શ્રાવણ માસ શરુ થઇ ગયો છે. મુસીબત એ છે કે બાવાઓ અને નેતાઓએ સાથે મળીને સૌથી વઘુ ઉદાત્ત વૈચારિક – તાર્કિક ભૂમિકા ધરાવતા ભારતીય દર્શનનું શાહૂકારી પેઢીમાં રૂપાંતર કરી નાખ્યું છે. આખો દિવસ ઘાલમેલ કરી સાંજે શિવમંદિરે એક લોટી દૂધ ચડાવો કે છૂટ્ટા! આખું વરસ ગામગપાટા, સૈરસપાટા અને આટાપાટા રમીને એક મહિનો દાઢી વધારી એકટાણા કરીને બિલીપત્રની થોકડી મહાદેવના મંદિરે મૂકો કે પવિત્ર!
આવી ધાર્મિકતાની સુવાસ ચંદનના એસેન્સ જેટલી પણ નથી હોતી. સમજયા – વિચાર્યા વિના જ કર્મકાંડો કર્યે જવાના અને વાંચ્યા – અનુભવ્યા વિના જ સંસ્કૃતિની ગૌરવગાથાનો નશો વગર ભાંગે ધૂંટતો જવાનો! આપણી માયથોલોજીના સવાલો કેબીસીમાં આવે તો ‘ટપ્પો’ પડતો નથી, અને ગ્રીક ટાઈટન કે થોર પર ફિલ્મો બની જાય છે!
શ્રાવણિયા સોમવારે જ નહિ, આખો મહિનો હવે તો શિવજીની વ્રતકથાઓ, બોધકથાઓ, તીર્થકથાઓ છપાયા કરે છે. ભોલેનાથ ગણાતા આ ભગવાનના નામે ખાસ્સી છૂટછાટ મળે છે. ખાસ કશા વિધિવિધાન વિના પણ એના શરણે જઈ શકાય. એના મંદિરોમાં પણ બહુ નીતિનિયમો કે ઠાઠઠઠારા ન હોય. પણ શિવ માત્ર એક આકૃતિ કે ઈશ્વર નથી. એ એક સાયન્ટિફિક કોન્સેપ્ટ છે! નટરાજનું તાંડવ પાર્ટિકલ ફિઝીકસનો કોસ્મિક ડાન્સ છે, અને અનાદિ મહાકાલમાં બ્રહ્માંડના આદિ તથા અંતના ભેદ છે. ઈશ્વરના ય ઈશ્વર ગણાયેલા શંભુના નામે પચ્ચીસ – પચ્ચાસ ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ બને એટલી રસિક કથાઓ, ઉપકથાઓ જોડાયેલી છે. ઓમ નમઃ શિવાયની સિરિયલો દ્વારા શંકરને ઓળખનારા સમાજ માટે જ્ઞાનનું ત્રીજું નેત્ર ખોલ્યા વિના કરવી પડે એવી દિમાગી કસરત માટે અહીં હાજર છે. ભોલેબાબા સાથે સંકળાયેલી વિગતોમાંથી તૈયાર કરેલી એક કવીઝ… વાંચો, અને વિચારો કે ભોળાનાથ અંગે આપણા જીવનું ભોળપણ કેટલું છે?
યોર ટાઈમ સ્ટાર્ટસ.. નાઉ!
(૧) પ્રાચીન વેદગ્રંથોમાં શિવશંકરના પરચાનો ખાસ ઉલ્લેખ નથી. એમાં ‘‘શિવ’’નો અર્થ ‘કલ્યાણ’ એવો થાય છે, પણ આ સર્વેશ્વરને એક એવા નામથી ઓળખવામાં આવ્યા છે, જેનો અર્થ તોફાન, ઝંઝાવાત, કાળ, ક્રોધ, પ્રકૃતિનો કોપ એવો થઈ શકે. એ નામનું સ્વરૂપ દિતી સાથે મળીને સંતાનરૂપે મરૂત પેદા કરે છે, અને એની આંખનું આંસુ પૃથ્વી પર આજે પણ પવિત્ર ગણાય છે. આ વૈદિક શિવસ્વરૂપનું નામ શું?
(૨) શિવજીના નામ સાથે અભિન્નપણે જોડાયેલો ‘ત્ર્યંબક્મ યજામહે સુગંધી પુષ્ટિ વર્ધનમ્’ વાળો મહામૃત્યુંજયમંત્ર પણ એક વેદસંહિતાનો જ ભાગ છે. કઈ સંહિતાનો?
(૩) ભોળા શંભુ ઝટ પ્રસન્ન થઈને ફટ વરદાન આપી દે. વાયકા મુજબ ભસ્માસુર નામના રાક્ષસને એમણે વર આપ્યું કે એ પોતાનો હાથ જે કોઈની માથે મુકશે, એ બળીને ભસ્મ થઈ જશે. ‘ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી’નું સૂત્ર સમજાવતી ‘સ્પાઈડરમેન’ ફિલ્મ ન જોઈ હોઈને ભસ્માસુર શિવની જ પાછળ પડયો! અંતે વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરી ભસ્માસુરને રિઝવ્યો અને નારી પાછળ ફના થતા કોઈ પણ દીવાનાની જેમ ભસ્માસુર પોતાના જ માથે હાથ મૂકીને બળી મૂઓ! આડકથા એવું કહે છે કે, પછી મોહિનીરૂપ ધારી વિષ્ણુ અને શિવના સમાગમથી ‘હરિહરપુત્ર’ પેદા થયો! કેરળનું ‘મોહિનીઅટ્ટમ’ નૃત્ય જેને સમર્પિત છે, એવા આ હરિ – હર – પુત્રનું બહુ ગાજેલું નામ કયું?
(૪) રામ અને પરશુરામથી લઈને શહાબુદીન રાઠોડના ટૂચકાઓ સુધી શિવજીનું ધનુષ ખાસ્સું સુખ્યાત બન્યું છે. ટૂંકો ને ટચ સવાલ : શિવધનુષનું નામ શું?
(૫) શિવતાંડવ અને શકિતપીઠ પાછળની કથા બહુ જાણીતી છે. શિવના પ્રથમ પત્ની મહારાજ દક્ષ પ્રજાપતિના પુત્રી હિન્દી ફિલ્મોનાં ઠાકુર જેવા દક્ષને ઘૂર્જટિ (ભભૂતધારી) જમાઈ દીઠ્ઠો ન ગમે! દક્ષના યક્ષમાં શિવની અનિચ્છા છતાં શિવપત્ની ભૂતગણો સાથે ગયા અને પિતા દ્વારા પતિનું અપમાન સહન ન થતાં, યજ્ઞમંડપમાં જ પોતાના પ્રાણની આહુતિ દઈ દીધી. આ ખબર જાણ્યા પછી પ્રિય પત્નીનો મૃતદેહ ખભે ચડાવીને શિવે ત્રિલોકને ધ્રુજાવતું તાંડવ શરૂ કર્યું અને એમની સંહારક મુદ્રામાંથી સર્વનાશ રોકવા વિષ્ણુએ સુદર્શનચક્ર ધુમાવી પત્નીના મૃતદેહના ૫૧ ટૂકડા કર્યા – જે ભારતમાં જયાં પડયા ત્યાં એક શકિતપીઠ રચાઈ… ના, કયા અંગની શકિતપીઠ કયાં એવો સવાલ નવરાત્રિમાં.. અત્યારે ઈઝી કવેશ્ચન : શિવના એ પ્રથમ પત્નીનું જાણીતું નામ?
(૬) નૃત્યકાર શિવની ‘નટરાજ’ મુદ્રા તો ભાવિકો જ નહિ, દુનિયાના કળાકારો અને વિજ્ઞાનીઓને પણ અખૂટ ચિન્તન કરવા પ્રેરે છે. અમેરિકાના મ્યુઝિયમમાં મોજૂદ એવી કાંસાની નટરાજપ્રતિમા હોય કે આપણા ઘરમાં રહેલો શોપીસ… દરેકમાં એક અસુર જેવા ઠીંગણી આકૃતિ પર પગ મુકીને નટરાજ નૃત્ય કરતા હશે. એ આકૃતિનું નામ?
(૭) કૈલાસપતિને રિઝવવા માટે રાવણે હિમાલય ઉંચકીને રચી કાઢેલું શિવતાંડવ સ્તોત્ર થેન્કસ ટુ અરવિંદ ત્રિવેદી એન્ડ આશિત દેસાઇ, આજે શિવમ્હિમ્નઃ સ્તોત્રથી પણ વઘુ લોકપ્રિય છે. સવાલ જરા ટ્વીસ્ટેડ છે. આ શિવતાંડવ કયા છંદમાં છે?
(૮) ‘મહાભારત’માં અર્જુન અને શંકરનો સામસામે ભેટો બે વખત થાય છે. એક વખત વરાહના શિકારમાં ‘કિરાત’ (ભીલ સરદાર)નું રૂપ ધારણ કરી શિવ અર્જુનનો મદ ઉતારી તેને હંફાવે છે. બીજી વખત કૈલાસમાં યુદ્ધ માટેના અસ્ત્રોશસ્ત્રો મેળવવા શિવભક્ત બનેલા અર્જુનને શિવ પ્રસન્ન થઇ એક વિશિષ્ટ શકિતશાળી અસ્ત્ર ભેટ આપે છે. કયું અસ્ત્ર?
(૯) બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (સંરક્ષક) અને શિવ (સંહારક)ની હિન્દુ ધર્મના પાયારૂપ ‘ત્રિમૂર્તિ’ દાર્શનિક અભ્યાસનો વિષય રહી છે. પુરાણો એવું કહે છે કે બ્રહ્મા અને વિષ્ણુને એક વાર શિવના સંપૂર્ણ સ્વરૂપનો તાગ લેવાનું મન થયું. ત્યાં શિવ અગ્નિના એક સ્તંભરૂપે પ્રગટ થયા. શૂન્યાવકાશમાં એ સ્તંભ જોઇ એનો છેડો શોધવા વિષ્ણુએ નીચે જવાનું શરૂ કર્યું અને બ્રહ્માએ ઉપર…. પણ અનંત યાત્રા પછી પણ આ શકિતજવાળાનો અંત ન મળતાં બંનેએ શિવને અનાદિ, સ્વયંભૂ માનીને વંદન કર્યા. સવાલ એ છે કે આ શોધ માટે બન્નેએ કયા પશુપંખીનું રૂપ ધારણ કર્યું હતું?
(૧૦) શિવ – પાર્વતી અને એમના લગ્ન માટે નિમિત્ત થનાર કામદેવ- રતિની કથા ખૂબ જાણીતી છે. ખાસ્સી જદ્દોજહત અને મહેનતમુશ્ક્કત પછી (આજની ભાષામાં ‘ફિલ્ડિંગ’ પછી) અંતે શિવને સ્વામી બનાવનાર પાર્વતીના પિતા તો હિમાલય (હિમવાન) હતાં, પણ એમના માતા યાને ભોલેનાથના સાસુજી કોણ?
(૧૧) શિવપુત્ર ગણેશ જેટલા પ્રસિદ્ધ થવાનું નિર્માણ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન) માટે થયું નથી. આમ તો તારકાસુરના વધ માટે શિવે કાર્તિકેયનું પાંચ માથા સાથે સર્જન કર્યું હોવાની કથા છે. પણ કવિ કાલિદાસે શિવ-પાર્વતીના દાંપત્ય પ્રેમનું અદ્દભૂત વર્ણન કરતું કાવ્ય લખ્યું છે. કાલિદાસની આ બેનમૂન ઇરોટિક રચનામાં શિવ-પાર્વતીના આદર્શ યુગલના સાયુજ્ય અને પ્રથમ કુમાર કાર્તિકેયના ગર્ભાધાન અર્થે પ્રણયક્રીડાનું વર્ણન છે, જેના માટે એ શ્રાપિત થયાની પણ દંતકથા છે. નામમાં જ જેની ‘થીમ’ છૂપાયેલી છે એવી આ રચના કઇ?
(૧૨) હળાહળ કાલકૂટ વિષ ગળામાં રાખીને નિલકંઠ બનનાર જટાધારી શિવની જટામાં ગંગા, ગળામાં નાગ, હાથમાં ડમરૂ, શરીરે ભભૂતિ, વ્યાઘ્રચર્મ, સત્વ- રજસ- તમસના ત્રણ ગુણો ધરાવતું ત્રિશૂલ આ બઘું શારીરિક વર્ણન અને પ્રતીકો જગજાહેર છે. સવાલ એ છે કે શિવના કપાળે રહેલો ચંદ્ર કેટલામા દિવસનો ચંદ્ર છે? (નેચરલી, પૂનમનો તો નથી જ!)
(૧૩) શિવ વિશ્વભરમાં એક એવું પૂજાનું સ્વરૂપ છે, જેની ચોક્કસ આકાર કરતાં ઉર્જાના રૂપમાં આરાધના વઘુ થાય છે. માટે શિવપ્રતિમા કરતાં ‘શિવલિંગ’ વઘુ જોવા મળે છે. પૌરૂષના પ્રતીકરૂપ લિંગ સ્વરૂપે પૂજાતા શિવ જ પાછા પુરૂષ- પ્રકૃતિ અને શિવ-શકિત (પ્રોટોન- ઇલેકટ્રોન?)ના અખંડ યુગ્મરૂપ ‘અર્ધનારીશ્વર’ રૂપે પણ પૂજાય છે. શિવનું જ તાંત્રિક સ્વરૂપ ભૈરવરૂપે પૂજાય છે. શિવપૂજાની પરપંરાના ઐતિહાસિક પુરાવારૂપે અઢળક મૂર્તિઓ અને ચિત્રો મળી આવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિની હાલ પાકિસ્તાનમાં રહેલી કઇ આર્કિયોલોજીકલ સાઇટ પરથી શિવનું ચિહ્ન ધરાવતી પ્રાચીન મુદ્રા મળી આવી છે?
(૧૪) ‘ચૈતન્ય જ આત્મા છે…. જ્ઞાન બંધન છે… યોનિગર્ભ અને કળા એ શરીર છે… શકિત ચક્રના સંધાનથી વિશ્વનો સંહાર થઇ જાય છે’ આ શબ્દોથી સ્વયં શિવના મુખેથી કહેવાયેલું કયુ સૂત્ર શરૂ થાય છે? (હિન્ટઃ એ નામના અનુમાન માટે કોમન સેન્સ કાફી છે!)
(૧૫) શિવ યુદ્ધકથાઓમાં સદૈવ અપરાજીત છે. એમને ‘રામેશ્વરમ્’ની કાંઠે રેતીનું લિંગ બનાવી રામ પણ ભજી શકે અને રાવણ પણ! એને ઇન્દ્ર જેવા દેવતા કે આદિ શંકરાચાર્ય જેવા મનુષ્ય પણ ભજી શકે. હિન્દુ ધર્મની વિખ્યાત આખ્યાયિકામાં શ્રીકૃષ્ણના વેવાઇ પક્ષે રહેલો અને એમની સામે લડેલો રાક્ષસ પણ શિવભક્ત હતો! એ કોણ?
(૧૬) શિવમંદિરમાં રહેલા કચ્છપ (કાચબા) પર ભાગ્યે જ કોઇનું ઘ્યાન જાય છે, પણ ત્યાંનો નંદી આબાલવૃદ્ધને ગમે છે. નંદીના નામે અનેક રમૂજી કથાઓ પણ છે. મૈસુરનો વિરાટ નંદી તો સાક્ષાત્ શિવ મંદિરથી પણ વઘુ જાણીતો છે. તમામ દેવી-દેવતાઓ, અસુરો, પશુ-પંખીઓ, નવ ગ્રહો અને મનુષ્યો દ્વારા પણ પૂજાતા શિવના મંદિરમાં આ પોઠિયો વાયુ તત્વનું નિરૂપણ કરે છે. તો તંત્ર મુજબ શિવ સદ્યોજત, વામદેવ, અઘોર, તત્પુરૂષ અને એષણાના પાંચ મંત્રોનો દેહ છે. પણ ત્રિપુંડધારી શિવનું એક નામ ‘ત્રિપુરાંતક’ છે. એકબીજાની ઉપર તરતા સોના, ચાંદી અને તાંબાના ત્રણ આસુરી શહેરોને એક જ બાણમાં વીંઘ્યા હોવાને કારણે! કયા વિખ્યાત રાક્ષસશિલ્પીએ આ જાદૂઈ નગરો બનાવ્યા હતા ?
– તો રીડરબિરાદર, કહો કૈસી રહી? હજુ તો શિવ સહસ્ત્રનામથી લઇને મહાશિવરાત્રિ સુધીની વાતો રહી ગઇ! પણ સોળ સોમવાર જેવા આ સોળ સવાલમાંથી કેટલો સ્કોર થયો? ન થયો હોય તો પણ ડોન્ટવરી… આ બધી તો માહિતી છે. ખરી ખોજ તો શિવતત્વની અનુભૂતિની છે! આજેય બાબા અમરનાથની ફિલ્મથી લઇને અમરનાથની શિવલિંગની સચ્ચાઇના વિવાદ સુધી શંકર તો સમાચારોમાં સ્થાયી જ છે! પણ જેને પૂજીએ એના વિશે કશુંક જાણીએ તો ખરા! તે હવે માણો સાચા જવાબો:
*
*
*
*
*
*
*
(૧) રૂદ્ર
(૨) શુક્લ યજુર્વેદ સંહિતા
(૩) અય્યપ્પા
(૪) પિનાક
(૫) સતી
(૬) અપાસ્મારપુરૂષ (અજ્ઞાનનું પ્રતીક)
(૭)પંચચામર (સુધારા માટે મિત્ર પ્રહલાદ જોશીનો હાર્દિક આભાર )
(૮) પાશુપત
(૯) વરાહ (વિષ્ણુ), હંસ (બ્રહ્મા)
(૧૦) અપ્સરા મેના (હિમવતી)
(૧૧) કુમારસંભવમ્
(૧૨) પંચમીનો
(૧૩) મોહેં જો દરો
(૧૪) શિવસૂત્ર
(૧૫) બાણાસુર (કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધની પ્રેયસી- પત્ની ઓખાનો પિતા)
(૧૬) મયદાનવ
(જરાતરા સહજ ફેરફાર સાથે પાંચેક વર્ષ અગાઉનો લેખ)
mehul
August 1, 2011 at 6:27 AM
thank you sir, for putting such a nice quize. fari ek vaar gyanvardhak lekh. ane ha, maro score…….11
LikeLike
himmatchhayani
August 1, 2011 at 8:27 AM
એકદમ મસ્ત કટાક્ષ..જય ભાઈ
LikeLike
jagrat
August 1, 2011 at 8:33 AM
મારો સ્કોર ૫ નો થયો. અમુક સવાલો ગુગલી થયા તો અમુક બાઉન્સર.
LikeLike
Minal
August 1, 2011 at 10:25 AM
Fantastic…just love it, many answers i knew but long time have not been in constant touch so missed many too.:p At least, got 4-5 answers. (with lil doubt)
LikeLike
ridhdhishvora
August 1, 2011 at 10:45 AM
ખુબ સરસ જયભાઈ……
LikeLike
devang
August 1, 2011 at 11:49 AM
Superb & Very good article starting on “Shravanmas”. Har Har Mahadev.
LikeLike
Kaushik Purani
August 1, 2011 at 12:40 PM
Jaybhai,
Perfect choice of subject on first day of Shravan. In some bhajans i heared “Bij Chandra Chamkayo” whether that moon is of BIJ or PANCHAM?
KBC also starts soon. So topic is more appropriate. Enjoyed a lot.
LikeLike
jay vasavada JV
August 1, 2011 at 1:04 PM
kaushikbhai bij na chandra ange pranavbhai ne pan javab aapyo chhe..
LikeLike
Pranavkuamr Adhyaru
August 1, 2011 at 12:52 PM
ચંદ્ર બીજનો છે.
LikeLike
jay vasavada JV
August 1, 2011 at 12:57 PM
pranavbhai, aa lekh chhapayo tyare aa ange charcha thayeli..vidwano ma aa ange matbhed chhe..ghana bhajanoma y bij na chandrano ullekh chhe. pan sanskrutna ketlak sandarbho ene panchmino ganave chhe. shivmandir na pujario aa ange ekmat nathi. me sandarbho na aadhare panchmi lakhyu chhe. chhata y aa ange margdarshan aapsho to sudhari laish.
LikeLike
Envy Em
August 1, 2011 at 1:25 PM
વાહ અને ઓહ!!! બંને એક સાથે નીકળી ગયા – અફલાતુન ક્વિઝ …I should confess- didnt know most of the ans
LikeLike
parikshit s. bhatt
August 1, 2011 at 1:04 PM
CHANDR BIJ NO J CHE…
LikeLike
jay vasavada JV
August 1, 2011 at 1:23 PM
barabar..pan e j to kahu chhu ne ke yogy aadhar mujab margdarshan aapo etle sudhari shaku..ahi ketlak panchmi na aadhar me mukya chhe. vadhu adhikrut mahiti malye sudhari laish.
LikeLike
Minal
August 1, 2011 at 8:43 PM
As per my knowledge ‘bij’ no chandra too, so when i checked my answer here, found out “panchmi” no!! and right now agreed with ur answer as you’ve wrote so, must be frm sm right resources and references.
LikeLike
jay vasavada JV
August 1, 2011 at 1:16 PM
few online references abt moon:
http://www.himalayanacademy.com/resources/books/dws/dws_sivas_dance.html
http://www.mahashivratri.org/about-lord-shiva.html
http://www.allbhajans.com/shiva/
http://arunachalagrace.blogspot.com/2011/04/moon-at-arunachala.html
LikeLike
Kunjal D Little Angel
August 1, 2011 at 1:27 PM
Jay Hatkesh
Good morning
Lekhak Saheb..
Shravni Somvar ni sharuaat apna mahiti sabhar lekh thi kari..
Nice to c u bk Home..:-)
hv Happy Somvar
cya tc om
LikeLike
jainesh
August 1, 2011 at 1:39 PM
Jay Excellent! I thought of 1 answers which came the same. I think you may gave a wrong answer! See BHRMA VISHNU MAHESH were allotted their powers i.e. SHAKTI by the means of BIJ MANTRA NAMED “MAHA SARASWATI” TO BHRMA, “MAHA LAXMI” TO VISHNU AND “MAHA KALI” TO MAHESH. Jay due to the further progress of “Srusti” leela was played! in it Maha Saraswati was not allowed to stay with Bhrma, Laxmi went maha sagar she then married to VISHNU at the time of samudra manthan, and Maha Kali took birth at Daksh House as Sati, MAA Sati then married to Mahesh. So Sati maa is the second incarnation of THE ORIGIN. See i don’t think i am wrong so if then give me the right answer.
LikeLike
jay vasavada JV
August 1, 2011 at 1:53 PM
thnxxx for active interest in supportive information. 🙂 but how does it is related to question? which is not abt complete back story of sati, but her status as first wife of shiv before parvati – which is true.
LikeLike
jainesh
August 1, 2011 at 1:48 PM
Jay again in the Th question i have a different version see i think u need to do some what perfect research for that question. don’t feel bad. I am not there to say you wrong but if there is an true or more precise fact then given by u then it should be brought to light.
LikeLike
naina
August 1, 2011 at 2:31 PM
shravan no somvar to shubh shubh thai gayo. Jaybhai tame to shravan ni ganij sari shubh saruvat kari. prfect subject on first day of shravan. excellant Har Har Mahdev.
LikeLike
parikshit s. bhatt
August 1, 2011 at 2:33 PM
Jaybhai; BIJ NA CHANDR HOVA VISHE “SHIV PURAN” ma mahiti che j. Biju k Pradhyapak RAMBHAI D. SHUKLA(0278-2560231);BHAVNAGAR k jeo “SANSKRUT” na pradhyapak rahi chukya che Shamaldas Arts’ College-Bhavnagar ma, teo ni sathe vat karata teo e pan BIJ j kahyu,Pra. Rambhai SAURASHTRA SAMACHAR-Bhavnagar ma TAMAM DHARMIK lekho varsho thi lakhe j che(jem k shravan mas ni kathao;navratri kathao…vagere). To aa ange hu ekdam sure chu k jawab ma BIJ NO CHANDR j ave…astu…
LikeLike
jay vasavada JV
August 1, 2011 at 2:42 PM
me lakhyu j chhe ke aa ange gujarati vidwano ma matbhed chhe..national level par n ref. to me mukela chhe. shiv puran na adhikrut verzn ma thi shlok taanki ne muki shako to aabhari thaish jethi sandarbh sahit sudharo kari shaku.
LikeLike
jay vasavada JV
August 1, 2011 at 3:51 PM
shiv puran ni sastu sahityvali aavrutti mari pase chhe. lakhti vakhte joi gayelo pan ema koi definitve shlok malyo nahoto. chhata fari thi refer karu chhu. hidu dharm ma koi ek dhrmgranth j authentic nathi ne adfabeed jungle jevo ghat chhe. panchmi na chandra no refernce matmatantar pachhi me lidho chhe e agauu pan link muki chhe te aa chhe…
http://www.minimela.com/index.php?main_page=product_info&cPath=69_72&products_id=420
e pustak nu e page pan vachi shaksho..
http://books.google.co.in/books?id=EWlHPAkjBKUC&pg=PR39&lpg=PR39&dq=shiva+moon+fifth+day&source=bl&ots=BFH0TmpcPe&sig=Tv9qNbTF6s2MZEuDUN4Ni52NGM4&hl=en&ei=wX02TvbIDYrkrAefwK2kCw&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CBYQ6AEwADge#v=onepage&q&f=false
LikeLike
Hemang Patel
August 1, 2011 at 4:22 PM
જયભાઇ, મારુ જ્ઞાન તો બહુ ટુંકુ પડ્યુ… ઘણું નવુ જાણ્યું અને સમજ્યું. કંઇ વધુ કહેવાની લાયકાત નથી એટલે “Like” કરીને અહીથી ભાગુ છું. જો કે લોકોની કોમેન્ટ વાંચવા પાછો આવતો રહીશ, તેમાંથી પણ ઘણું જાણવા જેવુ મળે તેમ છે.
આભાર.
LikeLike
Preeti
August 1, 2011 at 6:46 PM
Enjoyed lot and got knowledge.
LikeLike
Dr.Vasant Shroff.
August 1, 2011 at 7:02 PM
Shivpuran ma maru gyan….lagbhab…0….sabit thayu..Jaybhai!!!
LikeLike
chetu
August 1, 2011 at 7:42 PM
અનોખી પોસ્ટ બદલ અભિનંદન જયભાઇ …! અને હા મારા ખ્યાલ પ્રમાણૅ બીજ નો ચન્દ્રમા છે … તેમ છ્તા શાસ્ત્રોમાં જે આલેખાયુ હોય એ સાચુ .. વિદ્વાનોમાં પણ મત મતાંતર હોઇ શકે …
LikeLike
miteshpathak
August 1, 2011 at 8:05 PM
Jaybhai,
Excellent article.
LikeLike
Maharshi Shukla
August 1, 2011 at 8:50 PM
” ઘણા સવાલો ના જવાબ ન આવડ્યા , લગભગ ૭ સુધી સ્કોર પહોંચ્યો આઠેક વરસ પહેલા શ્રી પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલ શિવ-પાર્વતી ના બધા ભાગ વાંચ્યા હતા એ કામ માં આવ્યા ……… “
LikeLike
Bharat Pannalal Patel
December 9, 2012 at 12:51 PM
Thank you for reading ‘Shiv-Parvati’ by Pannalal Patel.
From publishers of ‘Shiv-Parvati’ , Sanjeevani, Tel : 079-27910990
LikeLike
mehul tewar
August 1, 2011 at 9:29 PM
4, 5 & 8… only answer i know…baki na to question pan nava hata mara mate….
LikeLike
agravat gautan
August 1, 2011 at 9:43 PM
sir i could answer only two questions but got much visiting this page
LikeLike
Amit Andharia
August 2, 2011 at 11:29 AM
Hindu dharm ma personification na bhag rupe ‘Tushti’ ne jivan no ek bhag ganava ma ave che! 🙂 Hindu dharm ma chandr ni 16 kala paiki 5mi kala a ‘Tushti’ darshave che ane a shiv a jata ma dharan karyo che (j crescent che) atle a vanki-chuki ghata ne magaj sathe sarkhamni kariye to shiv a tushti ne magaj par dharan kareli che avu kahi shakay… 🙂 aa maru potanu logic che! 😛 correct me if if i made a blunder… 😀 😉
ref: wiki
LikeLike
Bhavesh Patel, CFP
August 2, 2011 at 1:14 PM
Very well said Jaybhai..
LikeLike
Namrata Pandya Unadkat
August 3, 2011 at 9:30 AM
Jaybhai,
4/16 only….
Mena…Sati…..Pasupat….and Pinaak….baki badhu gyan ma vadharo che….very nice article….I had missed this article from 5 yrs back….but got this time…thank you very much…
LikeLike
Chintan Oza
August 6, 2011 at 12:13 AM
matra 3 j sacha padya..but koi vandho nahi…ekdum different vato janva mali…thanks JV.
LikeLike
bansi rajput
August 9, 2011 at 7:56 PM
ketlu badhu navu janva malyu ….majority javab to shu amuk to saval na gujrati word na meaning b nai aavadta… 😦 my performance is very poor…. 😦 😦
ane aama me ketli var select karva 6ata new aartical mate by mail mane notify j nai kartu…. 😦
aaje badha aartical vanchi nakhu baki rahela…. 🙂
LikeLike
bansi rajput
August 9, 2011 at 8:10 PM
By the way my score is 4 …. 😦 pan have after dis i know much more… 🙂
LikeLike
Maharshi
March 10, 2013 at 6:06 PM
waah bhai wah…. khub maja aavi.. aarya-geeti ma rachayela Shiv tandav ni to maja j kaik aur che.. aa ma 32 aakhashro no adhbhut mel che.. Shiv tatva taraf darek ni gati thai ane sacha aarth ma aapane Dharma ne olakhiye ane aadambaro ni upar uthiye… Har Har mahadev
LikeLike
Bhupendrasinh Raol
March 10, 2013 at 6:43 PM
સરસ ક્વીઝ હતી પણ જવાબો શું કામ લખી નાખ્યા? પછી લખવાના હતા…
LikeLike
sanjay upadhyay
March 10, 2013 at 10:46 PM
પ્રસંગોચિત લેખ અને ક્વીઝ. આ લેખ વાંચીને શિવપુરાણ વાંચવાની પ્રેરણા થાય એની નવાઈ નથી. હાલમાં અમીશ ત્રિપાઠીએ તેમની બેસ્ટ સેલર મેલુહા સીરીઝથી લોકોને શિવનું નવું અર્થઘટન આપ્યું છે.
LikeLike
pratik tank
March 11, 2013 at 12:49 AM
3 ans sacha padya… sati, kumarsambhavm ane rudra…. baki ghanu navu janva malyu 🙂
har har mahadev 🙂
LikeLike
Shobhana Vyas
March 11, 2013 at 2:14 AM
Very nice Jay, USA ma aajna divse shivji ni aatli saras mahiti vanchva mali te badal thanks….Jay really I respect u n would like to say ke te knowledge ne digest karyu chhe…ek taraf religion vishenu etluj undu gyan ane biji taraf chabchabiya na pictures vishe ni vaat hoy ke filmi goship (balma song),…vishay koi pan hoy teni rajuaat khub sundar rite karva ni khasiyat la-jawab…wah kya baat he….great !!
LikeLike
Neela Soni Rathod
August 7, 2013 at 12:32 PM
Shiv Shiv ….. Jay Jay……
LikeLike
kavya patel
August 7, 2013 at 12:51 PM
score 0……aum namah shivay,,,,aum namah shivay
LikeLike
Arvind Barot
September 7, 2013 at 3:41 PM
રાવણ રચિત ‘શિવતાંડવ સ્ત્રોત્ર’ આર્યગીતિ’ કે ‘પંચચામર’ છંદમાં છે કે નહીં એ તો હું ન કહી શકું પણ,આ સ્ત્રોત્ર “અર્ધનારાચ” છંદમાં છે એમ ખાતરીપૂર્વક કહી શકું…સંસ્કૃત વૃતોનો તો મારો અભ્યાસ નથી ..પણ,પિંગળશાસ્ત્રની યથાશક્તિ જાણકારીના આધારે હું આને ‘અર્ધનારાચ’ કહું છું.અર્ધમાગધી અને પ્રાકૃત પછી…હિન્દી/વ્રજભાષાની છંદોબદ્ધ રચનાઓમાં બીજા અનેક છંદો ઉમેરાયા/પ્રયોજાયા … સમયાંતરે હિન્દી અને રાજસ્થાનીના મિશ્રણવાળી એક અલગ કાવ્યબાની વિકાસ પામી.જે ‘પિંગળ’ના અનુસંધાને ‘ડિંગળ’ નામથી ઓળખાય છે…મેઘાણીએ આ ‘ડિંગળી ‘ સાહિત્યને ‘ચારણીસાહિત્ય’ એવું નામ આપ્યું.’પિંગળ’ અને ‘ડિંગળ’ બંને છંદશાસ્ત્રોમાં રાવણરચિત શિવતાંડવ સ્ત્રોત્ર “અર્ધનારાચ’ છંદમાં જ ગણાય છે.
LikeLike
Dipak Soliya
February 18, 2015 at 2:46 AM
જવાબ તો અડધા જ આવડ્યા, પણ મજા પડી. આ રીત સારી છે. આવી વિવિધ ક્વિઝો બનાવો. કટારલેખક હોવું એટલે ત્રાસરૂપ પરીક્ષાઓ વિના પ્રેમથી કશુંક ભણાવવા મથતો માસ્તર, એવું હું સમજું છું. 🙂
LikeLike
Dinesh Chauhan
February 18, 2015 at 4:08 PM
જયભાઈ ભારતીય સંસ્કૃતિની મહત્વની માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર, જ્ઞાનગંગાને આવી જ રીતે વહાવતા રહો અને અને જનમાનસને પરિતૃપ્ત કરતા રહો.
LikeLike
મનસુખલાલ ગાંધી
September 6, 2016 at 6:28 AM
સરસ ક્વીઝ બનાવી છે.
LikeLike