RSS

ગુજરાત@૨૦૬૦ : ખૂશ્બુમાં ખીલેલા ફુલ? આંસુમાં ડૂબેલા જામ?

29 Jul

બ્રેઇનની ચીપ વાઇબ્રેટ થવાની સાથે જ જેવીથ્રીની આંખો ઉઘડી ગઇ. એલાર્મ એના સેટ ટાઇમ મુજબ જ વાગ્યો હતો. મગજમાં એકસ્ટ્રા મેમરી ઇનપુટ ડિજીટલી ફીડ કરવાની વાત સાવ સાહજીક હતી અને એલાર્મ ક્લોક કે મોબાઇલનો મોહતાજ નહોતો. જેવીથ્રીએ આંખો ચોળતા ચોળતા દીવાલ પર આંગળીથી ઠપકાર્યું. ફિંગર ટચ સેન્સર સાથે જ વોલ પર સ્ક્રીન શરૂ થઇ ગયો. દ્રશ્યોની ધમાચકડી વચ્ચે ફ્‌લેશ થતા કંપનીના સ્ટોક ઇન્ડેક્સના ભાવો પર જેવીથ્રીની નજર ધુમવા લાગી. સ્પેસમાં રિયલ એસ્ટેટની તેજી ભડકે બળતી હતી. પૃથ્વી પરની બધી જ જમીનોના સોદા થઇ ગયા પછી બ્રહ્માંડમાં લેન્ડ ગ્રેબિંગના સ્પેક્યુલેશન થતા હતા.

જેવીથ્રીએ આળસ મરડી. વોલમાંથી એક ટ્રે તરત જ બહાર આવી. એમાં નાનકડી રંગબેરંગી કેટલીક કેપ્સ્યુલ્સ હતી. એ ગળી જઇને એણે તરત જ બાજુના બેઝિનનો નળ ચાલુ કરી પાણીનો ધૂંટડો ભર્યો. જેવીથ્રીનો બ્રેકફાસ્ટ થઇ ગયો હતો. હવે આખા ગુજરાતમાં સેન્ટ્રલ વોટર પ્યુરિફાયર યુનિટ્‌સ હતા. દરેક લાઇનમાં પીવા જેવું ચોખ્ખું પાણી લાંબાલચ દરિયા કિનારામાંથી મીઠું થઇને જ આવતું હતું. ઓબેસિટીના ભયાનક વધારા અને અવનવા વાઇરલ રોગચાળા પછી ન્યુટ્રીશનીસ્ટ્‌સે બધી જ ગુજરાતી વાનગીઓ પોઇઝનસ અને પ્રોહિબિટેડ જાહેર કરી હતી.

હવે ઢોકળા, ફાફડા, પાણીપુરી, બટાકાપૌઆ બઘું જ પ્રોહિબિટેડ હતું. પુરી, શીરો, સમોસા, પિઝા, ભેળ, ઢોસા, લાડુ, શિખંડ કશું જ નવી જનરેશનમાં કોઇને પચતું નહોતું. વિજ્ઞાનીઓએ બધાના ટેસ્ટ્‌સની કોન્સન્ટ્રેટેડ ફ્‌લેવરવાળી ટેબ્લેટ્‌સ બનાવી લીધી હતી. બધા પોષક દ્રવ્યો એમાં જ આવી જતા હતા. દાંત હવે ચાવવા માટે નહીં, પણ કોસ્મેટિક પર્પઝથી ફલોસ કરવાના રહેતા હતા. જેવીથ્રીએ ઝટપટ વેપોરાઇઝર ચાલુ કરીને વરાળિયું સ્નાન કર્યુ નવા ઇલેકટ્રિક બ્લ્યુ અને મેજેસ્ટિક રેડ કલરના ટી-શર્ટ-શોર્ટસ પહેર્યા. એના ફેવરિટ બાઉન્સી શુઝ પહેર્યા.

બોડી સાથે શુઝના સેન્સર કનેક્ટ થઇ રોજ સવારે જ એના આખી બાયોરિધમનો ચાર્ટ આપી દેતા હતા. કાંડા પર આઇ-બેલ્ટચડાવ્યો. હવે લેપટોપ કે મોબાઇલ ભૂતકાળની વાતો હતા. બઘું જ આઇબેલ્ટમાં આવી જતું હતું. જ્સ્ટ એક સ્વીચ ક્લિક કરવાથી હવામાં જ ચાહો તે સાઇઝનો હાઇરિઝોલ્યુશન સ્ક્રીન તરવરતો હતો જેમાં ટચ કરીને એન્ટર થવાનું, જે ન્યૂઝ કે અનેટરટેઇનમેન્ટ જોવા હોય એ એમાંથી મળતા. બૂક્સનો બોજો સાવ નીકળી ગયા હતો. જેવીથ્રીના ફાધરે જ સ્ટીવ જોબ્સના વારસદારો પાસેથી આઇબેલ્ટની એજન્સી મેળવી હતી. હજુ યે બહાર બીજે જ થતી બધી શોધોનું ટ્રેડીંગ કરવામાં ગુજરાતીઓ રિચ થતા જતા હતા.

જેવીથ્રીની ઉંમર કોલેજે જવાની હતી પણ હવે કોલેજોમાં જવાનું નહોતું. ફેવરિટ ટીચર્સના વર્યુઅલ લેકચર્સ એડમિશન પછી મળતા સ્માર્ટકાર્ડથી ડાઉનલોડ કરવાના રહેતા. એસાઇનમેન્ટસ ઓનલાઇન સબમીટ થઇ જતા. ઇન્ફેકશનની બીકને લીધે કોઇ કલાસરૂમમાં જતું નહીં. ઇનફેક્ટ, મોટી મોટી સોસાયટીઓ ફરતા ઇનક્યુર્બેટેડ ડોમ હતા. કલાઇમેટ બહુ જ ડિસ્ટર્બ રહેતું હતું. બહાર! એટલે ડોમમાં સતત ઇલેક્ટ્રોમેગ્નેટિક સિરિઝથી નયનરમ્ય દ્રશ્યો ઉભા કરી શકાતા હતા. આસપાસ કસ્ટમાઇઝડ આકાશ..જંગલ…ને એવું બધું લાગે. મોંઘી સોસાયટીમાં તો વોલપેપરની જેમ ડેઇલી વિઝ્યુઅલ્સ ફરતા જાય. બગીચો રોજ નવો લાગે. હવે ડિગ્રી કોર્સીઝ તો હતા નહીં. સ્પેશ્યલ સબ્જેક્ટ પર પ્રોજેક્ટ કરીને જ ગ્રેજ્યુએટ થઇ શકાતું. એક્ઝામ્સ દર વર્ષે પણ અમુક અમુક સમયે કોમ્પ્યુરાઇઝડ રીતે જ આપવાની થતી. બાકી વર્ચ્યુઅલ ડિસ્કશન્સ એન્ડ સ્પોર્ટસ!

ઓહ સ્પોટ્‌ર્સ! જેવીથ્રીને બહાર મેદાનમાં રમવા જવાનું બહુ મન થતું. પણ હવ બધી જ સ્પોર્ટસ ગેમિંગ સોફ્‌ટવેર્સ પર રમાતી. રોજ બે વખત એક ટ્યુબ જેવી ચેમ્બરમાં સુઇને મસાજ અને એવી એક્સેસાઇઝ ઘેર કરવાની રહેતી ડાયેટ તો પ્રિસ્ક્રાઇબ્ડ ન્યુટ્રીશન્સનો જ હતો. હજુય ક્યાંક જૂના પેઢીના લોકો સિંગતેલની દાણચોરીના પ્રયત્નો કરતા એવું જેવીથ્રીએ સાંભળ્યું હતું. પણ ફ્રાઇડ ફૂડ પર પ્રોહિબિશન હતું. જેવીથ્રીએ હુતુતુતુ ૩.૫અપલોડ કરી રમવાનું ચાલું કર્યુ. ક્યારેક એણે વિન્ટેજ હેરિટેજનો ચસ્કો લાગતો.એટલે હમણા પ્લેનેટ પ્રિઝનછોડીને એ આ ગેઇમ ખરીદી લાવ્યો હતો.

જેવીથ્રીને તરત કંટાળો આવ્યો. ૨૦૬૦નો આ ભયાનક રોગ હતો. બોરડમ. કંટાળો. નથિંગ ઇઝ હેપનિંગ. એમાંથી ડિપ્રેશન આવતું. પછી લોન્લીનેસ ફીલ થતી જેવીથ્રી યંગ હતો. હવે મમ્મી-પપ્પા સાથે રહેવાનું નહોતું. જેવીથ્રીને આમ પણ પેરન્ટ્‌સ સાથે થોડા ઇસ્યુઝ હતા. જેવીથ્રીને લવ થયો હતો. એનું નામ હતું. બી.ટી. ફાઇવ. એની આંકોમાં ગ્રીન શેડ્‌સની લાઇટ જેવીથ્રીને ગમતી. ફર્સ્ટ ડેટ પર બંનેએ વર્ચ્યુઅલ કિસ કરેલી. ઓહ! સ્ટિલ ઇટ્‌સ સો એકસાઇટિંગ. બહાર ગયા વિના જ માત્ર એક હેડગીયર પહેરીને પોતપોતાના ઘરમાં બેસી બંને સાઇબરડેટ પર જઇ શકતા. સાથે રહેવું જરૂરી નહોતું પણ લવ થાય તો જ સાઇબરડેટની કનેક્ટિવિટી મળે. બી.ટી. ફાઇવ વોઝ ક્રેઝી, ફની એન્ડ હોટ ગર્લ. પણ એ હાફરોબોટિક હતી. ત્યારે જીનેટિક એક્સપેરિમેન્ટ્‌સ સાથે રોબોટ્‌સનું ફયુઝન કરવામાં આવેલું. જેવીથ્રીના પપ્પાને પસંદ નહોતું કે કિડ્‌સ પેદા ન કરે એવી હાફરોબોટિક છોકરી સાથે છોકરો એફેર કરે.

પણ જેવીથ્રીને ક્યાં મેરેજ કરવા હતા? હવે ભાગ્ય જ કોઇ મેરેજ કરતું બધા બસ લિવ ઇનમાં મન પડે તો સાથે રહેતા, પણ બહુ લાંબો સમય સાથે ન રહી શકતા. એડજસ્ટમેન્ટ્‌સ કોમ્પિલિકેટેડ લાગતા. એટલે એકસાથે અલગ અલગ રિલેશન્સ રાખી, પ્રાઇવસી જળવાય એમ બધા ઇન્ડિવિજ્યુઅલ ફ્રિડમથી રહેતા. પણ જેવીથ્રીને તો રોમાન્સ કરવો હતો. એમાં એની કરિઅર તરફ ઘ્યાન નહોતું રહેતું. એ સારો બાયોટેકનોલોજીસ્ટ બની શકે તેમ હતો. એમ તો એણે પહેરીને અદ્રશ્ય થઇ શકાય એવો સૂટ પણ ડિઝાઇન કર્યો હતો.

બપોર થવા આવી. જેવીથ્રી વિચારે ચડ્યો. આજે બીટીફાઇવ ઓનલાઇન નહોતી. જેવીથ્રીને થયું, આજે નવું એક્સ્પ્‌લોરેશન કરવું જોઇએ. ઇટ્‌સ હાઇ ટાઇમ. એને પોતાની ગુજરાતી રૂટ્‌સ માટે ગર્વ હતો. એ ઘણી વખત જૂની જૂના વસ્તુઓ લઇ આવી મ્યુઝિયમમાં સાચવતો. અગાઉ જે અખબારો આવતા એની પૂર્તિઓના લેમિનેટેડ ટુકડાઓ એના કલેકશનમાં રહેતા. ગુજરાતમાં અગાઉ બધા બહુ પહેરતા એવી વ્હાઇટ ખાદીનો એક શર્ટ પણ એણે જાળવેલો. એને ગુજરાતી ભાષા થોડી થોડી ઉકેલતા ફાવતું હતું. એણે જાણ્યુ હતું કે એના દાદાનું નામ જાજવલ્ય વૈદ્ય હતું. પણ પછી એવી નામો બોલવામાં ટંગ ટ્‌વીસ્ટને એવી બધી તકલીફ પડતી હતી. એટલે હવે આવા જ નામો આવતા જતા હતા. ક્યારેક જેવીથ્રી કોઇ કાગળના ટુકડા પર કવિતાથી ફેસિનેટ થયો હતો. પણ કેટલાક ગુજરાતી મુવી રિસ્ટોર કરીને જોયા પછી એને બીક લાગતી હતી. એને જોકે ક્લાસિક મ્યુઝિક સાંભળવું ગમતું .આર્કાઇવ હિસ્ટ્રીમાં બધા ફોટોગ્રાફ્‌સ પણ એણે એકઠા કર્યા હતા. ગ્રેટ લીડર્સના અને એન્ટરટેઇનર્સના.

જેવીથ્રીને રસ હતો કે ગુજરાતમાં ખૂણે ખૂણે ફરીને એક્સપીડિશન કરે. એણે સાંભયેલું કે એના આ નેટિવ પ્લેસમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા મોટા શહેરો હતા. લાયન્સ હતા, વન્સ અપોન એ ટાઇમ ડામર રોડ પર બધા છકડો રીક્ષા ટાઇપના ફની વાહનો ફેરવતા. આજે તો દસ-દસ માળના ફલાયઓવર્સ પર મેગ્નેટિક રીતે જકડાયેલી રહેતી સિંગલ સીટ કારનો જમાનો હતો. બધા હવામાં ઉડી શકતાં. ફ્‌યુલ પોલ્યુશન ન થાય એવું સોલાર ફ્‌યુઝન પાવરનું સ્ટેશન હતું.

ટ્રાફિક સેન્ટ્રલાઇઝડ રહેતો ને જામ થઇ જતો, ત્યારે ઉડીને જવું પડતું, એટલે નાના વિમાનો વાપરવા પડતા. હમણા એક નેનો હેલિકોપ્ટર પણ બહુ ચાલ્યું હતું! બુલેટ સ્પીડથી ગમે ત્યાં પહોંચી શકાતું. પણ ગુજરાત બહાર નીકળવા માટે પાસપોર્ટ જોઇએ. ઇન્ડિયા હવે એક યુનાઇડેટ ફેડરેશન હતું. કેટલાય રાજ્યો સ્વતંત્ર થઇ ગયા હતા. ત્રીજા વિશ્વયુઘ્ધ પછી લડવાની મામલે શાંતિ હતી. લાસ્ટ એટોમિક બ્લાસ્ટમાં પાકિસ્તાન પણ લગભગ ખતમ તાલિબાનોએ કર્યું હતું. એકાદી કોર્ટમાં જોકે હજુ યે પચાસ-સાઠ વર્ષ પહેલાના તોફાનોના કેસ ચાલતા હતા એવું જેવીથ્રીએ પણ સાંભળ્યું હતું.

જેવીથ્રીને બહુ બઘું કૂતુહલ થતું, જુનું જુનું જાણવાનું પણ એને લાગતું કે જાણે હિસ્ટોરિકલ ડેટા બધે જ ઓલ્ટર કરી દેવાયો છે. એ રિસર્ચ કર્યા કરતો. એમાં એને એક અન્ડરગ્રાઉન્ડ બૂઢા ગુજરાતીનું મેઇલ આઇડી મળેલું. એ ક્રાંતિકારીએ કહેલું કે એ એને ઓરિજનલ ટ્રુથની વાયોલટ રે ડિસ્ક મોકલશે, મોડી બપોરે ટેલિપોર્ટેશનથી હવાના જ મોલેક્યુલ્સમાંથી બનીને જેવીથ્રીના ડેસ્ક પર આવી. જેવીથ્રીએ પોતાના વર્ચ્યુઅલ અવતારને દરિયાકિનારાના લોકેશનની નકલ કરતા મોલમાં ફરવા મોકલેલો, એ શટ ડાઉન કરી, ડિસ્ક ઉપાડી. જેવીથ્રીએ ઝપાટાબંધ એ ચડાવી. એને હતું કશીક રહસ્યમય કહાની જાણવા મળશે. શું કામ પોતાને આ મેગામેટ્રોઝની બહાર જવા દેવામાં નથી આવતો એની ખબર પડશે. કેમ સતત યંગ કિડ્‌સ પર સર્વેલન્સ રખાય છે કે એ ગુજરાતના આઉટસ્કર્ટમાં જઇ એને એકસ્પ્લોર ન કરે? હવે ખુલાસો થશે.

સામે સ્ક્રીન પર દ્રશ્યો રચાતા ગયા. બ્લડપ્રેશર અને હાર્ટબીટ્‌સ માપતા સેન્સર રેડ લાઇટ બતાવતા ગયા. પણ હવે બધા જ ગરમ હવામાનમાં ટુ પીસ કોસ્ચ્યુમમાં ફરતા હોઇ, ૨૦૧૧ના ગુજરાતીને ઘરમાં  બિકિની પહેરી ફરતી છોકરીને જોઈને જે થાય, એ અસર જેવીથ્રીને થઇ! જેવીથ્રીની આંખો પહોળી થઇ! મોં ખુલ્લું થુયું. એને ખબર પડી કે દસ વર્ષની ઉંમરે જ એની મેમરી રિફ્રેશ કરવામાં આવી હતી. ઇનોવેટિવ ફ્‌યુચરના પ્લાન તળે! એ જે જીવે છે, એ ગુજરાત હતું. જ નહીં! ગુજરાત તો ૨૦૫૦માં જ ખતમ થઇ ગુયું હતું. આ તો એની જસ્ટ રેપ્લિકા હતી. નવા બચ્ચાં લોગને આ બઘું ખબર ન પડે એટલે બહાર જેવા દેવામાં આવતા નહીં.

ગુજરાત એક અનોખું અને અવનવું રાજ્ય હતું. ભૂકંપથી સ્વાઇન ફ્‌લુ સામેના પડકારો સામે લડીને બેઠું થઇ જતું હતું. પણ આ ગુજરાત, એની તમામ સંસ્કૃતિ સાથે ઘ્વસ્ત થઇ ગયું હતું. કારણ કે ગુજરાતીઓને મનીકોન્ડ્રિયાની બીમારીનો ચેપ બચપણમાં જ લાગી જતો હતો. ગુજરાતીઓ મોટા થતા એટલે દરેક બાબતને માણવાનું એમનું ધોરણ પૈસો બની જતો હતો. માન આપવાનું, ચાહવાનું, ભણવાનું, ઉજવવાનું,શોક રાખવાનું, શાસન કરવાનું- બઘું જ પૈસા માટે. જે પૈસા કમાય એ જ ગુજરાતી પ્રજાનો હીરો હતો. પૈસો ત્યાગનારા ધર્મગુરૂઓની શક્તિનું માપ પણ પૈસાના ભોગથી નીકળતું. અને આ બધા વચ્ચે ધર્મ, કોમ, જ્ઞાતિનું હાડોહાડ વિભાજન રહેતું. એક પ્રકારની અંદરો અંદર એકબીજાને ખાઇ જવાની રેસ રહેતી.જ્ઞાન, પ્રતિભા, કળા બઘું જ એમાં ખતમ થઇ ગયું. ગુજરાત આબાદ થયું, પણ ગુજરાતીઓ બરબાદ થયા. અંતે પાયા વિનાનું ઝગમગતું ગુજરાતી શિખર પડી ગયું!

જેવીથ્રી માથું પકડીને બેસી ગયો. એ રોજ સાંજે ડિજીટલ બાબા રેની મદદથી ‘આત્મિક હીલિંગ’ લેતો હતો. પણ આજે એનું ય એને મન ન થયું. સ્ક્રીન પર સ્ટેમ સેલની કોમોડિટી માર્કેટના સટ્ટાના ભાવ ખુલતા હતા. બંધ કમરામાં બીપથયું. સુરજ ડૂબવાનો એ સંકેત હતો. નેચરલ લાઇટ સોર્સ જતાં, આર્ટિફિશ્યલ પાવર ઓન થયો!

 

આ ‘એટેમ્પટેડ સાયન્સ ફિક્શન’ મૂળ તો બે જ કલાકમાં ૨૦૧૦ના સ્વર્ણિમ ગુજરાત ઉત્સવના અવસરે એક વિશેષ  પૂર્તિ માટે લખી હતી. એનું સંપાદન મૂળ સંપાદકોને બદલે એક જાણીતા પત્રકારે સંભાળ્યું હતું. એટલે થયું કે ચાલો, એમને માટે  ગુજરાતના ભવિષ્યની થીમ પર કશુંક સ્પેશ્યલ લખીએ. વિજ્ઞાન પત્રકારત્વના એમના રસને લીધે અચાનક વિજ્ઞાનકથા પર હાથ અજમાવવાનું મન થયું. કમનસીબે, આ હોંશથી લખી આપેલી વાર્તા કદાચ એમની બેદરકારીને લીધે ‘કિલ’ થઇ ગઈ. છપાઈ તો ખરી, પણ વાંચવામાં વરસાદી ભુવાવાળા રોડ પર બાઈક ચાલવતા હાલત થાય, એટલી ભૂલો અને ખવાઈ ગયેલા ફકરાઓ અને સાવ અસંબદ્ધ તસ્વીર સાથે!

એની વે, વિજ્ઞાનવાર્તા માટે આપણે ત્યાં અક્કરમીનો પડિયો કાણો એવો જ ઘાટ છે.  સાયન્સની સ્કૂલો ધમધોકાર ચાલે છે, પણ સાયન્સ ફિક્શન એક લખાતી નથી! અરે, વંચાતી પણ નથી! આપણે મોટા ઉપાડે પશ્ચિમ સામે બાથ ભીડવાના હાકોટા કરીએ છીએ…પણ હજુ સાયન્સ ફિક્શન ત્યાં ફિલ્મો કે બાળસાહિત્યમાં દાયકાઓથી જે રીતે વણાઈ જાય છે, એની શરૂઆત પણ કરી શકતા નથી! આ કૃતિ તો કચાશવાળી જ હશે. (એ જે કઈ દેખાય એમાં ધ્યાન દોરજો હોં કે !) પણ મિત્ર જયેશ અધ્યારુએ એ છપાઈ ત્યારે પણ મીઠી ફરિયાદ કરેલી કે અંત અધુરો લાગે છે. જો કે, મેં તો આ જ ‘એન્ડીંગ પોઈન્ટ’ વિચાર્યો હતો, ને અહીં એ રાખ્યો છે. એની અધુરપ જાણી જોઈને જ રખાયેલી છે. સાંકેતિક/સિમ્બોલિક અંતિમ વાક્ય સાથે. પણ આ બ્લોગના રીડરબિરાદરોને ઇજન છે….તમને રસ પડે તો એની સિક્વલ લખી શકો – અહીં થી વાત લંબાવી ને…બે પાત્રો જેવીથ્રી અને બીટીફાઈવ તો છે જ. વિગતે વર્ણવાયેલો સેટ અપ પણ છે. એમાં નવા પાત્રો-ઘટનાઓ નું એક્સટેન્શન કરી શકો, આગળ શું થયું એ વિચારી શકો…ને ૨-૩-૪-૫ ફકરામાં કે મેક્સિમમ હજારેક શબ્દોમાં (મીનીમમ ફાવે એટલા 😛 ) અહીં કોમેન્ટમાં પોસ્ટ પણ કરી શકો. જે સિક્વલ મને ગમશે, બેસ્ટ લાગશે – એમને એમની મહેનત બદલ મારા હમણાં પ્રકાશિત જ્ઞાન-વિજ્ઞાનના પુસ્તકોમાં થી એક પુસ્તક ભેટ મોકલાવીશ. આ બહાને પણ વિજ્ઞાનકથાના છોડને કુંપળો ફૂટે તો ભયો ભયો! સો, લેટ યોર ઇમેજીનેશન ફ્લાય !

ડોન્ટ વરી, ના ફાવે , તો આ કંઈ ફરજીયાત નથી..જસ્ટ કથા માણો, ને થાક ઉતારો 🙂

 
 

68 responses to “ગુજરાત@૨૦૬૦ : ખૂશ્બુમાં ખીલેલા ફુલ? આંસુમાં ડૂબેલા જામ?

 1. Tejal Nanavati Solanki

  July 29, 2011 at 2:48 PM

  vyagyaanik navalkatha saari rite utaari chhe ek alag kalpanik duniyamaa lai jaay chhe jem ‘star trek” ne jamesbond na gadgets kyaarek avnavaa laagtaa hata ke leo na d vinci ye je flying machine ya spacecraft ni parikalpna kari hati ne aaje je saapeksh chhe.. ae j rite tamara aaj na lakhel paatro bhale aapne kadaach jivit hoisu ke nahi pan 2-3 generations pachhi kadach jarur malse….ne gujratni parikalpna pan kadaach…ae j rite….

  Like

   
 2. Envy

  July 29, 2011 at 3:42 PM

  wow…one more reason why JV rocks.
  Fantastic try at sci-fi story…

  Like

   
 3. Gaurang Patadia

  July 29, 2011 at 3:44 PM

  JV,

  Tamara articles nu have vyasan thai gayu che. Budhwar and ravivar tamara articles vachya vagar sharu thata nathi. I wanted more from you and now you have got this blog and now i can read your articles anywhere in UK which is wonderful. Thanks JV.

  While reading this article it reminded me my childhood time of reading safari and scope magazines. Your imagination is trully amazing and i am strongly feeling that many of the things written in your article will become reality in next 20 years time.

  Thanks JV.

  Gaurang

  Like

   
 4. Gaurang Patadia

  July 29, 2011 at 4:00 PM

  Hi All JV Fans,

  I am based in UK and I want to buy all books of JV so can I request you all one thing ? If anybody can send me list of all his books with publications company and name of place where can I get them all in gujarat then I will ask my brother to buy me and send me to UK.

  Thanks

  Like

   
 5. Nishant Patil

  July 29, 2011 at 4:23 PM

  સાહેબ તમે દરવખતે આવું નવીનતમ અને અદભૂત લખો છો અને છેવટે તમે જ “ભયો ભયો” કહીને હારી જાઓ છો…
  તમને નથી લાગતું કે તમે આ બાબતમાં કાઈ કરી શકો છો?

  Like

   
 6. bansi rajput

  July 29, 2011 at 4:27 PM

  😉 wow…. sure will try….

  Like

   
 7. Amit Andharia

  July 29, 2011 at 4:42 PM

  hay, so long to go… 🙂 and old but again new feelings…
  well you are much beyond then this, i know! 🙂
  lot to discuss over this… 🙂 thanks

  Like

   
 8. Kartik

  July 29, 2011 at 5:02 PM

  સાયન્સની સ્કૂલો ધોમ-ધાકોર ચાલે છે. શા માટે? ભણીને ડોક્ટર, એન્જિનિયર બનવા અને પછી પૈસા કમાવા. હમણાં નીચે બગીચામાં બેઠો હતો ત્યારે ૮-૯માં ધોરણમાં ભણતા છોકરા એકબીજાને પૂછતાં હતા, તું શું લેશે? એકે કહ્યું મારા પપ્પાએ કીધું છે કે સાયન્સ જ લેવાય. ડોક્ટર બનવું હોય તો.

  સાયન્સ ફિક્શન અને ગુજરાતી ભાષા. બન્નેને ક્યારેય બન્યું નથી. યુગયાત્રા (યશવંત રાવલ?) કરીને એક ટૂંકી નોવેલ વાંચી હતી અને પછી મને યાદ નથી કે કોઈ પુસ્તક આ કક્ષાએ પહોંચ્યું હોય. સ્ટારવોરનો ફેન થવા પાછળ ગુજરાતી અનુવાદ તારકજંગ જવાબદાર હતો એ નોંધ લેવી પડે.

  Like

   
  • jay vasavada JV

   July 29, 2011 at 10:26 PM

   kartikbhai..yugyatra yashvant maheta ne ne tarakjang- jeno hu y fan hato eno anuvad emna bhai premnath maheta no. baki shat pratishat sammat.

   Like

    
 9. યશવંત ઠક્કર

  July 29, 2011 at 5:49 PM

  જયભાઈ,
  કમાલની વાર્તા લખી છે. વિજ્ઞાનની સાથે સાથે પરિવર્તન, સમાજ, રાજકારણ, વેપારધંધા , ગુજરાતી માનસિકતા … એક વાર્તામાં કેટકેટલું વણી લીધું છે! ને એ પણ ક્યાંય રસભંગ ન થાય તે રીતે. સાંકેતિક અંત તો બરાબર જ છે.
  સલાહ આપવાની આદત નથી. વિનંતી કરી શકું. થોડો સમય ફાળવીને પણ આ કામ આગળ ધપાવો. આવી બીજી રચનાઓ જરૂર આપો. તમે નવી કેડી કંડારવાની ચીલાચાલુ વાત નથી કરી. નવા હાઈવે પર જવાની વાત કરી છે.
  તમારી એવી રચનાઓ દ્વારા આજની યુવાન પેઢીની બુઢાપા તરફની ગતિ ધીમી પડે તો નવાઈ નહી.
  ધન્યવાદ.

  Like

   
  • યશવંત ઠક્કર

   July 29, 2011 at 6:03 PM

   .. ને શીર્ષકની યથાર્થતાની [ રોકડો એક માર્ક લઈ લેવાનો સવાલા!] વાત કરીએ તો એકદમ સચોટ. ગુજરાત@૨૦૬૦ : ખૂશ્બુમાં ખીલેલા ફુલ? આંસુમાં ડૂબેલા જામ?

   એક ઘા ને અનેક કટકા!!

   આભાર.

   Like

    
  • jay vasavada JV

   July 29, 2011 at 10:25 PM

   yashvantbhai..khub aabhar..tame je rite chhanavat kari chhe e y saras chhe.

   Like

    
 10. ajay patel

  July 29, 2011 at 6:01 PM

  Jay bhai aa post vanchi ne mane disney nu animated movie Wall-E ni yad aavi gaie. 🙂

  Like

   
 11. nidhi joshi

  July 29, 2011 at 6:22 PM

  ekdam saras varta lakhi 6e. jane mari aajubaju badhu bani rahyu hoy tevo ehsas thayo. jo kalpanathi j aavo romanch thato hoy to kharekhar avu bane to maja ave k nai? e vicharti hati.k pachi aa pan ek routine life thai jay.

  Like

   
 12. nidhi joshi

  July 29, 2011 at 6:54 PM

  ahi lakhvano irado etlo j k kadach me agad feel karyu 6e etle

  ” Artificial power on thata ni sathe j jv andar sopha upar bese 6e. ane aje kaik change joie 6e mate te india na itihas ma khovai jay 6e. jem atyare apan ne nukkad,sarkas,stone boy,chitrahar,mungeri lal k hasin sapne etc… serial jovanu kahe to honse honse joie tem jv tarak maheta, chandragupt maurya, emotional atyachar, beg borrow steal etc… ena virtual net par search karine jove 6e. aje savare ena thi ek goli vadhare khavai gayi 6e etle atyare te fakt pani ma ek j goli nakhi ne aje pure rajkot ni khari soda no swad manva mathe 6e.

  atyare najar same(virtually) atlu j avyu.

  Like

   
 13. prashantgoda

  July 29, 2011 at 7:09 PM

  khub saras maja aavi.

  Like

   
 14. Jignesh Shiroya

  July 29, 2011 at 7:24 PM

  જયભાઈ

  ખુબ સરસ, હું આશા રાખુ છુ કે આપણુ ગુજરાત ૨૦૬૦માં આવુ ના હોય.

  ગુજરાત@૨૦૬૦ : ખૂશ્બુમાં ખીલેલા ફુલ? આંસુમાં ડૂબેલા જામ?

  Like

   
 15. sanket

  July 29, 2011 at 10:28 PM

  જયભાઈ મારી તરફથી સિક્વલ આ રહી….
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
  પણ એને થયુ કે નક્કી કોઈ ફ્રેન્ડે મજાક કરી છે…આમેય પોતાને આવા બધામાં રસ લેતો-જાણતો જોઈને કેટલાય ફ્રેન્ડ્સ એની મજાક ઉડાવતા. સરસ્વતિપૂજા હજુ પણ આ નવા વર્ઝનના ગુજરાતીઓને નકામી લાગતી. “કોઈક ફ્રેન્ડે ફેક ઈમેલ બનાવીને મારી મજાક પણ કરી હોય.” એણે વિચાર્યું. આમેય આ વાત જરા વિચિત્ર-અજુગતી લાગતી હતી. ડીબીટુ (ડેન બ્રાઉન ટુ) ની નબળી નકલ લગતી હતી. એણે વીઆરડી(વાયોલેટ રે ડિસ્ક) ટેબલ પર ફેંકી અને સોફા પર આરામથી બેસીને આઈબેલ્ટમાંથી “વર્ચ્યુઅલાઇઝર” ખોલ્યુ, બીટીફાઈવ સાથે હેંગઆઉટ માટે…પણ,
  “સોરી..બેટરી લો !!” ના રેકોર્ડેડ મેસેજ સાથે એ ફ્લેશ મારીને બંધ થઈ ગયું.
  જેવીથ્રીએ કંટાળીને દીવાલ પર ફિંગર ટચ કરીને “ઇક્વિપમેન્ટ્સ લિસ્ટ”માંથી ચાર્જર પર ટચ કર્યું અને આઈબેલ્ટને ચાર્જ કરવા મુક્યો. બોર થઈ રહેલા જેવીથ્રીને વિચાર આવ્યો કે જોઉં તો ખરા કોણે મોકલી છે આ આરવીડી. એણે પોતાનું “આઈડી-એક્સપર્ટ” દિવાલમાંથી કાઢ્યું અને ડિસ્કને સ્કેન કરી….

  (ટેલીપોર્ટેશન દ્વારા મોકલાયેલી વસ્તુઓ અને માહિતીઓ પર મોકલનારની ડીજીટલ ફિંગરપ્રિન્ટ્સ રહી જાય છે અને એ ડીજીટલ ફિંગરપ્રિન્ટને ડેટાબેઝ સાથે મેચ કરીને મોકલનારનું આઈડેન્ટીફિકેશન કરી શકાય છે એ ફેક્ટ પર એ “ડીજીટલ ડેક્ટાયલોસ્કોપ” એટલેકે “આઈડી-એક્સપર્ટ” કામ કરતુ હતું)

  “નીઓથ્રી જ હશે સાલો…એ જ પોતાની ઉટપટાંગ સ્ટોરીઓ બનાવીને બધાને આ રીતે બતાવતો હોય છે.”

  “નો મેચ ફાઉન્ડ” સ્ક્રીન પર મેસેજ આવ્યો..

  ”અરે!” એને નવાઈ લાગી..”ફ્રેન્ડલિસ્ટમાંથી કોઈ મેચ નથી થતું??” એણે બીજા ગૃપ્સ પણ ચેક કર્યા પણ કોઈ મેચ થયુ નહિ ! એણે બીજી વખત સ્કેન કર્યું બટ નો મેચ ! એને નવાઈ લાગી. એણે વર્લ્ડ ડેટાબેઝમાં ચેક કર્યું બટ નો રીઝલ્ટ !
  ત્યાંજ એનો આઈબેલ્ટ દીવાલમાંથી “ચાર્જ કમ્પ્લીટ”ના મેસેજ સાથે બહાર આવ્યો. તરત એણે પોતાનું ઈમેઈલ અકાઉન્ટ ખોલ્યું અને પેલું ઈમેઈલ એડ્રેસ ટાઈપ કર્યું અને એન્ટર હિટ કર્યું….તરત સ્ક્રીન પર મેસેજ ચમક્યો..

  “ધીસ એડ્રેસ ઇસ નોટ અવેલેબલ..યોર ઈમેઈલ વિલ બાઉન્સ..ચેક ફોર ટાઈપો એરર્સ”

  એણે ચેક કર્યું..એડ્રેસ એ જ હતું..એટલેકે હમણા જ એ અકાઉન્ટ ડીલીટ કરવામાં આવ્યું હતું. “કોઈક ફ્રેન્ડ જ હશે ?? કે કોઈ બીજું??” જેવીથ્રીને વિચારો આવવા લાગ્યા.. “એ અકાઉન્ટ કોઈ ફ્રેન્ડ નું હોય તો એ એને તરત ડીલીટ શા માટે કરે ?” એણે તર્ક લગાવ્યો. “ફ્રેન્ડ્સને પૂછવાનો કોઈ અર્થ નથી. જેણે મજાક કરી હોય એ થોડો કહેશે કે આ તેણે મોકલ્યું છે.”… “અને એણે મોકલ્યું હોય તો પણ એ લોકોમાંથી કોઈ પાસે “ડીજીટલ-સ્વીપર” તો છે નહિ કે જેનાથી આ ડીજીટલ ફિંગરપ્રિન્ટ્સ ભૂંસી શકાય…” “અને એ સ્વીપર કંઈ પ્લેથીંગ છે નહિ કે મારા દોસ્તો એ ખરીદી શકે…”

  વિચારોના અડાબીડ જંગલમાંથી રસ્તો ન મળતા એણે પેલી આરવીડીને ફરી પ્લે કરવા મૂકી. પણ એ પ્લે ન થઈ. જેવીથ્રીને સમજાઈ ગયું કે એ ડિસ્ક ઓઓડીડી (વન્સ ઓન્લી ડેટા ડિસ્ક) ટાઈપની હતી. ડેટા “વન્સ ઓન્લી” હતો.
  “કદાચ આમાં જે હતું એ અત્યારે દબાવી દેવામાં આવ્યું છે અને એટલે જ આ રીતે એના આપ-લેના એવીડન્સ ન રહે એ માટે મોકલનારે પોતાની સેફ્ટી માટે એ ડેટાને વન્સ ઓન્લી રાખ્યો.” હવે જેવીથ્રીને સમજાવા લાગ્યું હતું કે આ કોઈ મજાક નથી. કશુક રહસ્ય- સાચે દબાવી દેવામાં આવ્યું છે. “પણ આ આરવીડી મોકલનાર સુધી પહોંચવું કેમ??” એના મનમાં સતત ડેટા પ્રોસેસ થઈ રહ્યો હતો.
  ત્યાંજ…

  “યુ હેવ અ ન્યુ મેઈલ જેવીથ્રી” મેઈનડોર પાસેની દિવાલમાં રેડ લાઈટ સાથે મેસેજ ચમક્યો.

  જેવીથ્રી ત્વરાથી ઉભો થયો. દીવાલ પર ફિંગરટચ કર્યો. અને દીવાલમાંથી નીકળેલી પ્લેટ પર હતી…….. એક ઓર આરવીડી. જેવીથ્રીએ તરત જ એ પ્લે કરવા મૂકી..

  અને સ્ક્રીન પર મેસેજ આવ્યો:
  “YOUR DESTINATION: STAR GARDEN, AREA 71. YOUR CODE: ABHYUTTHAN”

  એણે ફટાફટ એડ્રેસ અને કોડ મેમરીમાં સેવ કર્યાં…અને ઘરની બહાર નીકળ્યો..દરવાજા પર રેટીના અને ફીંગરપ્રીન્ટ સ્કેન કરીને ઘરને લોક કર્યું. અને સ્ટાર ગાર્ડન જવા નીકળી પડ્યો..સ્ટાર ગાર્ડન પહોચીને એણે આ કોડને પાસકોડ તરીકે પોતાના S.COM. (SMART COMMUNICATOR)માં મુકવાનો હતો. જયારે કોઈ બીજો માણસ ત્યાં આ જ પાસકોડ સાથે ૧૦૦ મીટરના એરિયામાં હોય ત્યારે બંને વચ્ચે એકમેકની અપ્રુવલ બાદ, બ્રેઈનચીપ દ્વારા કમ્યુનિકેશન થઈ શકે. જેને બીજો કોઈ વ્યક્તિ જાણી શકે નહિ. એ ઝડપથી પોતાની મેગ્નાર (મેગ્નેટિક કાર) “ફોટોન”માં બેઠો, ડેસ્ટીનેશનનો ડેટા ફીડ કર્યો “સ્ટાર ગાર્ડન, એરિયા ૭૧” અને મારી મૂકી.

  ફોટોનના સ્ક્રીન પર લખીને આવી ગયું:
  DISTANCE : 30 KM. ESTIMATED TIME: 10 MIN

  ફોટોનની સ્પીડ અને સી-લેવલથી હાઇટ બંને વધતા જતા હતાં અને સાથે સાથે જેવીથ્રીની આતુરતા પણ….થોડા મીટર ઉંચે પહોચ્યા બાદ હવે એ મેઈન ફ્લાય-ઓવર પર આવી ગયો હતો..બંને બાજુએ બદલાતા વર્ચ્યુઅલ દ્રશ્યો એ જોઈ રહ્યો હતો…સાથે સાથે વિચારી રહ્યો હતો…અને આજે પહેલી વાર એને ટ્રાવેલિંગ વખતે કંટાળો નહોતો આવતો..

  ૯ મીનીટ પછી એ પોતાના મુકામે પહોંચી ચુક્યો હતો…અને તરત એણે પોતાનો કોડ S.COM.માં મુક્યો. તરત જ મેસેજ આવ્યો.

  “A BRAIN IN NORTH EAST IS TRYING TO CONNECT. APPROVE ?”

  અને જેવીથ્રીએ તરત એ બ્રેઈનને અપ્રુવ કર્યું.

  “તમારા નોર્થ-ઈસ્ટમાં એપ્રોક્સ. ૩૨ મીટર દુર એકમાત્ર રીયલ વડનું ઝાડ છે. ત્યાં પહોચો. હું તમારી ત્યાં રાહ જોઈ રહી છું.” સામેથી ખૂબસુરત અને સ્પષ્ટ અવાજ સંભળાયો.

  “ઓકે” કહીને જેવીથ્રીએ પેલા રીયલ વડને ટ્રેસ કરીને ચાલવા માંડ્યું…અને પહોચતાની સાથે જ અંધારામાંથી એક હાથ અને પાછળથી એક ચાર્મિંગ લેડી બહાર આવી…એ સંપૂર્ણ માનવ જ હતી. જેવીથ્રીએ હેન્ડ શેક કર્યાં.
  “તમે જે જોયું-સાંભળ્યું એ સાચું છે. મારી સાથે આવો.” જેવીથ્રી કંઈ બોલે એ પહેલા જ પેલી લેડીએ પોતાને કાંડે બાંધેલા બેલ્ટનું બટન દબાવ્યું..અને દરવાજો ખુલવાનો ડીજીટલ આવાજ સંભળાયો…

  જેવીથ્રી દંગ રહી ગયો..જમીનમાં એક દરવાજો ખુલી ચુક્યો હતો અને અંદર એક શાનદાર ટુ-સીટર મેગ્નાર ઉભેલી હતી.

  “લેટ્સ ગો” કહીને એ લેડી એમાં બેસી ગઈ..અને બધું જોવામાં ૩-૪ સેકંડ સ્તબ્ધ બની ગયેલા જેવીથ્રીને એણે કહ્યું, “હરી અપ”

  “હા હા” કહીને જેવીથ્રી મેગ્નારમાં બેસી ગયો..અને ઝુમ્મ્મ્મ્મ..અન્ડરગ્રાઉન્ડ ટનલમાં એ મેગ્નાર સડસડાટ ભાગી રહી હતી..પણ અહિયા કોઈ વર્ચ્યુઅલ દ્રશ્યો નહોતા..આસપાસ ગાઢો અંધકાર હતો બસ. અને મેગ્નારની ચળકતી બ્લ્યુઈશ હેડલાઈટ્સ..સાંકડા માર્ગને લીધે ઝડપ ઓર વધારે લાગતી હતી.

  “શું છે આ બધું?? ક્યાં જઈ રહ્યા છીએ આપણે???” જેવીથ્રીએ પૂછ્યું.

  “માયસેલ્ફ દ્યુતિ. તમે “રી-કંસ્ટ્રક્ટ ગુજરાત” પ્રોજેક્ટનો એક પાર્ટ બનવા જઈ રહ્યા છો.” એણે પોતાના વેધક અવાજમાં કહ્યું.

  “વ્હોટ??!! વ્હોટ પ્રોજેક્ટ??!!” વોટ ઇસ ધીસ પ્રોજેક્ટ?? એન્ડ વ્હોટસ્ યોર નેઈમ???” જેવીથ્રીને બધું વિચિત્ર લાગી રહ્યું હતું. અને પેલીનું નામ તો સાવ વિચિત્ર..યક..ટંગટ્વીસ્ટીંગ.

  ધીમી પડીને એક જગ્યાએ મેગ્નાર ઉભી રહી..અને દ્યુતિ ત્વરાથી ચાલવા લાગી અને એની પાછળ જેવીથ્રી.
  “હેય હેય ટેલ મી સમથીંગ મોર. વ્હોટ ધ હેલ ઇસ ધીસ પ્રોજેક્ટ???!!” જેવીથ્રીએ હડબડીમાં પૂછ્યું.

  “તમે એકલા એવા વ્યક્તિ નથી જેને આ રીતે અહીં લાવવામાં આવ્યા હોય જેવીથ્રી. તમારી જેવા કેટલાય ગુજરાતી માનવ અને રોબોવ (હાફ-રોબોટ, રોબોટ+માનવ= રોબોવ) અહિયા આ પ્રોજેક્ટ માટે છે.” દ્યુતિએ દરવાજા પાસેના સ્કેનર પર પોતાની રેટીના અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરતાં કહ્યું.

  “પણ..”

  અને ખટકા સાથે સ્લાઈડિંગ ડોર્સ ઓપન થયા…વિશાળ હોલમાં એક ઉપર એક એવી આઠ દસ સીટ્સની હારમાળાઓમાં કેટલાય લોકો બેઠા હતાં…સામે વિશાળ સ્ટેજ પર કંઇક તૈયારીઓ ચાલી રહી હતી…

  કદાચ નવું-જીવંત ગુજરાત બનાવવા માટેના દરવાજા ખુલી ગયા હતાં….

  Liked by 1 person

   
  • Kaushal Pujara

   July 29, 2011 at 10:47 PM

   Good one…I like this version also!!!

   Like

    
   • sanket

    July 30, 2011 at 12:38 PM

    thank u Kaushal Pujara

    Like

     
  • Utkarsh

   July 29, 2011 at 11:32 PM

   khub j saras che…sanket…ane pelu once only data disc par thi mane mission impossiple series yaad avi gai…:), thrilling rite aa fiction tame agal vadhari che..

   Like

    
   • sanket

    July 30, 2011 at 12:37 PM

    thanx Utkarsh

    Like

     
    • sunil

     August 1, 2011 at 9:32 AM

     next JV IS COMMING SOON NEARLY HE NAA SANKET >>>>>>>>>>>>>>

     Like

      
  • king

   July 30, 2011 at 12:32 AM

   Good going yaar…………..

   Like

    
  • Ronak Maheshwari

   July 30, 2011 at 12:36 AM

   awsome……..

   Like

    
  • jagrat

   July 30, 2011 at 8:40 AM

   May I conti. from hear..? હું સંકેતભાઈની વાર્તાને આગળ વધારવાની ટ્રાઇ કરી શકુ ? તમારી રજા પછી આગળ વધીશ.
   જાગ્રત

   Like

    
  • Anjali Dave

   July 30, 2011 at 1:11 PM

   awesome try! 🙂

   Like

    
  • Devang Soni

   July 30, 2011 at 4:00 PM

   Nice write up… As good as Jay’s.

   Like

    
 16. Rajesh Kathiriya

  July 29, 2011 at 10:33 PM

  જયભાઈ ખૂબ જ રસપ્રદ ગુજરાતી સાયન્સ fiction કથા…

  Like

   
 17. pinal

  July 29, 2011 at 10:55 PM

  JV me pan adadhi lakhi didhi chhe. dimag ma plot chhe j. pan mane lakahta thoda divas kadach lagi jay. weekend chhe ne. pan hu modama modi next wed thu sudhu mokalavano try karu chhu. chalshe ke chhe koi time limit? bane to mari wait karajo.

  Like

   
 18. Manan Patel

  July 29, 2011 at 11:18 PM

  JV,

  aa sci-fi story majani che.. pan andar thi ae ek warning che.. ke jo aapde nai badaliye potane ane potani jivanshaili ne to aapna gujarat ne evaj haal thavana che je aa story ma che.. vadhu vastavik chitra kadach ek jordar animation movie WALL-E parthi samjavi shakay.. aa rojni bhag daud thi bhareli zindagi ma aajno gujarati kudrat ane sacha ghyan ne bhuli ne athava to ignore kari ne.. matra 100, 500 ke 1000 ni noto ganva betho che… aapde vikas ne joyo che pan kudrat ne manvanu ane potani andar dubvanu bhulya chiye… aapde keva unda kuva ma padela chiye ae pela THE ISLAND na characters parthi samji shakay ke jeo ae lab ma j jive che.. vichar karo jo ek test tube maj jivan vikasi shakat to bhagwane aatli moti duniya na banavi padat… test tube ma bhale jivan hoy pan vikas shakya nathi…

  Have aa story ne agad vadharva mate ek vaat vichari shakay…

  Kadach ae JV3 namnu character ne sachu bhan thay ke thoda varsho pehla je banyu ae ne lidhe aa duniya na badha parameters badlai gaya che ke jani joi ne badli kadhvama avya che… have marfadiyo juvan JV3 vichar se ke farithi pehla jevu kevi rite thay? Ane pehla jevu Gujarat banava mate ae support kono le? Ae technology no ke jena atirek thi atyare avu che ane ena vadhu upbhog thi badha vadhare andar uteri jase… ke pachi ae ena jeva bija loko ke je avu kaik vicharta hoy ene sodhvano prayatna karshe…. Eni strategy kevi hashe… tena mate to haji ghanu vicharvu padse.. ena mate ene ae underground krantikari manas ne sodhvo padse..ane sharuat kyat hi thai aa padti ni ae jovu , samjavu padse… ane agad no plot to haji vicharvo padse.. aa ek general plot thayo.. aama haji techno features, gadgets, and ambience feel karavta amuk screenplay add thashe..

  Like

   
 19. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

  July 29, 2011 at 11:26 PM

  પણ JV3 માટે આમ નિરાશ થવું એટલે સોડા-વોટરનો જોશ.

  પળવારમાં માથા પરથી હાથ લઇ સીધો આવી ગયો એના રોજીંદા ઘરેડમાં એ ફર્મેનીયમ ટેબલ-ખુરશી પાસે જ્યાં તેની ખરેખર વર્ચ્યુઅલ દુનિયા હતી. એ ઇન્ટરએક્ટિવ ટેબલને JV3 પળવારમાં કોઈ પણ અનુકૂળ સાઈઝમાં ફેરવીને વાતચીતનું સાધન બનાવી શકતો. આંગળીઓના ટેરવે ભરાવેલા ‘માઈક્રોકેમ’ ને ઓટોપાવર-ઓન થતા વાર ન લાગી કેમ કે સુરજને અસ્ત થવામાં બસ ચંદ મીનીટો જ તો થઇ હતી. માઈક્રોકેમમાંથી નીકળતાં સોફ્તિક-કિરણોથી ટેબલ પર મોનીટર આપ મેળે આવી ગયું. અને JV3નો ભવ ભવનો ભેરુ હોય તેમ એણે ફેસ-રીકોગ્નીશનથી JV3ના તનોભાવ-મનોભાવને સ્કેન કરી લીધાં. જે હવે માત્ર પેટંટેડ G થી જ ઓળખાતા ગૂગલની સુપરહાઈપર-ઓપરેટિંગ કોમોઝ સિસ્ટમે પણ આપોઆપ પોતાની જાતને અપડેટ્સ કરી લીધી હતી. જેથી કરી પોતાના માલિકનો ‘હુકુમ મેરે આકા’ના કમાંડ પર ત્વરિત મદદ આપી શકાય.

  JV3 માટે આ નવીન વાત ન હતી. તેણે માત્ર જરૂર હતી સચોટ સમસ્યાનો ‘સર’સચોટ ઉપાય મેળવી પોતાની જાતને વધુમાં વધુ વર્ચ્યુઅલ દુનિયાથી બહાર રાખી એક્ચ્યુઅલ દુનિયાલોક સાથે ઘરોબો રાખવાની. પેરીટો નિયમ તેના ગ્રુપમાં એટલેજ નોખો એપ્લાય થતો.

  ગૂગલ ક્રોમોઝ તેના આકાના હુકુમની તૈયારીમાં હતું ત્યાં જ અચાનક…. JV3 ને એવું કાંઈ સૂઝ્યું કે હજુ થોડી વાર પહેલા જ ફીકરોનો પહેરાયેલો ચહેરો તેના રેશમી ઝબ્બાની જેમ અચાનક ખુશીઓથી ચમકી ઉઠ્યો…..

  “સમસ્યા!?!!….માય ફૂટ….એ તો ઉપાયની સાથે જ આવેલું એન્જીન છે. તો પછી ચિંતા શું કામ?”

  વર્ષો વર્ષોની મહેનતથી બનાવેલી મહામૂલી ઈજ્જતને આવી મામૂલી સમસ્યાથી થોડી શણગારી દેવાય? એને તો સહી નિશાન લગાવી, શાહી સવારી સાથે એવા જ લોકોની મદદથી લોકોની સમક્ષ લાવવી પડશે જેઓને માત્ર કિનારા પર ઉભા રહી તોફાનો જોવા છે. આખરે એ બધા પણ મારા જેવા ગુજ્જુ જ લોહીવાળા ને?……

  શરીર ભલે એમનું બુઢ્ઢા જેવું બન્યું હોય પણ જે બુદ્ધિને જોરે જેમણે આખા પ્લેનેટ પર ‘ટેકનોરાજ’ કર્યું હોય એવાને આજે કેમ ભુલાય…..એક્ચુઅલી દુનિયાથી અલિપ્ત રહેલાં એ જ ગુજ્જુઓની મદદથી આ ગુજકોસમસ્યા ઉકેલી શકાશે. કેમ જાણે…G-ક્રોમોઝ JV3ના વિચારોના વેવ્સને પકડી લીધાં હોય તેમ…અંધારામાં ફર્મેનીયમ ડેસ્ક સ્ક્રિન પર સંતાયેલા ગુજ્જુ નામો ચમકી ઉઠ્યા..

  ક્રોમોઝ-એન્દ્રોઈદ મોબાઈલ ટેકનોક્રેટ (VG) વિક્રમ
  7 sense PM (પ્રણવ મિસ્ત્રી)
  ફેસ-રીકોગ્નીશન ગુરુ (BM) બાલ-મુકુન્દ
  સોશિયલ પ્લસ પલ્સી (KR) કબીર રાના
  વર્ચ્યુઅલ વિડીયો ડીવા (SR) સકીના આર.
  બાયોમેટ્રિક્સ બાદશાહ (SG) સમર્થ જીવ
  ક્વાર્ક & માઈન્ડ-કંટ્રોલિંગ એન્જિનિયર (MV) મેક્સ વિશ્વાસુ

  JV3 માટે OMG (Oh! My God!) મેન્ટાલીટીથી હવે AMG (Always Moving Gujarat) મિશનને ફરીથી એક્ટીવેટ કરવાનો સમય આવ ગયો હતો….નમો નર્મદે!

  Liked by 1 person

   
 20. bhupesh jobanputra

  July 29, 2011 at 11:55 PM

  jai bhai really kalpna khub j unchi karel che….. aaj thi 10 years pela koi ne noti khabar ke mobile su yug kevo hashe ???? pan tamara jeva koi e j aa kalpna kari ane aje e vastavik che…. khub j saras..

  Like

   
 21. Hemang Patel

  July 30, 2011 at 12:04 AM

  દરેક ઘટતી જતી ઘટનાઓ અને તેની પાછળના કારણો અને તારણો…. અદભુત. છેવટે માણસ થાકશે અને પ્રકૃતિ જીતશે એ તો નક્કી છે…. કયારે તે સમય જ કહેશે. JV3 નામ કંઇક સુચવે છે… ગુજરાતીમાં મારી માટે પ્રથમ સાયન્સ ફિક્શન કથા. અનન્ય અનુભવ.

  Like

   
 22. Rakesh

  July 30, 2011 at 12:06 AM

  Its like a co version of “Equilibrium and Matrix” Movie. Very nice JV.

  Like

   
 23. Manish challa

  July 30, 2011 at 3:16 AM

  એકાદી કોર્ટમાં જોકે હજુ યે પચાસ-સાઠ વર્ષ પહેલાના તોફાનોના કેસ ચાલતા હતા એવું જેવીથ્રીએ પણ સાંભળ્યું હતું.
  ૨૦૧૧ના ગુજરાતીને ઘરમાં  બિકિની પહેરી ફરતી છોકરીને જોઈને જે થાય, એ અસર જેવીથ્રીને થઇ! જેવીથ્રીની આંખો પહોળી થઇ!

  Like

   
 24. Anjali Dave

  July 30, 2011 at 1:10 PM

  i read your this article one year ago! its quite interesting but sanket’s story is also good one! 🙂

  Like

   
 25. jainesh

  July 30, 2011 at 1:41 PM

  Jay don’t you think that 2060 is too early for Gujarat. It means yaar just 49 years ma aavu to Gujarat ma possible nathi j. Well ek 2 century pachi aavu thai sake che. Kaun tyare jivtu hase?

  Like

   
 26. Parul Solanki

  July 30, 2011 at 1:42 PM

  @2060 you described BHAYANAK GUJRAT

  Like

   
 27. urvi

  July 30, 2011 at 2:57 PM

  hu varta puri karva no prayatna karu chhu..
  Jv3 ni memory to 10 varsh ni umare refresh kari deva ma aavi hati…etle ene gujarat vishe gnan na j hoy…pan JV3 ne achanak yaad avyu k ek vakhat virtule talking vakhate BT5 kaik gujarati jevu boli hati..tene pu6ata janavyu k e to system eror hati…pa6i thi JV3 e BT5 vishe tapas kari to janva malyu k te koi gujarati vyakti na DNA na upyog thi bani 6…aathi jo tena DNA code ukelavama aave to gujarat vishe puri mahiti mali shake ane te potana jeva memory refresh karela friends ne janavi shakay…bas pa6i to jem jem badha ne hakikat ni khabar padi tem darek ne aavi potani gulam zindagi karta tyar ni aazadi gamva lagi..pa6i ‘Establish new gujarat’ aandolan chale 6…ane tena pariname janme 6 ek navu gujarat…teni ‘sthapana dine’ ek dava shodhay 6…’anti-moneychondria’….

  Like

   
 28. Envy

  July 30, 2011 at 4:30 PM

  sanket’s try is nice one…

  Like

   
 29. Dipak

  July 30, 2011 at 7:00 PM

  One more sequel cum prequel
  જેવીથ્રીને હાયપરટેન્સનની સાથે સાથે રોમાંચનો અનુભવ પણ થયો.તેણે પોતાના મમ્મી-પપ્પા સાથે તાત્કાલીક સાયબર મીટીંગ ગોઠવવાનુ નક્કી કર્યુ.આ માટેનો મેસેજ તેણે આઈ બેલ્ટથી પાસ પણ કરી દિધો.૫૪ મીનીટ પછી મીટીંગ ગોઠવાઈ.જેવીથ્રી ધીરજની કસોટી કરવા માંગતો નહોતો.વર્ચ્યુઅલ ટાઈમ રીડ્યુસીંગ ડિવાઈસથી તેણે ૫૪ મીનીટ્ને પળવારમાં પસાર કરી દીધી.જેવીથ્રી જાણતો હતો કે આમ કરવાથી તેની જીંદગીની ૫૪ મીનીટ તેણે ગુમાવી દીધી છે જે એક મીની સ્યુસાઈડથી કમ નહોતુ.છતાંપણ ટ્રુથ જાણવાની લાલચમાં તેને એ સમય ગુમાવવાનો કોઈ અફસોસ ના થયો.
  જેવીથ્રીએ પોતાનો હેડ્ગીઅર પહેરી લિધો.હવે તે પોતાના મમ્મી-પપ્પા સાથે સાપુતારાના પહાડ્ની કોઈ વર્ચ્યુઅલ સાઈટ પર ઉભી કરેલી 21 સ્ટાર હોટલના એક રુમમાં બેઠા હતા.જેવીથ્રીએ બુઢા ગુજરાતી દ્વારા મળેલી માહીતી મમ્મી-પપ્પાને કહી.જો કે તેઓને કોઈ આસ્ચર્ય ના થયુ કે આ વાત જેવીથ્રીએ જાણી લીધી છે.આ માટે તેઓ તૈયાર હતા.

  જેવીથ્રીના પપ્પાએ માંડીને વાત કરી જેનો ઘટનાક્રમ આ પ્રમાણે હતો.
  ‘૨૦૧૩માં વૈશ્વિક મહામંદી વચ્ચે થયેલો તેમનો જન્મ-૨૦૨૬માં ક્રુડ ઓઈલનો અંતિમ પુરવઠો ખતમ થવાને આરે-પરીણામ સ્વરુપે ૨૦૨૭માં ત્રીજા વિશ્વયુધ્ધનો પ્રારંભ-અરાજકતા-૨૦૩૧માં ચીનની વૈજ્ઞાનીક તોતો લી ની વિશ્વને આંજી દેતી અને ભવિષ્યને નવી દિશા આપનાર સોલર એનર્જી કલેક્ટીંગ ડીવાઈસની શોધ-૨૦૩૫ સુધીમાં સ્થીર થતી પરિસ્થીતી અને ટેકનોલોજીમાં થતો ધરખમ ફેરફાર-લીવ ઈન રીલેશનસીપ વીથ જેવીથ્રી’સ મધર-૨૦૪૦માં જેવીથ્રીનો જન્મ-NRI ગુજરાતીઓની અમેરીકામાંથી હકાલપટ્ટી-પૈસાના જોરે શુધ્ધ ગુજરાતીઓની જીવાદોરી પર તરાપ-….અંતે પાયા વિનાનું ઝગમગતું ગુજરાતી શિખર પડી ગયું-ડીપ્રેશન ડીપ્રેશન ડીપ્રેશન”
  આ ડીપ્રેશનની ભેટ તેઓ જેવીથ્રીને આપવા નહોતા માંગતા. આથી જ તેઓએ ઈનોવેટીવ ફ્યુચર પ્લાનનો સહારો લેવો પડ્યો.જેવીથ્રી કન્વીન્સ થઈ ગયો.
  તેઓએ સાથે મળીને ઉંધીયાની ફ્લેવર વાળી ટેબ્લેટ ખાધી.હેડગીઅરની સ્વીચ દબાવતા પહેલા જેવીથ્રીના પપ્પાએ એક પેકેટ જેવીથ્રીના હાથમાં મુક્યુ.જે જેવીથ્રીને ઘરે જઈને ખોલવાનુ કહ્યુ.અને સૌ છુટા પડ્યા.
  ઘરે જઈને પેકેટ ખોલતા જ જેવીથ્રીના આશ્વર્યનો પાર ન રહ્યો.તેણે એ પત્ર પણ ના વાંચ્યો જેમાં લખેલુ હતુ કે ‘તારા દાદાએ તેમની યુવાવસ્થામાં ખરીદેલી,વાંચેલી અને તેમની મનપસંદ હેરી પોટર સીરીઝની અપ્રાપ્ય અને એન્ટીક સાત બુક્સ તારા આવનારા બર્થડેની ગીફ્ટ,આશા છે કે તુ હાઈસ્પીડ રીડીંગ ચીપની મદદ લીધા વિના તેના અસલી સ્વરુપમાં વાંચીશ’
  જેવીથ્રી અગાઉ HSRCની મદદથી આ બુક્સ વાંચી ચુક્યો હતો અને વર્ચ્યુઅલ હોગ્વર્ટ્સમાં ડેથ ઈટર્સ પણ બની ચુક્યો હતો.પણ અત્યારનો તેનો આનંદ કંઈક ઓર જ હતો.તેણે તરત જ મેમરી ઈરેઝર વડે એચપીની તમામ મેમરી ડીલીટ કરવાનુ નક્કી કર્યુ જેથી પોતે નવેસરથી એચપીનો સ્વાદ માણી શકે.આ માટે તેણે મેમરી ઈરેઝર ઇન નાઈન નેનોસેકન્ડ્નો સંપર્ક પણ કરી લીધો.
  એક કલાક બાદ જેવીથ્રી પોતાના બેડ પર હતો અને તેણે Harry Potter & Sorcerers stone તેણે વાંચવાની શરુ કરી

  ” A BOY WHO LiVED……….

  Like

   
  • sanket

   July 30, 2011 at 10:49 PM

   સરસ…વર્ચ્યુઅલ ટાઈમ રીડ્યુસીંગ ડિવાઈસની કલ્પના ગમી.

   Like

    
   • Dipak

    July 30, 2011 at 11:09 PM

    Thanx
    but ur one is really perfect, expand it if possible

    Like

     
    • sanket

     July 31, 2011 at 11:45 AM

     thanx..mara man ma to haju ghana vicharo chhe expand karva matena pan pachii bau lambu thai jatu hatu etle aiya ant lavyo..

     Like

      
 30. bansi rajput

  July 30, 2011 at 7:04 PM

  @sanket nice 1… keep it up… 🙂

  Like

   
 31. Satish Dholakia

  July 30, 2011 at 11:46 PM

  બહુ જ સરસ કથાનક.. સિક્વલ લખી નહિ શકીએ, માણશુ જરુર. મની ઓરિએન્ટેડ ગુજરાતિ અન્ગે નુ અવલોકન વેધક છે…

  Like

   
 32. warimona

  July 31, 2011 at 8:00 AM

  it’s seem’s like u saleing somebady for your comfort’s or money.

  Like

   
 33. Jagrat

  July 31, 2011 at 10:45 AM

  પાર્ટ-3
  જેવી.૩ સુનુમુન સુનમુન અવાચક નજરે બધુ જોય રહ્યો કદાચ અહી ચાલતી પ્રક્રિયાને પોતાના મેમરી સોર્સ સાથે મેચ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતો જણાતો હતો. અને આવી જ દશા બીજા લોકોની પણ હતી. . જ્યારથી “વાઇરસ” સોફ્ટ માથી હાર્ડ માં કન્વર્ટ થયો છે ત્યારથી તેણે આટલા બધા લોકોને એક સાથે એક જ જગ્યાએ ભેગા થયેલા જોયા નથી. તેણે જ નહી અહી ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિએ આવો માહોલ જોયો નથી. અચાકન જેવી૩ ના DPU (ડેટા પ્રોસેસિંગ યુનિટ) એ બીપ સાથે ઇન્ફો. આપી. “આ કોઈક કોફરન્સની તૈયારી થતી હોય તેવું જણાય છે. ૨૦મી સદીમાં તેમજ ૨૧મી સદીની શરૂમાં જ્યાં સુધી વાઇરસ હાર્ડ નહોતા થયા ત્યાં સુદી આવી કોન્ફરન્સો કોઇ સમસ્યાઓના ઉકેલ માટે ભરાતી. પ્રેસ નેસ્ટ ફોર મોર ઇન્ફો.”. “નો, થેન્કસ” ઉતાવળમા બોલી જેવી૩ આજુબાજુના માહોલને ચકાસવા લાગ્યો. ત્યાં જ તેની નજર પોતાને અહી સુધી “ઢસડી” લાવનાર પેલી લેડી પર પડી તરત પોતાના સુઝને પોતાને ત્યાં સુધી લઈ જવાનો ઓર્ડર આપ્યો.
  “માફ કરશો શું હું જાણી શકુ મને અહી શા માટે લાવવામાં આવ્યો છે ? અને બીજુ આટલા બધા લોકો ને અહી એકઠા કર્યા છે તો વાઇરસ પ્રોટોકોલનું શુ ?”
  “તમને થોડી જ વારમાં ખબર પડી જાશે કે તમને શા માટે અહી લાવવામાં આવ્યા છે બીજુ તમે બધા અમારા માટે HIP (હાઇલી ઇમ્પોર્ટન્ટ પરશન) છો એટલે ચિંતા ના કરો તમારી સુરક્ષા માટે ટાઇપ X પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે.
  જેવી૩ બીજુ કાઇ તો સમજી ના શક્યો પણ HIP અને ટાઇપ X પ્રોટોકોલ સાંભળી તેની આંખો પહોળી થઈ ગઈ. ઇન્ટર ગેલેક્સી ટ્રાવેલીંગ વખતે પણ VIII અને બહુ બહુ તો IX ટાઇપ પ્રોટોકોલ ફોલો કરવામાં આવે છે. X ટાઇપ પ્રોટોકોલ તો વર્તમાન સમયની સૌથી સુરક્ષીત પ્રણાલી ગણાય છે.
  એક બીજા સાથે વાત કેમ કરવી તે તો ત્યાં કોઈ ને આવડતુ જ ના હતુ એટલે જેવી૩ એ પોતાને સ્લીપ મોડમાં રાખી બેટરી બચાવાનો વિચાર કર્યો. ત્યાં જ પેલા સ્ટેજ પરથી એનાઉન્સ થયુ,
  “પ્લીઝ બધા ને વિનંતી છે કે આપના ઇયર સ્પેસને 2.8-3.1 ફીકવન્સી પર સેટ કરશો અને આપણે આજ ફીકવન્સી પર કોમ્યુનિકેશ કરવાનું રહેશે . આભાર. “
  જેવી૩ એ તરત પોતાની પ્રોસેસીંગ ચીપને ઓર્ડર ફોલો કરવા જણાવ્યું. ઉત્તેજનાઓ ચરમ સીમા પર હતી ત્યાં સીટ બેલ્ટ ઓટોમેટીક બંધ થયા અને ઉપરથી વર્ચ્યુઅલ વ્યુઅર તેના માથા ઉપર આવી બેસી ગયું. નજર સામે અંધકાર છવાયો અને આ અંધકાર ને તે દુર કરવા કાઇક કરે તે પહેલા જ તે અંધકાર માથી એક તેજ પુંજ બહાર આવતો દીસ્યો. .પ્રકાશ વધુ સ્પષ્ટ થતા સામે ઓમ: ની આકૃતી જોય તે ચકિત થઈ ગયો . પણ આ શુ તેનુ DPU કાઇ કામ જ નથી કરતુ . તરત તેને ખ્યાલ આવી ગયો X ટાઇપ પ્રોટોકલમાં બધા જ પ્રોસેસીંગ ડીવાઇઝ સ્વિચ ઓફ થઈ જાય છે. જીદગીમા પહેલી વાર તે પોતાને થોડો હળવો અનુભવતો હતો.
  ”ગુજરાત, આ ખાલી બ્રહ્માંડના કોઈ એક પાર્ટીકલનું નામ નથી આની સાથે વર્ષો જુની સંસ્કૃતી જોડાયેલી છે અને આજે તમે તે સંસ્કૃતીના દર્શન કરવા જઈ રહ્યા છો.” શબ્દો પુરા થતાની સાથે જ જેવી૩ પોતે કેટલાય વર્ષ પાછળ જતો હર્યો હોય તેવો અનુભવ થયો. લીલા છમ્મ ઘેઘુર વૃક્ષોથી આચ્છાદીત ભુમી પર જાણે પોતે પગ મુક્યો હોય પણ આ શુ સામેથી શ્વેત વર્ત્રોમાં કોઇ આવતુ હોય તેવુ લાગે છે.
  “ચાલો મારી સાથે” મધુર છતા ગૌરવમય અવાજ તેના કાન પર પડ્યો .
  “પણ પણ તમે કોણ છો અને આ હું ક્યાં આવી ગયો. “
  “હું ગુજરાત છું…. અને તમે અત્યારે મારા ભવ્ય ઇતિહાસમા છો.“
  “કયુ ગુજરાત ?” જેવી૩ થી અનાયાશે જ પુછાય ગયું.”
  “હમણા ખબર પડી જાશે.” શાંત સ્વરે ઉત્તર મળ્યો.
  “અરે આ તો ડાયનોસોર છે ને ?”
  “હા,તે પણ મારી જ છાતી ઉપર ફુલ્યા-ફાલ્યા અને જ્યારે થાક્યા ત્યારે તે મારા ખોળામા જ હંમેશ માટે સુઈ ગયા.”
  “અને અહી શું થાય છે ?” ચકીત આંખે જેવી૩ એ પ્રશ્ન કર્યો .
  “આ તમારા સમયથી ૩૦૦૦ વર્ષ પહેલાનું લોથલ છે અને જહાજો દરીયો ખેડવા જાય છે…..”
  “૩૦૦૦ વર્ષ પહેલા ???” પુરો જવાબ સાંભળતા પહેલા જ જેવી૩ બોલી ઉઠ્યો.
  પછી તો જેવી૩ એ સોમનાથ થી આબુ અને કચ્છથી નવસારી સુધીનો દરેક પ્રાન્ત તેની વિસીષ્ટા સાથે જોયો . પ્રશ્નો પુછાતા ગયા તેમ તેમ આખો પહોળી થતી ગઈ અને માથુ ગર્વથી ઉચું .
  “જેવી ઓ જેવી ઉઠો” કોઈ રસ્યમય સપના માથી ઉઠતો હોય તેવુ જેવી ને લાગ્યુ. “હું ક્યાં છુ?” વર્ચ્યુલ વ્યુઅર ખસેડી ઉઠતાની સાથે જ જેવીએ પ્રશ્ન કર્યો .
  “તમે મારા વર્કશોપમાં છો“,
  “તમે ?” જેવી જવાબ આપનાર સામે જરા મુંજાયેલા ચહેરે જુએ છે.
  “હું ડો.જે, મે જ તો તમને અહી તેડાવ્યા હતા . ઓહ સોરી સોરી કદાચ MPVFV ની આડ અસરને લીધે તમે થોડા સમય માટે વાસ્તવિક પરિસ્થીતીથી અજાણ રહેશો.”
  “એટલે… હું કાઈ સમજ્યો નહી ?”
  “ચાલો હું જ તમને ડિટેઇલમાં સમજાવું, હું ડો.જે એક સાયન્ટીસ છું મે એક મશીન બનાવ્યું છે “MPVFV” –માઇન્ડ પાવર્ડ વર્ચ્યુલ ફ્યુચર વ્યુઇંગ . જેને તમે વર્ચ્યુલ ટાઇમ મશીન પણ કહી શકો. તેના દ્રારા તમે તમારા વિચારો દ્રારા ભવિષ્યની કલ્પના કરી શકો છો. જેમ કે તમે કોઈ વસ્તુ ગમતી હોય તો તે એકસ્ટ્રીમ લેવલે તે કેવી હશે.. જેમ કે આ તમારો મોબાઇલ આજથી ૨૦-૩૦-૪૦ વર્ષ પછીના મોબાઇલનું એકસ્ટ્રીમ મોડલ તમે મારા મશીનમાં તમારા વિચારોથી સાકાર થતું જોય શકો છો તે જ રીતે કોઈ સમસ્યાને પણ તેના અંતિમબીંદુ સુધી ખેચી શકો છો. બીજુ તમે તમારા જ વિચારોની શક્તિ વડે તેનુ સમાધાન પણ જોય શકો છો. આ મશીન બનાવાનો ઉદ્દેશ જ તે છે કે આવનાર ભવિષ્યને આજના અનુસંધાને અંતિમબિંદુ સુધી જોવુ અને તેનુ સમાધાન શોધવું. એટલે જ મી.જેવી હું તમારા જેવા થીન્કટેન્ક પર આને ટેસ્ટ કરૂ છુ જેથી તમને લોકોને ભવિષ્યને યોગ્ય દીશા દેવા માટે પુરતો સમય અને યોગ્ય રસ્તો મળે. કેવો રહ્યો તમારો અનુભવ ?”
  “નાઇસ વેરી નાઇસ, બાય ધ વે આજે તારીખ કઈ છે ?”
  “૧-૫-૨૦૨૦, કેમ ?”
  “બસ એમ જ” સ્માઇલ આપતા આપતા જેવીએ જવાબ આપ્યો જાણે તારીખ જાણી તેને બધી જ કળીઓ મળી ના ગઈ હોય .
  * ———– * * ———- * * ———– * * ———- *

  Like

   
 34. bimla negi

  July 31, 2011 at 5:24 PM

  jjay…

  an august try for a virtual sci-fi Shantiniketan…
  i can see the students and mentors in their scitech suits…
  their mindstromings and outpourings of thoughts…
  nothing more or less other then convictions…

  but then where is the Tagore & his Geetanjali….

  bimla

  Like

   
 35. Hardik Pandya

  July 31, 2011 at 8:08 PM

  wow sir,,,,,,,,,,,,,,,,nd sir pelu surroget movie pan avu j kaik must watch……….

  Like

   
 36. Kanchit Modi

  July 31, 2011 at 11:41 PM

  best gujarati sciencefiction

  Like

   
 37. Sandeep

  August 1, 2011 at 2:36 PM

  Jaybhai,

  Fantastic….i think u urself should direct a short movie on the above story.

  hats off…

  Sandeep

  Like

   
 38. pinal

  August 5, 2011 at 11:57 AM

  જેવીથ્રી બીટી ફાઈવને ખુબ ચાહતો હતો. એ હાફ રોબોટીક હતી પણ એની સંવેદના માનવીય બનાવામાં આવી હતી. એના પપ્પાને બાળકો જોઇતા હતા માટે જેવીથ્રી એ માટે એક રીસર્ચ કરી રહયો હતોૂ અને એનુ એ રીસર્ચ પતી ગયુ હતુ.અને આવનારા દીવસોમાં એક રોબૉટિક લેડી બાળકને જન્મ પણ આપવાની હતી.. જેવી૩ને પણ એનું એક સંતાન જોઇતું હતું. પણ્ બીટિફાઈવ માં બનવા માટે તૈયાર નહોતી. એને ફીડમ જોઈટી હતી. લોકોએ બાળકો પેદા કરવાનુ લગભગ બંધ કરી દીધુ હતું. એના કારણે ગુજરાત ની વસ્તી લગભગ નહીંવત થઈ ગઈ હતી.ગુજરાતની વસ્તી પણ બહુ ઝડપથી ઘટી રહી હતી જેના માટે પણ સ્રીઓ બાળકોને જન્મ આપવાનૂ ચાલે રાખે એ વધુ જરુરી હતું. અને વળી દુનીયા માટે પણ્.

  ઓલમોસ્ટ બધુ કામ રોબોટ્સ કરતા હોવાથી પોતાના માટે ઘણો ટાઈમ મળી જતો હતૉ. . વાતાવરણ સેન્ટ્રલાઈઝડ હતુ. ટેમ્પરેચર કન્ટ્રોલ ગવર્મેન્ટ કરતું. હમેશા તાપમાન ૨૫ ડીગ્રીથિ ૩૧ડીગ્રીની વચ્ચે રેહતું. રેસીડેન્શીયલ ઝોન અલગ હતો. જયાં વરસાદ પડતો નહિ. થંડી ગરમી જેવી કોઈ ઋતુ નહોતી. લોકો આરામથી એક આહલાદક વાતાવરણમાં રેહતા. હવે બોટોક્સ૭પી ની શોધ થઈ ગઈ હતી.જેના કારણે લોકો ઘરડા થતાજ નહી. ૨૫વરસ જેવી યુવાની ૮૦વરસ સુધી રેહતી. બીટી ફાઈવતો રોબોટિક હતી એટલે એને તો ઉમર વધવાનો સવાલ નહોૂતો પણ જેવીથ્રિ પણ હમેશા માટે યંગ જ હતો. ઇનફેક્ટ બધાજ લોકો યંગ જ જોવા મળતા. સ્ત્રીઓ પોતાનિ સ્કિનનો કલર પણ ચેન્જ કરી શકતી હતી. ફિમેલમાં લાઈટ યલો અને થોડો ઓઈલી કલર કરાવાનો ક્રેઝ વધુ હતો. બિટિફાઈવ તો રોબોટિક હતી માટે એ એકથી વધુ કલર પોતાની સ્કીનના ચેન્જ કરી શકતી હતિ. જેવિથ્રીને એ લાઈટ બ્લુ સ્કીન અને હેઝલ કલરની આંખોવાળી ખુબ ગમતી.

  જેવી૩ અને બી ટીફાઈવ ડેટ માટે હમેંશા સ્પેસમાં જવાનું પસંદ કરતા. બીટીફાઈવની એ ફેવરેટ જગ્યા હતી. જેવી૩ પાસે અલ્ટ્રા સાઊન્ડ ઇઅરફોન હતાં. જેના કારણૅ તેઓ તારાઓ માથી આવતું સંગીત સાંભળી શકતા. દરેક તારાઓનું એક સ્પેશલ સોન્ગ હતું જે ખુબ મંત્રમુગ્ધ કરીદે તેવુ હતું. જેવી૩ અને બીટિફાઈવ ત્યાં કલાકોના કલાક બેસતા. ઘણીવાર આ સ્ટાર સોન્ગસ સાંભળતા સાભળતા તેઓ એક્બીજામાં એવા ખોવાઈ જતા કે સમય કયાં પસાર થઈ ગયો એનું ભાન ના રેહતું. આ સ્ટાર સોન્ગસ એમની પ્રેમ કહાની માટેના જ જાણે ના હોય ! જેવી૩ પાસે એક ચીપ હતી જેમાં એણે લગભગ ૨૫૦૦ જેટલા સ્ટારસોન્ગસ સ્ટોર કરયા હતા. જે બીટીફાઈવ નીચે આવીને પણ સાંભળી શકતી. જેવી૩ બીટીફાઈવ માટે નવાનવા સ્ટારસોન્ગસ કલેકટ કરીને ગીફ્ટ કરતો. પણ આજે એને કંઈક સ્પેશલ ગીફ્ટ કરવું હતું. કારણકે આજે એ લોકો ડેટ માટૅ એક અલગ જગ્યાએ જવાના હતાં. જ્યાં જેવી૩ ને બીટીફાઈવને એના બાળકનીમાં બનવા માટે સંમત કરાવવી હતી.

  જેવી૩ને હતું કે બીટીફાઈવ પ્રકુતીથી દુર રહી છે માટે એ સમજતી નથી. આજે એણે એક લોન્ગ ડ્રાઈવ ડેટ પ્લાન કરી હતી. આજે એ લોકો કિલીમાંજારોના પર્વત પર ડેટ માટે જવાના હતા. પર્વતો અને નદીઓ ઈ ઝોનમાં આવતા હતાં. એનવાયર્મેન્ટલ ઝોનમાં બધુ કુદરતી જ હતૂં. ત્યાં વરસાદ પડતો, ગરમી, થંડી હતી. આજે જેવી૩ એ આફ્રરીકાને એટલા માટે પસંદ કર્યુ હતું કેમકે ત્યાં એકજ દીવસમાં ત્રણે ત્રણ સીઝન હતી. સવારે ગરમી બપોરે વરસાદ અને રાત્રે થડી. એ બીટીફાઈવને આ બધો અનુભવ કરાવવા માંગતો હતો. જેવી૩ પાસે એક હાઈટેક કાર હતી જે તેઓને ફ્કત અઢીકલાકમાં જ કિલીમાંજારો પહોચાડિ દેવાની હતી. બ્રીજ કાર્બનનાં બનેલા હતાં. હીરો એ કાર્બનનુ શુધ્ધ સ્વરુપ છે. કાર્બન તુટતો નથી. માટે બ્રિજ કોઈપણ સપોર્ટ વગરના બનેલા હતાં. આજે એણે બીટિફાઈવ માટે એક ડ્રેસ પણ ડિઝાઈન કર્યો હતો. જે લોખંડ્માંથી બનેલો હતો. બીટિ ફાઈવના બોડીમાં આર્યનની કમી હતી. જે આ ડ્રેસ પહેરવાથી દુર થઈ જાય એમ હતી. આ ડ્રેસ કાતરથી કપાઈના શકે, આગમાં બળીનાં શકે, અને એમાંથી શીતળ એહસાસ મળૅ એ રીતે ડિઝાઈન કરાયો હતો. એક અદભુત સુગંધ પણ એમાથી આવતી હતી. બીટીફાઈવને એમ પણ આ ડેટમાં ઓછો ઈન્ટ્રરેસ્ટ હતૉ, પણ જેવી૩ એને સુન્દર ડ્રેસ્ ગિફ્ટ્ આપિને મનાવી લીધી હતી. બીટીફાઈવ આજે આર્યનથી બનેલા ડ્રેસમાં ખુબજ સુંદર લાગતી હતી. એને એક મીઠી SMILE જેવી૩ને આપી અને કારમાં બેસી. આજ સુધી એ લોકો એ ફ્કત સ્ટાર સોન્ગસ જ સાંભળ્યા હતાં. પણ આજે કારમાં એક અલગ મ્યુઝિક વાગવાનું હતું. સુર્ય સૌથી નજીકનો સ્ટાર હતો. પણ આજ સુધી તેઓને સુર્યમાથી કોઇપણ સોન્ગ સાભળવા મળ્યું નહોતું. પણ હમણાજ જેવી૩એ સુર્યના અલ્ટ્રાવાયોલેટ રેઝ માંથી વાઈબ્રેશન સાથેનું એક મ્યુઝિક એનાં ઈયરફોનમાં સેવ થયું હતું. જે આજ સુધિનુ અદભુદ મ્યુઝિક અને રોમાંચીત કરે દે એવા વાઈબ્રેશન પણ્ હતાં. જેનાથી મન એક તર્ંગી દુનીયામાં ખોવાઈ જતું. જાણૅકે આંખો પર કોઇએ મોરપીછના ફેરવ્યું હોય્. કાર ઝડપથી કાર્બનબ્રિજ પરથી પસાર થતી હતી,અને સનસોન્ગસ વાગતા હતાં. ચારે બાજૂં દરિયા પરથી પસાર થતી કાર, બ્યુટિફુલ ગલફ્રેન્ડ અને સનસોન્ગસ જેવી૩ ખુશ હતૉ.હવે તેઓ કિલીમાંજારોના પર્વત પર હતાં. ગરમી અને પછી વરસાદમાં પલડ્યા પછી હવે સાંજ હતી. થોડિ થ્ંડી પણ હતી. જેવી૩ ને આજે એક મેમોરેબલ ગિફટ આપવી હતી, ડાયમંડ હવે ઘણા સ્સ્તા થઈ ગયા હતાં, કારણકે એનું કલોનીંગ થઈ જતું હતું.પણ ઇન્સાનોના શરીરમાંથી ક્લોનીંગ થઈ શકે એવા જિન્સ કાઢી નાખવામાં આવ્યા હતા. કારણકે એકજ સરખા લોકોના કારણે બોરડમ થઈ જવાનો ભય હતો માટે આવું કરવામાં આવ્યુ હતુ.

  આજે જેવી૩ને એક પર્મેનેન્ટ લવબાઈટ ગિફટ આપવું હતું. જે બીટી ફાઈવ સાથે હમેંશાં રહે. લવબાઈટ કર્યા પછી પણ એ સચવાઈ રહે જેમકે ટેટુ. જેવિ૩ એ માટે એક સ્પેશલ નિડલ બનાવી હતી. જે જેવી૩ જ એને યુઝ કરી શકે અને જેમ લવ બાઈટ બનતુ જાય એમએમ નિડલ પણ ધીમેધિમે નાની થઈને પતી જાય. પછી એનાથી કોઇ બીજુ લવબાઈટ ના બનીશકે.હવે નિડલ જેવી૩ એ દાંતમાં મુકિ, બીટીફાઈવની આંખોમાં જોઇને જેવી૩એ લવબાઈટ કરવાનું શરું કર્યુ. એ બરોબર બીટીફાઈવના હ્ર્દયની ઊપર હતું.બીટીફાઈવ પણ એક સુંદર રોમેન્ટિક એહસાસ માંથી પસાર થઈ રહી હતી. નિડલ ઘસાતી જતી હતી લવબાઈટ બનતું જતુ હતું. હવે નીડલ પતી ચુકી હતી. અને લવબાઈટ બની ગયું હતુ. આ લવબાઈટ લેસર કીરણોથૉ બનેલું અને થ્રી ડાઈમેન્શન ઇફેકટ વાળું અને રેડ કલરનૂં હતું. જે થ્રી ના આકારમાં બનેલું હતું. આ લવબાઈટમાં જેવી૩ એ એમની અંગત પળો સેવ કરી હતિ. જેનો એહસાસ બીટિફાઈવ ચાહે ત્યારે કરી શકે. એમા જેવી૩એ નવા મળેલા સન સોન્ગસ અને એના વાઈબ્રેશન પણ સેવ કર્યા. હતા. અને હવે જેવી૩ બીટિફાઈવના મનની વાતૉ પણ સમજી શકતો હતો અને થોડી સ્પેશલ ઇફેક્ટ પણ આપી હતિ જેમકે સમય અને સંજોગો મુજબ એ લવબાઈટ જાતે જ રીએકટ કરે. આ લવબાઈટ મેળવીને બીટીફાઈવ ખુશીથી ઝુમી ઉઠી. અને એણે ઉભા થઈને જોરથી બુમ પાડી જેવી૩ કારણ કે આ પર્વતમાળા હતિ માટે કેટલાય ઈકો પાછા આવ્યા જેવી૩ જેવી૩ જેવી૩ જેવી૩ જેવી૩ જેવી૩ અને એનિ સાથે જ્ લવબાઈટ માંથી પણ એક લેસર કીરણ નીકળ્યું જે ૩ ના આકારનુમ હતું. અને એ રિફલેકટ થઈને અનેક ૩ પાછા આવ્યા. આખી કિલીમાંજારોની પર્વતમાળા થ્રી ના આકારમાં જળહળી ઊઠી.હવે બીટીફાઈવ પણ ભાવવિભોર બની ચુકી હતી.

  જેમકે હવે બીટીફાઈવના મનની વાત જેવી૩ જાણતો હતો માટે એ સમજી ગયો હતો કે હજી બીટીફાઈવ માં બનવા રાજી નથી. જેવી૩ ને સમજાતું નહોતું કે કેમ આને સમજાવું? શું તાજમહેલ જોવા લઈ જઊ? પણ તાજમહેલ તો પ્રેમનું પ્રતીક છે. તાજમહેલ જોઇને કોઇને માં બનવાનું મનના થાય. હવે હાઈટેક કાર પણ સ્લો ચાલતી હતી.બીટીફાઈવ ખુબજ ખુશ હતી. આજનો દિવસ ખરેખર સ્પેશલ બની ગયો હતોબીટિફાઈવએ અચાનક કાર ઊભી રાખવાનું કહ્યું, બસઆ સમય અહિયાં જ રોકઈ જાય્. કાશ… અચાનક એક કુતરાનો ભસવાનો આવાજ આવ્યો. બીટીફાઈ અને જેવી૩નું ધ્યાન ત્યાં ખેંચાયું. એ એક બીલાડીના બચ્ચાને ખાવા જતું હતું. સામે એક ઝાડ નીચે એક બીલાડીનું બચ્ચું ગભરાયેલું હતું. અને ઝાડ નીચે એની માં હતી, જે પણ ખુબ જ ગભરાયેલી હતિ. બીટીફાઈવ તરત જ સમય પારખી ગઈ. એણે બીલાડિનું ક્યુટ બચ્ચું જોયું. અને એ કુતરાને ભગાડવા લાગી. પણ કુતરું એમ થોડો એનો શિકાર અને મનભાવતું ભોજન છોડે. બિલ્લી કુતરાની સામે થતી હતી એ પોતાના બચ્ચાને બચાવા માંગતિ હતી. બિલાડી એના બચ્ચાને બચાવવા ત્યાંને ત્યાં જ ઊભિ રહિ બીટિફાઈવના દિમાગમાં તો એમ કે આ બચ્ચું નાનુ છે એ ભાગી શકતું નથી. પણ માં તો ભાગી શકે ને? અને વળી એ તો પાછી કુતરાની સામે થાય છે. જેમા બિલાડીને પણ ખબરછે કે એ કદી જીતવાની નથી. તો પણ એ પોતાના બચ્ચાને છોડીને જતી નથી.બીટીફાઈવ પાસે હાથમાં કઈ હતું નહી કે જેથી કુતરાને ભગાડી શકે અને એ લેવા જો ત્યાંથી ગઈ તો એક જ સેકન્ડમાં બચ્ચાનો ખેલ ખતમ હતો. બીટીફાઈવ અને જેવી૩એ ભેગામળીને કુતરાને દૂર ભગાડ્યું. તરતજ માં એના બચ્ચાને મોંથી પકડીલઈને ઝાડ પર ચડી ગઈ.

  બીટીફાઈવના દિમાગમાં એક જ સેકંડ્માં હજારો વિચારો આવી ગયા. એવુંતે શું કારણ કે બિલ્લિ કુતરાની સામે થઈ ગઈ પોતાના બચ્ચાને બચાવવા? આવોતો કયો પ્રેમ માં અને બચ્ચા વચ્ચે? અને પાછી બિલ્લિ મોંથી પોતાના બચ્ચાને પકડે છે તો આ નવજાત બચ્ચાને વાગે નહીં? પોતાના પ્રેમ કરતાં કરતાં પણ એક વધુ પ્રેમ એણે અહીંયા જોયો હતો. હવે એને એ અનુભવવો પણ હતો…. કેમકે તે હવે જેવી૩ બીટીફાઈવના મનની વાત સમજ્તો હોઈ હવે એને યાહુહુહુ જ કરવાનું બાકિ રહ્યું હતું. બંને જણ કારમાં ગોઠવાયા. યોગાનુંયોગ આજે એક નવા તારાનો જન્મ થયો હતો. આજે એક નવુ સ્ટાર સોન્ગ પણ એમને સાભંળવા મળવાનું હતું.

  Like

   
 39. Hiral

  August 8, 2011 at 3:08 PM

  અહીંના એન્ડમાં અત્યારના સમયની વાસ્તવિકતા અને બધી જ વસ્તુઓને પૈસાથી મુલવવાની આપણી ટેવો આપણને ક્યાં લઇ જશે એવી વાત તમે દર્શાવી છે.

  કદાચ તમે એક રીતે સમાજમાં મુડીવાદી માનસના કારણે જે અનુભવ્યું હશે એના આધારે તમારી વાર્તાનો આવો અંત તમે વિચાર્યો.

  પણ આજ વાર્તામાં આધુનિક સરદાર જેવું કેરેક્ટર ઉમેરીને વાર્તાને એક નવી જ દિશામાં લઇ જીઇ શકાય છે. જ્યાં વિકાસ, પ્રગતિ, વ્યવહારિકતા, માણસાઈ બધું એક સાથે શક્ય બને.

  Like

   
 40. Jagesh Patel

  August 10, 2011 at 1:31 PM

  Namaste Jaybhai..tame aa je varta lakhi che e act ek english hollywood movie ni che..je me joyeli che movie..sorry k atyare mane e movie nu name yad nai aavtu..bt tame je rite varta lakhi che apna gujrat ne laine te khub j saras che..act sir hu tamara articles no khub moto chahak chu..ane aa article ma je last ma apna gujarati o ni paiso maro parmeshwar ni je vat kari te mane sauthi vadhare gami…

  Like

   
  • jay vasavada JV

   August 10, 2011 at 5:34 PM

   એક પણ અંગ્રેજી ફિલ્મ નિ નકલ આ વાર્તામા નથી. હોત તો મેં જ લખ્યું હોત. હું કોઈ વાર્તાલેખક છું પણ નહિ. હા, સાયન્સ ફિકશનમાં ક્લાસ્સિક ગણાતી ઘણી જાણીતી કલ્પનાઓ કે જે ફિલ્મો-નવલકથાઓમાં ખૂબ પ્રચલિત છે- એ તો મેં સભાનતાથી અહીં ગૂંથી લીધે છે. એ જોનરને ટ્રિબ્યુટ આપવા ને મેં વાંચેલું-જોયેલું હોઈ એ કોઈ પણ સર્જકની માફક અહીં રીફ્લેકટ થાય. પણ વાર્તા મૌલિક છે. ગમાડવા માટે આભાર.

   Like

    
   • Jagesh Patel

    August 10, 2011 at 6:53 PM

    sorry sir…jo tamne mari vat thi khotu lagyu hoy to..actually tame ek photo mukyo che aa j blog ma..ek hollywood movie nu che hero-heroine che e..to e me movie joyelu che to eni story mane ama dekhai etle..baki tame je kahyu k tame sabhanta thi aa badhi joner ne samavi che to thats great sir..so again sorry sirji, if u got hurt..bt i like ur articles very much..

    Like

     
    • Mitul

     October 19, 2011 at 11:57 AM

     Dost e movie ma cloning ni story chhe.. and this is not the story of cloning.. Yes you can relate the technology showed in that movie and explained by Sir JV has some similarity..

     Any author has some of the flavor in writing of his/her favorite author or reading sources but content is purely fresh and new.

     Hats of to Sir JV

     Like

      
 41. pixiescorp

  September 3, 2011 at 5:47 PM

  JV-3 આગળ જઇ રહ્યો હતો. વાતાવરણ ધૂંધળું, કાળું અને overcast હતું. ચારે બાજુ વિનાશ ના ચિહ્નો હતા. છૂટીછવાયેલી ઝાંખા પીળા રંગની વનસ્પતિ JV-3 આગળ જઇ રહ્યો હતો. તેને લાગ્યું તે ઉડી રહ્યો હતો. નીચે એક મોટા મેદાનમાં એક વિશાલ મૂર્તિ પડી હતી. JV-૩ તેની તરફ ગયો. નજીક પહોંચ્યો. અચાનક ઘડિયાળમાં 8:૦૦ ના ટકોરા વાગ્યા અને JV-૩ સપનામાંથી બહાર આવ્યો. પેલા બુઢ્ઢાએ મોકલેલી BR ડિસ્ક પછી આ સપનું તેને વારંવાર આવતું હતું. તેને લાગ્યું ઓથોરિટિસ લોકોથી કશુંક છુપાવી રહી છે. તેને તેના ભૂતકાળ વિષે જાણવાની અદમ્ય ઇચ્છા હતી. આખરે તેને આ વાત BT-5 ને કરી અને બંનેએ Forbidden Zone માં જવાનું નક્કી કર્યું.

  દરેક ડોમની ફરતે સખ્ત મીલીટરી પહેરો રહેતો હતો. ડોમની પશ્ચિમે એક મીલીટરી કેબીન હતું જેના દ્વારા ડોમની નીચે આવેલા મીલીટરી હેડકવાર્ટરમાં જઇ શકાતું હતું. મીલીટરી હેડક્વાર્ટર ૨૪ કલાક જંગલી પ્રાણીઓ ઘુસણખોરી ના કરે તે માટે જાપ્તો રાખતું હતું.

  રાતના ૨ વાગ્યે JV -૩ તેના કમ્પ્યુટર સ્ક્રીન પર કશુંક મોનીટર કરી રહ્યો હતો. સ્ક્રીન પર તેણે એક પ્રોગ્રામ રન કરતા મેસેજ ડિસ્પ્લે થયો : DISABLED. JV-૩ ગુજરાત ગવર્નમેન્ટની વેબસાઈટમાં ઘુસણખોરી કરવામાં સફળ રહ્યો હતો. ૨ મહિના સતત ઓબ્સર્વેસન પછી તેણે ખ્યાલ આવ્યો કે દરરોજ રાત્રે ૨ થી ૨:૧૦ મિનીટ માટે વેબસાઈટનું સુરક્ષાતંત્ર ખુલ્લું પડી જતું હતું. કમ્પ્યુટર હેકિંગનો સારો જાણકાર તેમાં ઘુસી શકતો હતો. JV-3 ને વેબ સર્વરનો સીધો એક્સેસ મળી ગયો. તે એક પછી એક ફોલ્ડર ચેક કરતો ગયો. સમય ઝડપથી પસાર થઇ રહ્યો હતો. લગભગ સાતેક મીનીટે તેણે સર્વરના મીલીટરી સેક્શનમાં પ્રવેશ મળ્યો. પ્રોક્સી એડ્રેસના આધારે તેણે તે ડેટા પોતાના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી લીધો. ઘડિયાળનો સમય ૨:૧૦ નો હતો. કમ્પ્યુટર સ્ક્રીન પર મેસેજ આયો: ENABLED. JV-૩ ના સાહસ નો સૌથી અઘરો તબક્કો હવે શરૂ થવાનો હતો.

  JV ડોમ નં. ૧૬૧ માં રહેતો હતો. ડોમની વેસ્ટ સાઈડે એક કાચની કેબિનમાં બે સિક્યોરીટી ગાર્ડસ ટનલ એરિયા તેમજ કેબિન એન્ટ્રન્સનું સર્વેલન્સ કેમેરા વડે ધ્યાન રાખી રહ્યા હતા.અચાનક તેમને બહાર કશુંક પડવાનો અવાજ આવ્યો. એક ગાર્ડ બહાર ગયો. JV-૩એ તેની બેગમાંથી એક નાનું ડિવાઈઝ કાઢ્યું. કાચની કેબિન પર નાનકડું કાણું પડ્યું અને તેમાંથી બે વાયર અંદર પસાર કર્યા.
  અંદર ઠેર-ઠેર નાના જોડાણો હતા. સૌથી ઉપરના જોડાણ સાથે વાયરનો સંપર્ક થતાની સાથે જ દરેક સર્વેલન્સ કેમેરાની સ્ક્રીનનો ફીડ JV-૩ને તેના પાલ્મ ટોપ પર જોવા મળ્યો. વાયરની ટોચ પર રહેલું ટચૂકડું ડિવાઈઝ ત્યાં ચોંટી ગયું. એ ડિવાઈઝથી હવે JV-૩ ને સતત લાઈવ ફીડ મળતી રહેશે. કેબિન બહાર ગાર્ડને એક યુવતી પડેલી દેખાઈ. તેને બીજા ગાર્ડને બહાર આવવા સુચના આપી. તે એક એન્ડ્રોઇડ હતી. એન્ડ્રોઇડ્સની તબિયત ખરાબ થઈ જવી એક સામાન્ય બાબત હતી. તે યુવતીને ઊંચકીને પાસેના રેસ્ટ ડોમમાં લઇ ગયા અને અમ્બુલંસને જાણ કરી. તે દરમ્યાન JV-3 કેબિન બહાર રહેલા પાસવર્ડ માટેના કી-પેડનો UV સ્કેન લઇ લીધો. દૂરથી ગાર્ડસના પગલાંનો અવાજ આવ્યો. JV -૩ ધીરેથી અંધકારમાં સરકી ગયો.

  બીજા દિવસે JV-૩એ ઉવ સ્કેનરનો ડેટા કમ્પ્યુટર સોફ્ટવેરને આપ્યો અને કમ્પ્યુટરે ૮ અલગ-અલગ ફિંગર પ્રિન્ટ તારવી આપ્યા. અ 8 ફિંગર પ્રિન્ટના કોમ્બીનેશનથઈ એક પાસવર્ડ બનતો હતો. દરેક વ્યક્તિની બધી જ આંગળી પરની પ્રિન્ટ સરખી હોતી નથી. બે વ્યક્તિની ફિંગર પ્રિન્ટ પણ ક્યારેય સરખી હોતી નથી. માટે નંબરની જગ્યાએ હવે ફિંગર પ્રિન્ટ્સ પાસવર્ડ તરીકે વપરાતી હતી. જેના લીધે સામાન્ય વ્યક્તિ માટે પાસવર્ડ ઉકેલવો લગભગ અશક્ય થઇ જતું હતું.

  રાતના ૧ વાગ્યે, JV-૩ અને BT-5 કેબિન પાસે આવ્યા. JV-૩એ તેના પાલ્મ ટોપની મદદથી સર્વેલન્સ કેમેરાની ફીડ લોક કરી દીધી એટલે ગાર્ડ્સને હવે તેમની સ્ક્રીન પર લોક થયા પહેલાનું ચિત્ર જ જોવા મળશે. JV-૩ એ ફટાફટ પાલ્મ ટોપમાંથી નીકળતા કેબલનો છેડો કી-પેડમાં નાખ્યો અને ગણતરીની સેકન્ડમાં મશીને કેબિનના દરવાજાને અનલોક કરી દીધું. JV-૩એ પહેલેથી જ મીલીટરી સેકશનની બ્લુપ્રિન્ટ્સ અને લાઈવ કેમેરા ફીડથઈ કેબિન તેમજ નીચે આવેલા મીલીટરી હેડક્વાર્ટર્સની બનાવટનો ચીવટપૂર્વક અભ્યાસ કર્યો હતો.કેબીનમાં ઘુસતાની સાથે જ તેને કેબિનમાં ગાર્ડસની પાછળ આવેલા સર્વેલન્સ કેમેરાની ફીડ ખરાબ કર્યો જેને બંને ગર્દ્સનું ધ્યાન ખેંચતા JV-૩ અને BT-૫ જમણી બાજુના પેસેજમાંથી પસાર થઇ ટનલના છેડે પહોંચ્યા અને ફરીથી વિડીયો ફીડ રીસ્ટોર કરી દીધી.

  મીલીટરીના હેક કરેલા ક્લાસીફાઇડ દસ્તાવેજ ચકાસીને JV-૩ને જાણવા મળ્યું હતું કે હેડક્વાર્ટર્સ ઉત્તર-પૂર્વે જમીનમાં સિક્રેટ ટનલ હતી જે બહાર ખુલતી હતી. હેડક્વાર્ટરની રખેવાળી માટે ત્રણ હ્યુમન ગાર્ડસ અને ચાર રોબોટ્સ હતા. ત્રણ ગાર્ડસ કંટ્રોલ કેબિનમાંથી હેડક્વાર્ટરની બહારના એરિયાનું નીરીક્ષણ કરી રહ્યા હતા. ડીઝાઇન પ્રમાણે દરેક રોબોટ દર દસ સેકન્ડે એકબીજાને એક કોડેડ સંકેત મોકલતા હતા જેના આધારે તેમના એક્ટીવેટ હોવાની ખાતરી થતી હતી. પોતાના પાલ્મ ટોપ થકી JV-૩ ને હવે ખ્યાલ આવ્યો કે હકીકતમાં રોબોટ્સ હવે બીજે ક્યાંય ન વપરાતા
  GJGLML પ્રોટોકોલથી કમ્યુનિકેશન કરતા હતા. લાઈબ્રેરીમાં ઘણા ફાંફા-ફંફોતિયાં કર્યા પછી તેને અ પ્રોટોકોલની સમાજ પડી હતી. પાલ્મ ટોપ વડે તેને ટનલ નજીકના રોબોટની સીસ્ટમ હેક કરી લીધી અને તેને ટનલના દરવાજાની વિરુદ્ધ દિશામાં ઉભા રહેવાનો કમાંડ આપ્યો અને પાલ્મ ટોપ દ્વારા જ બીજા રોબોટ્સને હેક્ડ રોબોટની પોઝીશન મોકલતો હતો. તરત જ JV અને BT ટનલ તરફ દોડ્યા. તેમના આશ્ચર્ય વચ્ચે ટનલ સિમ્પલ લીવર દ્વારા ખુલી જય તેમ હતી. પણ લીવર સજ્જડ્બંધ હતું. BT તેની એન્ડ્રોઇડ શક્તિ બતાવતા ફટ દઈને ટનલ ખોલી દીધી. JVએ પહેલા BT વગર આવવાનો નિર્ણય લીધો હતો. અવ નિર્ણય બદલ તેને પોતાની જાતને મનમાં ને મનમાં કેટલીયે ગાળો ભાંડી. JV અને BT ફટાફટ ટનલના કિનારે આવેલી સીડી દ્વારા નીચે ઉતર્યા અને ટનલ પોતાની પાછળ બંધ કરી અને રોબોટની સીસ્ટમને રીલીઝ કરી દીધી. ટાઈમર ચેક કર્યું: ૧૫ સેકન્ડ્સ. JV ને લાગ્યું જાણે ૧ કલાક સુધી પ્રયત્ન કર્યા બાદ ટનલનો દરવાજો ખુલ્યો.

  પ્લાન નો છેલ્લો તબ્બકો શરુ થયો. JV એ તેની બેકપેકમાંથી બે UV ગોગલ્સ, બે માસ્ક્સઅને એક વોટર બોટલ કાઢી. પાણી પીધું. ગોગલ્સ અને માસ્કની એક જોડી BT ને આપી. ગોગલ્સ પહેર્યા. બુઢ્ઢાએ આપેલી BR ડિસ્ક પરથી JV ને ખબર પડી હતી કે બહારનું વાતાવરણ થોડું સલ્ફરયુક્ત હતું જેની આંખો, ચામડી અને ફેફસા પર ખરાબ અસર થતી હતી. માસ્ક ઓટોમેટીકલી વાતાવરણમાંથી ઓક્સીજન ગલી આપતો હતો. ઓઝોનનું પડ પાંખું થઇ ગયું હોવાથી UV કિરણો સામે રક્ષણ મેળવવા ગોગલ્સની જરૂર હતી. થોડો સમય ટનલના વિવિધ બોગદા આમતેમ ભટક્યા પછી JV ને સામે છેડે કશાક પ્રકાશ જેવું દેખાયું. તેને કશોક અવાજ સંભળાયો. જોયું તો તેના પગ પાસે એક નાનકડું રાખોડી રંગનું પરની ફરતું હતું. અંધારામાં બરાબર દેખાતું ન હોવાને લીધે તેને તેનો અવાજ રેકોર્ડ કરી GUJGOL સર્ચ એન્જિનને આપ્યો. થોડાક સમય પચીકામ્પ્યુંતર સ્ક્રીન પર એક ફોટો આવ્યો. છેલ્લે તે પ્રાણી ૨૦૨૨ માં જોવા મળ્યું હતું. સર્ચ ક્વેરી તે પ્રાણીનું નામ ઉંદર બતાવ્યું. આનંદની એક લહેરખી JV માંથી પસાર થઇ ગઈ. છેલ્લા ૪૦ વર્ષમાં તે પહેલો વ્યક્તિ હતો જેણે આ પ્રાણી જોયું હતું. JV અને BT ફટાફટ પ્રકાશના સ્રોત તરફ દોડ્યા. કટાઈ ગયેલા દરવાજાને ધક્કો માર્યો. JV-૩ ની ઘડિયાળ સવારનો ૫:૪૩ નો સમય બતાવતી હતી. આકાશમાં એક લાલ ગોળો ધીમે-ધીમે ઉપર આવી રહ્યો હતો. આ પ્રકાશમાં તેને ઝાંખી વનરાજી દેખાઈ. થોડેક આગળ તેણે એક તૂટેલી મૂર્તિ જેવું જોયું. તેના મોં માંથી શબ્દો સારી પડ્યા: ‘ફાઈનલી’. JV અને BT એ એકબીજાનો હાથ પકડ્યો અને મૂર્તિની દિશા ભણી ચાલી નીકળ્યા.
  -Nilay

  Like

   
 42. Dharmendra A. Kanala

  June 7, 2012 at 2:19 PM

  Jay bhai aa varta no mast utarardh magaj ma aavyo chhe to have mokli shakay?

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: