j lakhu chhu. saras j chhe pan mushkeli sankete kahi tevi chhe.

   Like

    
 3. Kartik

  August 3, 2011 at 10:29 AM

  લગે રહો. ૨૫ હજાર થી ૨૫ લાખનો આંકડો આવે ત્યારે, મોટ્ટી પાર્ટી? ઓકે? 🙂

  Like

   
  • jay vasavada JV

   August 3, 2011 at 4:01 PM

   ha ha party mate aatli rah jovani? to to kavin nu reception ethi pahela aavi jashe 😉 🙂

   Like

    
 4. arpita

  August 3, 2011 at 10:32 AM

  you’d given all the way freedom to us……its on fb…if v r nt ur frnd still v cn comment,like,send msgs,cn see wall,…..its only v cant CHAT!
  v r enjoying ur Freedom!
  lots of Love n Respect to Jay Vadavada:)

  Like

   
 5. KK

  August 3, 2011 at 11:42 AM

  JV,યે તો હોના હી થા…..
  તમે લખો અને કોઈ વાંચે નહિ એવું બને ?
  મારા જેવા અમુક લોકો તો આતુરતા થી રાહ જોઇને બેસતા હશે કે ક્યારે તમે નવો બ્લોગ પોસ્ટ કરો છો.
  ભગવાન તમને લાખો “હિટ્સ” આપે (બ્લોગ વાળી હો !) એવી શુભેચ્છા…:)

  Like

   
  • jay vasavada JV

   August 3, 2011 at 4:00 PM

   arey..eva bhram ma hu nathi etle to mane y pleasant surprise thayu! 😛

   Like

    
 6. મારી ડાયરી

  August 3, 2011 at 11:45 AM

  સાચું કહું તો ૨૫,૦૦૦ હિટ્સ જોઇને આશ્ચર્ય ના થયું…..
  તમારા લેખો નું કન્ટેન્ટ એટલું સરસ છે કે વારંવાર વાંચવાનું મન થાય………….

  Like

   
 7. Kunal Dhami

  August 3, 2011 at 11:52 AM

  congos! Where is the party tonight?

  Like

   
 8. Ajay Upadhyay

  August 3, 2011 at 11:53 AM

  જયભાઈ લાગે રહો ને આગળ વધતા રહો ને વાચકોને નવા નવા subjects થી તરબતોળ કરતા રહો એ જ શુભકામના …..બાકી તમારા બ્લોગ ની એવી આદત પડી ગય છે કે…સવારમાં ઉઠી ને મોબાઇલ પર routine જીમેલ ચેક કરતા જ આપની લીંક દેખાય એટલે બધા કામ પડતા મુકીને સીધું જ ઓપેરા ખોલવાનું ને એમાં તમરી પોસ્ટ વાચી જ લેવા ની …Jay Ho….ખુબ આનંદ થાય છે આપના બ્લોગ ની સફળતા પર…મુબારક હો…

  Like

   
 9. Darshit Goswami

  August 3, 2011 at 11:55 AM

  જય ભાઇ :

  સમય ની વ્યસ્તતા ને કારણે ફ઼ેસબૂક પર ચર્ચાઓ માં આજકાલ ભાગ નથી લઈ શકતો. પરંતુ છાસવારે તમારા ગ્રહ માં ડોકિયું કરી જાઉ છું :).

  રહી વાત લખવાની / ટાઇપીંગ નાં કંટાળા ની તો એક સરસ સોફ઼્ટવેર છે . http://www.baraha.com ડાઉનલોડ કરી ને ટ્રાઇ કર્યા જેવો ખરો. બાકી મારો નંબર છે જ 🙂 ગમ્મે ત્યારે ડાયલ કરી લેવો 🙂

  Like

   
  • jay vasavada JV

   August 3, 2011 at 3:57 PM

   haha mari hathe lakhvani speed etli sari chhe ke saro typist rakhu to ghanu muki shakay pan unicode ma type karvavalu koi paisa deta maltu nathi 😛

   Like

    
 10. Devanng Dhotijotawala

  August 3, 2011 at 11:55 AM

  જય ભાઈ..આ ઓફલાઈન ગુજરાતી ટાઇપ માટે ની લિંક છે…http://www.quillpad.in/editor.html

  અથવા હરિકૃષ્ણા ફોન્ટ પણ Downlaod કરી સકાય…

  Like

   
 11. sunilvora

  August 3, 2011 at 11:57 AM

  Jaybhai khub khub abhinandan dil-se tmaro maha quiz blog khub gmyo mara 3 jwab sacha hta

  Like

   
 12. Kaushik Purani

  August 3, 2011 at 12:04 PM

  Jay Sir,
  Many Many congratulations.
  You deserves not only 25,000 but 25 Million hits.

  Like

   
 13. Dhruv

  August 3, 2011 at 12:11 PM

  ખુબ ખુબ અભિનંદન જયભાઈ … I consider myself lucky to have followed you from my childhood.
  Keep going…

  Like

   
 14. મારી ડાયરી

  August 3, 2011 at 12:13 PM

  સાચું કહું તો ૨૫૦૦૦ હિટ્સ જોઇને આશ્ચર્ય ના થયું…
  તમારા લેખો નું કન્ટેન્ટ એટલું સરસ છે કે લેખ વારંવાર વાચવા નું મન થાય…

  Like

   
 15. sanket

  August 3, 2011 at 12:29 PM

  congrates jaybhai….orkut community par tame ek vakhat tamari site mate ni vat kari hati..suchano mangya hata…tyarthi mara jeva ghana loko aava platform ni rah jota hata…congrats again…

  Like

   
 16. Envy

  August 3, 2011 at 12:48 PM

  First congratulations from the heart.

  This is not precisely what is called ‘blog’ in common gujju writer’s parlance, it sure is – Planet and chaos is bound to be there,lol.

  I am very happy to see here that, you have not taken the platform as billboard of your own articles as normally all writers succumb too. This can never happen in your case as you need not look for shortcuts of fame.

  Fame is a bi-product of hard & dedicated perfect work.

  As you have rightly mentioned, you are always open to correction which is sign of any well read, non-humble and non-proud person. Kudos for it.

  ગર્વ અને અભિમાન ની વચ્ચે ખુબ પાતળી ભેદરેખા છે. આવું ચાંપલું ચાંપલું તો ઘણી મહાન હસ્તીઓ પાસે થી સાંભળીયે કે વાંચીએ છીએ!! અને તેમને લપસતા પણ ઘણી વાર જોયા છે અભિમાન બાજુ (કક્કા કે આલ્ફાબેટ ની કમાલ હશે!!?)

  અહી ઘણા બધા ને પાર્ટી માંગતા વાંચ્યા..એક નવતર – ત્યાં આવું એટલે મારા તરફથી તમને પાર્ટી પાકી.

  रही बात शुक्रिया और महेरबानी की तो, जनाब हम तो आपके कुचे पे आते है तो कुछ लेके जाते है. यह तो आपका बड़प्पन है की देने के बाद शुक्रिया अदा करते है, वर्ना हम तो बेआबरू किये जाने ही आदि है, ज्यादातर, पर उसका गम नहीं है, हम भी शुक्रगुजार है उन सभीके, कुछ तो देते ही है लेते तो नहीं हमसे.

  Like

   
  • jay vasavada JV

   August 3, 2011 at 3:52 PM

   tamari laagni varshothi mali chhe ne tame khud sajj vachak chho..aabhar sir ..

   Like

    
   • jay vasavada JV

    August 3, 2011 at 3:53 PM

    ne aavo eyle party karie baki me to laadu jevu cartoon mukyu j chhe chakhva mate 😉

    Like

     
   • Envy

    August 3, 2011 at 6:11 PM

    BTW, who is this ‘Sir’ lol!! pl……

    Like

     
 17. sanket

  August 3, 2011 at 1:13 PM

  જયભાઇ , ટાઇપિંગ માટે તમને એક બિજો ઓપ્શન આપું..પ્રમુખ ટાઇપ પેડ. આમા ગુગલની જેમ સજેશન નહિ આવે પણ આમાં ટાઇપ કરવા માટેનુ સ્ટ્રક્ચર છે. જેમ કે ગુગલ ના ઇનપુટ મેથડમાં ઘણીવાર ‘ણ’ અને ‘ન’, ‘ત’ અને ‘ત’ એમાં લોચા થાય છે. કોઇક્વાર ‘અ’ અને ‘આ’ માં પ્રોબ્લેમ થાય છે. (ધુરંધર કાર્ટુનિસ્ટ દેવ ગઢવીના “કસાબ”નો કમાલ! ) પ્રમુખમાં શિફ્ટ + t કરો એટલે “ટ” અને માત્ર “t” એટલે “ત”, આ માટે બે વખત “a” એ પ્રકારના નિયમો છે..ગુગલમાં આવું થતું નથી. ગુગલ અફ્કોર્સ સ્પિડી છે. અને આમાં સ્પિડ કેળવવા માટે થોડી વાર લાગે..ઉપરાંત પ્રમુખ ટાઇપ પેડનું “ફાયરફોક્સ એડ-ઓન” અને તમને ઉપયોગી થાય એવું “વર્ડ પ્રેસ પ્લગ-ઇન” પણ છે..આ રહી લિંકઃ http://www.vishalon.net/Download.aspx

  Like

   
 18. sanket

  August 3, 2011 at 1:15 PM

  * ત અને ટ… lolzzz

  Like

   
 19. Mumuxa

  August 3, 2011 at 1:20 PM

  Congratulations sir.. even thanks to u 4 giving us d ocean of ur thoughts.. i admire u.. all d best 🙂

  Like

   
 20. jainesh

  August 3, 2011 at 1:52 PM

  Jay Bhai Aaj nu annavrut mane purnta uchit lagyu! Have ana thi wadhare to tame chu kahi sako, hu to manu chu apnu desh (janta j) ma keravni ni j kami che te thi kari ne aavu thai che. Aa to Gujarat che ke jya thodik samaj che (hase?) desh na mate jo kaik karvu hoi to tamara mara jeva loko e keravni karvi pade. Jo koi uchit platform hoi to kaik kari bhi sakay. Hu to common man chu pan tame loko to wadhare jagrut cho te thi jo koi bhi uchit lage to mara jeva ne janav vu! Baki hu to tamaro fan ane critic chu, jo lekh uchit na lagiyo to avasshya uchit wat karis.

  Like

   
  • jay vasavada JV

   August 3, 2011 at 3:51 PM

   aano javab me fb par aapyo..karm karva nu zazi apexa vina ne mane gamyu mate lakhyu simple..

   Like

    
 21. Akshay

  August 3, 2011 at 2:03 PM

  Jaybhai wish you all the best…

  – Akshay R. Koli

  Like

   
 22. Gaurang Patadia

  August 3, 2011 at 2:04 PM

  Hi JV,

  First of all god bless you. You have made us all reading books, you taught us how to see not just view films but how to analyse and understand it. I am addicted to your aritcles. My wenesday and sunday never starts without reading you articles and your this blog has done a kind of a magic for all of us.

  So I just pray to god that “aap ko hum sub fans ki umar lag jaye aur aap aise hi likhte raho aur hame naya naya padhne ke liye motivate karte raho.

  thank you

  Gaurang

  Like

   
 23. hirals

  August 3, 2011 at 2:10 PM

  ગુજરાતી બ્લોગજગતનો પરિચય થયો ત્યારથી ઘણીવાર તમને અને તમારા બ્લોગને નેટજગત પર શોધ્યા chhe. હમણાં કેટલાક મહિનાઓથી બ્લોગવિશ્વમાં ગેરહાજર છું, પણ તમારા બ્લોગને દિલથી બધા વાચકોનો આવકાર છે j. ઘણાં વરસોથી તમને ગુજરાત સમાચારમાં નિયમિત વાંચ્યા છે. (ક્યારેક કોઈ લેખ ના પણ વાંચ્યો હોય :(), પણ નિયમિત એટલા માટે કે ગુજરાતથી નાતો છૂટ્યા પછી પણ ગુજરાત સમાચારમાં તમારી કટાર વાંચવા માટે ખાસ, રવિવાર અને બુધવાર યાદ રાખું છું.

  તમને ખુબ ખુબ શુભેચ્છાઓ કે દિન – પ્રતિદિન તમારા વિચારો વધુને વધુ ગતિમાન બને અને વધારેને વધારે લોકોને એનો લાભ મળે.


  કોઈ પણ ટેકનીકલ જાણકારી માટે ગમે ત્યારે તમે બ્લોગ પર ‘પૂછું એક સવાલ’ એવી કોલમ ચાલુ કરી શકો છો. અમને સેવાનો મોકો મળશે (બધા સવાલોનો જવાબ કદાચ કોઈ એક જણ નાં પણ આપી શકે, પણ આપણે બધા સાથે મળીને ઘણું ટેકનીકલ સવાલ – જવાબ વાળું ગુજરાતી મટીરીયલ અહીં જોતજોતામાં તૈયાર કરી શકીશું.) અને બીજા ઘણા નોનટેકનીકલ લોકોને પણ ઘણી જાણકારી મળી રહેશે.

  Best wishes 🙂

  Like

   
  • jay vasavada JV

   August 3, 2011 at 3:48 PM

   khub aabhar…idea saras chhe..evu j kaik karish chalo..thnxxxx

   Like

    
 24. hiral

  August 3, 2011 at 2:15 PM

  conratulations sir. jamnagar avjo.

  Like

   
 25. poonam

  August 3, 2011 at 2:39 PM

  હોંકારો આપતા રહેજો બાપલિયા! malto raheshe bapliya 🙂
  *હું ભૂલપ્રૂફ નથી. નોર્મલ ઇન્સાન છું.પંણ હમેશા ભૂલ સુધારવા બાબતે ઓપન છું. ધ્યાન ખેંચશો તો ગમશે. બહુ ટેકનીકલ જાણકારી પણ મારી નથી. સુચનો-માર્ગદર્શન પણ આ ‘ગ્રહ’ને વધુ બેહતર બનાવવા આવકાર્ય છે.
  jay sir aap ne khoob abhinandan… !! ye to shuruaat he sirji….

  Like

   
 26. Devraj

  August 3, 2011 at 3:03 PM

  many congratulation jai bhai…

  Like

   
 27. Priyanka Mehta

  August 3, 2011 at 3:05 PM

  honey hoy tya bees to ave j ne

  Like

   
 28. Mitulkumar Patel

  August 3, 2011 at 3:06 PM

  Jay Bhai,

  Tamara Articles Bahu J Game Che. Jay bhai tamara aajna atle ke 3rd August ‘ 2011 na article ma tame janavyu ke tamne Gujarati ma Type karata bahu favat nathi, ane tame google translation no upyog karo cho. pan mari pase aanaathi saro option che. Ae che Microsoft Word maa.

  Jo Tame Microsoft Office 2007 ke 2003 Use karata hov to, hu pan shu suggestion aapu chu Tame karata j haso to tame aa link parthi

  http://specials.msn.co.in/ilit/Gujarati.aspx

  Desktop version Download kari, anu setup kari do,

  pachhee jo tamari opration system Windows XP hoy to

  http://support.microsoft.com/kb/306993 aa link par ni instruction follow karo

  ane jo tame Windows 7 OS use karata ho to

  http://windows.microsoft.com/en-IN/windows-vista/The-Language-bar-overview aa link par ni instruction follow karo. aa pan joke google traslation jevu j che pan Microsoft Word na rich features use karava malse. je google karata better nahi best che. uprant gujarati spell mistake pan gani ochi thase because i am using this

  moreover i am also sending this explanation on your email with some screen shots means visuals which help you a lot

  Like

   
  • jay vasavada JV

   August 3, 2011 at 3:45 PM

   thnxx mitulbhai..aaje ratre download kari joish..hu winows 7 ane ms office 2007 vapru chhu. indic transliteration to wordma chhe j.

   Like

    
 29. urviishere

  August 3, 2011 at 3:18 PM

  jaybhai…really hearty congratulations to you…..25000+ ma ek vadhu zero umerata vaar nahi lage….nothing is impossible…..again..best of luck…
  -urvi kagathara

  Like

   
 30. Satish Dholakia

  August 3, 2011 at 3:35 PM

  અભિનન્દનો……!

  Like

   
 31. Amit Andharia

  August 3, 2011 at 3:50 PM

  numbers may vary,
  but, you can carry… 🙂

  the best you have done with each move,
  made me happy with words flew above… 🙂

  Like

   
 32. zeena

  August 3, 2011 at 4:13 PM

  jjay

  good words r appreciated and good deeds are blessed…
  whatever you did for Reshma is a complete eragood then everything else…
  i do pray that may you pen more exceptional and exercise gentle deeds…count Dracula…
  those who think,wish & practice sanity,peace and virtues needs nothing, things comes to them automatically…

  congratulations and celebrations…

  this is for ur August August write ups…

  banke faanus hawa jish ki hifajat kare, woh sama kya bhuje jise roshan Khuda kare…

  zeena…

  Like

   
  • jay vasavada JV

   August 3, 2011 at 4:26 PM

   thnxxxxxxxxx for all ur wishes n joy zeena but y u r usin fake profile..be real 🙂

   Like

    
   • zeena

    August 3, 2011 at 5:26 PM

    let it be…
    let it be…
    Count Dracula…
    as it gives the immensest of pleasures and peace…
    may not i be able to reach the thoughts of Kalidas….
    may not i be able to share the sensitivities of Tagore…
    may not i be able to knock on the walls,roofs and floors of Jibhraan,Shakespeare,O.Henry…
    and so many mores…
    as i may not have belong to their era…
    but then i have now,not regretted …

    as i am witnessing the gems of Gulzar Sahab and you…
    somewhere…

    zeena…

    Like

     
 33. Kamini

  August 3, 2011 at 4:21 PM

  Hi………..JV.
  soooooooooo happyyyyy for u.
  Congratulation…………..U deserve all these hits……….and it will be increse day by day.
  I never meet u but I feel that U r as transparat as ur writting so all ur readerbiradar beleve in u.I wish that ur planet shine like the sun………! My all good wishes with u.

  .

  Like

   
 34. vpj100

  August 3, 2011 at 4:45 PM

  જયભાઇ જોરદાર….!!! એ તો તમારી એટ્લી મહેનતનું ફ઼ળ કહેવાય…બાકી અમને વાંચનનો ચસ્કો લગાડવામાં તમારો પણ એક અગત્યનો ફ઼ાળો છે…E-Salam by Heart ❤ 🙂

  Like

   
 35. pinal

  August 3, 2011 at 4:49 PM

  hu rahi gai badhae congo congo kari didhu.

  Like

   
 36. pinal

  August 3, 2011 at 4:53 PM

  ek vat kevani rahi gai sauthi khubsurat hata meghdhoot na photao. LIKE Dinner with desert.

  Like

   
 37. Salil Dalal (Toronto)

  August 3, 2011 at 5:16 PM

  Congratulations dear Jay. This is new platform and you have proved that with innovation it can be utilized effectively. Keep it up.

  Like

   
 38. bhavishamaurya

  August 3, 2011 at 5:48 PM

  Hey JV,

  ‘PlanetJV’ ne actually planet banava magta hov to aama only “Gujarati readerbiradaro” ne j sha mate entry malvi joie. Tamara favrt and aa blog na sharu thavanu shrey tame jene aapo che e M.F.Hussain sir e pan universal artist hata ne. To tamara thoughts sha mate Gujarati readers sudhi simit rahe. Mane hamesha m thatu hatu k tame national k international level tamara vicharo darshavo to kevu???? Jem tame mano cho k Harry potter jeno manas putr che eva J.K. Rowling name ni ek stree jo ek aakhi pedhi ne reading mate mad kari sakti hoy to evo j jadu kaik tamaro pan che..to e national k international level par hoy to kevi maja pade… Aa to maru suggestion che..

  Ek biju suggestion :: Mumbai tamaru favrt city che and Pruthvi theater vise ni column pan khub gami. To ek var delhi pan aavo ne…Delhi ne tamari najare jovanu n manavanu khub gamse mane.
  After all,Delhi is Capital of India. Delhi avine tame delhi vise and delhite vise kaik write karso to gamse. Delhi visit mate nu hardik invitation swikar karo.

  (Ahmedabad chodi ne delhi avata pehla tamari telephonic advice thi mari life change thayi gayi and life ne jovani new vision mali gayi..Khub khub aabhar)

  Bhulchuk thayi hoy to mafi apjo..and planet JV namak planet par na Greencard mate khub khub aabhar..:)

  Like

   
 39. રણકાર.કોમ - rankaar.com

  August 3, 2011 at 6:41 PM

  Many congratualtions JV sir, been reading you since long long time. You deserve many more clicks..

  Like

   
 40. Urvin B Shah

  August 3, 2011 at 6:45 PM

  અભિનંદન – આનંદો -ગર્વ. તમે આવશો ત્યારે આગવા આવશો એની ખાતરી હતી જ, અને એ સાચી પડી. તમે ‘જસ્ટ અનધર બ્લોગ’ ન બનાવતા, સમાંતર બ્લોગ ન બનાવતા આગવો બ્લોગ બનાવ્યો. તમારા લખાણ માં એક પરિમાણ ઉમેરે છે તે ગમે છે. શુભકામનાઓ.

  Like

   
 41. Sanket

  August 3, 2011 at 7:49 PM

  congratulation Jay ji.

  Like

   
 42. Nishant Patil

  August 3, 2011 at 8:24 PM

  આમ તો બધા એ લખ્યુંજ છે એટલે હું તમારો ખાલી આભાર જ માનીશ.
  હર્ષ ભાઈએ તમને જે લીંક બતાવી હું એજ કહેવાનો હતો, સારું થયું તમે એ ડાઉનલોડ કરી લીધું છે.
  હું તમને તરત વાંચી નથી શકતો, કારણ કે તમને વાંચવા માટે એક અનુકુળ વાતાવરણ ના હોય ત્યાં સુધી વાંચવામાં મઝા નથી આવતી.

  આમ જ તમારું જ્ઞાન આમારા જેવાઓમાં વહેચતા રહો.

  Like

   
 43. Gaurang Patadia

  August 3, 2011 at 8:55 PM

  Hi JV,

  WE should not compare you with chetan bhagat but you are a gujarati version of chetan bhagat.

  Gaurang

  Like

   
 44. Rajesh Kathiriya

  August 3, 2011 at 9:51 PM

  જયભાઈ, આજના સમય માં તમે ગુજરાતી સાહિત્ય નું અનમોલ રત્ન છો..
  તમે ગુજરાતી વાંચકો ને ગુજરાતી થાળી ની જેમ નિત નવી વાનગી નો સ્વાદ ચખાડો છો. તમારા લેખ વાંચવા નો આનંદ, નવું જાણવા નો આનંદ અનેરો છે…

  Like

   
 45. riddhish gandhi

  August 3, 2011 at 9:52 PM

  sir,congo and avi j lakhata raho ane ame vanchata j rahisu….

  Like

   
 46. Shailesh Patel

  August 3, 2011 at 10:11 PM

  JV you are relly READ-RUS( READ VIRUS) ek baar lag gaya jindgi bhar quarntine nahi hoga…!

  Like

   
 47. miteshpathak

  August 4, 2011 at 12:41 AM

  Jaybhai, the jhony walker – Scotch inspires many ways. Apart from ‘kick n hic’. Keep Walking. In corporate language, this is just the begining and many milestones are yet to achieve. Probably at one of the meeting at Rajkot Jaycees function, I asked about your blogging venture, you suggested that it is for those who have not exposure to writing in print media. You really dominate that arena. But now the ‘shandar sawari’ to dominate this arena has just begun. Wishing you all the very best. God bless you. Keep walking.

  – Mitesh Pathak

  Like

   
 48. niloobhai

  August 4, 2011 at 12:49 AM

  lage raho jaybhai
  thik lageto gujarat na ane gujarati na raktdan ange kasuk bolo/lakho west.bengal,maharashtra,channi badhe raktdata to gujarat!
  dr.niloo vaishnav

  Like

   
 49. Tejal Sinroja

  August 4, 2011 at 6:48 PM

  you are well wisher of all society, so keep on
  your views and thought are inspiration to every society memeber
  your Ex- Student

  Like

   
 50. Nitin Chotai

  August 4, 2011 at 7:50 PM

  જયભાઈ , જેમ મેં અપને કહયું હતું કે હું તમારો મોટો પંખો ( બીગ ફન ) ચુ , તો પંખો જ્જ્યા હોઈ ત્યાં હવા તો આવે ને ……. ખરું કહું તો તમે અમારા દિલ ની વાત જ લાખો છો આપ લખતા રહો અમે વાંચતા રહી એ
  નીતિન

  Like

   
 51. Minal

  August 5, 2011 at 12:38 AM

  Congrats!! Its always good to re-read once fav. articles on ur Blog.
  Btw, e sunday ni 1502 hits maa maari j 4..5 hits hashe. ;P For harry potter, by satisfying my son’s questions abt. him. Kudos to ur Blog. 🙂

  Like

   
 52. Pradip Patel

  August 5, 2011 at 9:56 AM

  Great Sir..keep going…Thanks for all u share over here.

  Like

   
 53. kakasab

  August 5, 2011 at 3:28 PM

  બાપુ… આંપણો હોંકારોય કબુલ કરજો

  Like

   
 54. devang

  August 5, 2011 at 6:06 PM

  જયભાઈ,
  મેં તમને પહેલી વાર “સંવાદ” ઉપર જ સાંભળ્યા હતા. ત્યાર થી જ તમને પકડી રાખ્યા છે. બહુ મજા આવતી હતી, તે સીરીઅલ જોવાની. તમે તેમાંથી નીકળી ગયા તે પછી સીરીઅલ જોવા ની જ બંધ કરી દીધી હતી.

  ૨૫,૦૦૦ હીટ માટે અભિનંદન….
  લગે રહો, તમારી સાથે અમે પણ લાગ્યા રહીએ, તેવી આશા.

  Like

   
 55. bansi rajput

  August 10, 2011 at 6:48 PM

  Hey congrats….. 🙂 thnx 4 everythng v got 4rm u…. alz love u and my all the best wishes alz alz alz wid u…… 🙂

  Like

   
 56. Ronak Maheshwari

  August 15, 2011 at 2:24 AM

  tamne ne hun chella 4 varas thi vanchu chu…(karan ke mature thaye ne etloj smay thayo che:D)…jayare tamane newspaper maj vanchato tyare ek germanyta hati ke a lekhak atlu dhardar lakhe che pan teni joie evi respect madati nahi hoy….F.B par tamaro contect thaye ne hamna ekad varas j thayu che…….pan jayare tamari lokpriyata joi tayare gadgad thayi gayo kharekhar mari manyato khoti thari…..aasa rakhuu chu ke..ke tamara lekho bharat na khunekhune sudhi pahonche…badhi j bhasa ma prkasit thay….ha ane ek vat karavi rahyi ke ghani var samay na abhav ne karne tamra blog ma ke tamara status par comment kari sakato nathi..:(
  pan tamari wall ne ane blog par jayare time made etle marjiva ni jem tamari commetnts sodhva nikadi padu chu…..:)

  Like

   
 57. Tamanna shah

  September 29, 2011 at 4:03 PM

  jv bhai,

  tamara facebook na account nu frndrequest approval nu list atlu motu 6e k frnd request mokali sakati j nathi,,hu ghana vakhat thi try karu 6u pan thai saktu nathi…

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: