RSS

ગ્રહણરાત્રિએ…

16 Jun

ચંદ્ર…
સુહાગરાતે શરમાયેલી, વીખરાયેલી અને બહેકેલી
કોઈ ભીને વાન નવોઢાના
રાતાચોળ કંકુ અને
કેસરકઢેલા ઉન્માદથી
લાલ થયેલા ભરાવદાર ગાલ જેવો

ચંદ્ર…
માએ મધરાતે ઉઠીને ચોળવેલી
થોડી દાઝી ગયેલી
કડક, ખરબચડી, ધીંગી
છતાં ય મીઠીમીઠી
ખુશ્બોદાર ભાખરી જેવો

ચંદ્ર…
લોહીતરસ્યા કોઈ વેમ્પાયરે
સન્નાટામઢી સડક પર
શ્વેત ગરદનમાં શ્વેત દાંત ખૂંપાવી
તાળવે ચોંટેલા ચિત્કાર સાથે
ફિક્કા કરેલા ફૂલગુલાબી ચહેરા જેવો

ચંદ્ર…
ખરીદ્યા પછી ખાવાના ભૂલાઈ જતા
રેફ્રિજરેટરમાં બંધ પડીને
ડાર્ક ચોકલેટ આઈસ્ક્રીમની બાજુમાં રહેલા
થીજેલા ચીમળાયેલા
ચેરી રેડ પ્લમ જેવો

ચંદ્ર…
મેલી ચાદરની કોર પર
થાકેલી વૃદ્ધ અશક્ત
નરમ હથેળીની કરચલીઓ વચ્ચેથી
સરકી ગયેલી
રાતના ડોઝની છેલ્લી ભૂરી ટેબ્લેટ જેવો

ચંદ્ર…
ફેફસાથી આપેલી ભીંસ
દિવાલો ઠેકી જતી ચીસ
પછી એકસાથે બહાર આવતા
આંખના ખૂણે આંસુના ટીપાં અને
નવજાત શિશુના ઘેરા રતુમડાં ટાલકા જેવો

ચંદ્ર…
સતત ફટકા ખાઈને
મેદાનોના લીલા ઘાસથી
ચીકણા કાદવ સુધી રગદોળાઇને
અંતે ચમકતી પોપડી ઉખડી જતાં
ફેંકાયેલા વાસી દડા જેવો

ચંદ્ર…
અંધારી રાતના ભીની રેતીમાં
પડખામાં સુતેલી કોઈ
ઘાટીલી તામ્રવર્ણી સંગિનીની
ગુલાલરંગી તંગ કંચુકીમાંથી ડોકાતા
માંસલ કથ્થાઈ ઉભારના વળાંક જેવો

ચંદ્ર…
કોઈ એકલવાયી આકાશી પરીએ
તૂટેલી પાંખના પીંછાની
દાંડી પર ટિંગાડેલા
સોનેરી વાળ બાળીને
પ્રગટાવેલા ઝાંખા ગોળ ફાનસ જેવો

જય વસાવડા

(કવિતાનો હું ભાવક ખરો, સર્જક નહિ,-પણ સદીનું સર્વોત્તમ ચંદ્રગ્રહણ નિહાળતી વખતે પાંચેક કલ્પનાઓ આપોઆપ રાતરાણીના કોમળ પુષ્પની માફક હવાની લહેરખી સાથે ખોળામાં સરકી પડી..ને થોડા વિચારવલોણા પછી બીજી ચાર સપાટી પર આવી..ગ્રહણ છૂટવા આવ્યું, ને ચાંદરણાં મુકતું ગયું…આ રચના કાચી જ છે- મારામાં ભરતી ઉઠી  એટલે હું તરતી મૂકી દઉં છું.પછી કિનારાની રેતી સાથે પછડાઈને ભલેને ફીણ ફીણ થઇ જાય! )

 
39 Comments

Posted by on June 16, 2011 in feelings, personal

 

39 responses to “ગ્રહણરાત્રિએ…

 1. પંચમ શુક્લ

  June 16, 2011 at 4:31 AM

  પવનની લ્હેરખી જેમ સરકી પડેલા એવં વિચારવલોણાથી નીપજેલા ચાંદરણાં માણવા ગમે એવાં છે. ભાષા અને અભિવ્યકતિની તાજગી એક કાવ્યરસિક (અજ્ઞાત કવિ ?) ની સાખ પૂરે છે. ચંદ્ર પરના આ મોનોઈમેજ ગુચ્છમાંથી 2, 5, 6, 8 ક્રમના પુષ્પો પહેલી નજરે જ સ્પર્શી ગયાં.

  Like

   
 2. jay vasavada JV

  June 16, 2011 at 5:42 AM

  panchambhai, thanks for so warm feedback on my lunar verses 😛

  Like

   
 3. aadit301287

  June 16, 2011 at 5:45 AM

  કોણ જાણશે કે થયું’તું ગ્રહણ મારે દેશ?
  અહીં તો હું હેમ જેવો શીતળ, દૂધ જેવો સફેદ!

  (ચંદ્રગ્રહણ અહીં યુ.એસ. માં નહતું દેખાયું)

  Like

   
 4. Bhavin Badiyani

  June 16, 2011 at 5:52 AM

  Loved it 🙂 :*

  Like

   
 5. Kunjal D Little Angel

  June 16, 2011 at 7:33 AM

  Gm Lekhak Saheb..
  Ad-Bhut rachna.. On ‘Chandra’
  Apna pratye ni Diwangi vadhari didhi..

  Hv Happy Guruvar
  tc om

  – Kunjal

  Like

   
 6. vpj100

  June 16, 2011 at 7:35 AM

  J.V. ;tamaari kalam ne kyarey grahan na lage evi prathana….!!! 🙂

  Like

   
 7. hemal

  June 16, 2011 at 10:02 AM

  કા્ચુ પાકુ પણ ભાવે જો ભાવ ભળેલો હોય અને તમારી તો શુ વાત કરવી જયભાઈ..ભરતી તરતી પણ થઈ ..ફીણ થઈફોરાય ગઈ અને હ્રદયનાં કોઇ ખૂણે જઇને કોરાઈ પણ ગઈ..

  Like

   
 8. jay

  June 16, 2011 at 10:37 AM

  ચંદ્ર…
  ફેફસાથી આપેલી ભીંસ
  દિવાલો ઠેકી જતી ચીસ
  પછી એકસાથે બહાર આવતા
  આંખના ખૂણે આંસુના ટીપાં અને
  નવજાત શિશુના ઘેરા રતુમડાં ટાલકા જેવો.
  Bhai Bhai……

  Like

   
  • jay padhara

   June 17, 2011 at 8:30 AM

   સાહેબ સાચા સમયે કવિતા આવી. જાણે કે તપી ને લાલ-ચટ્ટક થઇ ગયેલા લોઢા પર બળિયા નો ફેફસાં-ફાડ ઘા. ઘણી ખમ્મા…. ઘણી ખમ્મા… !!!

   Like

    
 9. PARTH

  June 16, 2011 at 10:39 AM

  JAYBHAI SUPERB…..MOJ PADI GAYI

  Like

   
 10. Shahil

  June 16, 2011 at 11:01 AM

  સરજી,
  મનથી સર્જક થવા માટે ફક્ત પ્રકૃતિ ને અંદર થી અનુભવવાની રસિકતા અને તત્પરતા હોવી જોઈએ…. જો એ હોય તો તમારી કલ્પનાઓ ને આપમેળે પાંખો ફૂટે છે…..
  વધુમાં, “પ્લાનેટ જેવી” માટે ખુબ-ખુબ આભાર…. તમારી સર્જકતા અમને વધુ માણવા મળશે…..

  Like

   
 11. Darshit Goswami

  June 16, 2011 at 11:23 AM

  ચંદ્ર…
  સુહાગરાતે શરમાયેલી, વીખરાયેલી અને બહેકેલી
  કોઈ ભીને વાન નવોઢાના
  રાતાચોળ કંકુ અને
  કેસરકઢેલા ઉન્માદથી
  લાલ થયેલા ભરાવદાર ગાલ જેવો

  આપણ ને તો ગ્રહણ વાળો ચંદ્ર પણ રોમેન્ટીક હોય તો જ ગમે. ક્યા કરેં આદત સે મજબૂર,..!! 😉

  Like

   
 12. jahnvi antani

  June 16, 2011 at 12:47 PM

  કવિતાનો હું ભાવક ખરો, સર્જક નહિ,-hmmmm e to lage j che tem chhatay chanrani vyakhya n vichar badha karta asuusal tamara aarticle ni jem alag j dekhi .. koi gami koi na pan gami .. parantu….. sachu kahu gamyu matra.. aa tamaru ……….કવિતાનો હું ભાવક ખરો, સર્જક નહિ,-પણ સદીનું સર્વોત્તમ ચંદ્રગ્રહણ નિહાળતી વખતે પાંચેક કલ્પનાઓ આપોઆપ રાતરાણીના કોમળ પુષ્પની માફક હવાની લહેરખી સાથે ખોળામાં સરકી પડી..ને થોડા વિચારવલોણા પછી બીજી ચાર સપાટી પર આવી..ગ્રહણ છૂટવા આવ્યું, ને ચાંદરણાં મુકતું ગયું…આ રચના કાચી જ છે- મારામાં ભરતી ઉઠી એટલે હું તરતી મૂકી દઉં છું.પછી કિનારાની રેતી સાથે પછડાઈને ભલેને ફીણ ફીણ થઇ જાય! )
  aa ekdam chotdar…. ane aa vanchya pachi tamne koi na kahi sake k tame kavita na sarjak nathi…thanks.. for giving this.

  Like

   
 13. Amit Andharia

  June 16, 2011 at 12:47 PM

  ચંદ્રની આ પૅશનેટ અને રેડિશ ડાર્કર અદભૂત સાઇડ જોવા માટે અમે લોકો તો લકી, પણ મંદિરમા પુરી દેવામા આવેલા ભગવાન રહી ગયા કહેવાતા ધાર્મિક લોકોને કારણે! 😛

  Like

   
 14. Viraj Bhatt

  June 16, 2011 at 12:48 PM

  મારામાં ભરતી ઉઠી એટલે હું તરતી મૂકી દઉં છું.પછી કિનારાની રેતી સાથે પછડાઈને ભલેને ફીણ ફીણ થઇ જાય…
  Awesommm Jay !!!

  Like

   
 15. Himanshu Trivedi

  June 16, 2011 at 1:11 PM

  ચંદ્ર…
  અંધારી રાતના ભીની રેતીમાં
  પડખામાં સુતેલી કોઈ
  ઘાટીલી તામ્રવર્ણી સંગિનીની
  ગુલાલરંગી તંગ કંચુકીમાંથી ડોકાતા
  માંસલ કથ્થાઈ ઉભારના વળાંક જેવો … khub saras … adbhoot! – Himanshu Trivedi

  Like

   
 16. Aarti Mandaliya

  June 16, 2011 at 1:12 PM

  આફ્રીન!!! આફ્રીન !!!!

  Like

   
 17. ketulvekariya

  June 16, 2011 at 1:20 PM

  wah wah jv..

  Like

   
 18. Himanshu Trivedi

  June 16, 2011 at 1:21 PM

  ચંદ્ર…
  મેલી ચાદરની કોર પર
  થાકેલી વૃદ્ધ અશક્ત
  નરમ હથેળીની કરચલીઓ વચ્ચેથી
  સરકી ગયેલી
  રાતના ડોઝની છેલ્લી ભૂરી ટેબ્લેટ જેવો … Awesome Jaybhai!!!

  Like

   
 19. પારુલ ખખ્ખર.

  June 16, 2011 at 1:30 PM

  આ ગ્રહણ નો ખુબ આભાર કે…..આવી સરસ રચના મળી…ગ્રહણ ગયુ ને ચાંદરણાં મુકતુ ગયુ…જો કાચી રચના આવી છે તો પાકી કેવી હશે..!!! ખુબ સરસ ….આવી જ રીતે ભાવક માંથી સર્જક બની જવાય છે. તમારી વધુ કવિતાઓ ની રાહ જોઇશું.

  Like

   
 20. Neel Shah

  June 16, 2011 at 2:19 PM

  Wah>>> Dada.

  Like

   
 21. bharatbharvad

  June 16, 2011 at 2:33 PM

  એકજ શબ્દ હોય શકે જયભાઈ “ઝક્કાસ”.
  આવી તમારી આ સુંદર રચના ને જો કોઈ મૃતપ્રાય વ્યક્તિને શભ્ડાવી હોય તો તે પણ ભગવાન ને કહે કે મને મારું મૃત્યુ થોડો સમય પાછુ ઠેલવી આપો.

  Like

   
 22. Satish Dholakia

  June 16, 2011 at 4:14 PM

  અકલ્પ્ય રચના ! વાચકો ના દિલ ને ફ઼ીણ ફ઼ીણ કરિ નાખ્યુ ! તમારા વ્યક્તિત્વ નુ નવુ અને સબળ પાસુ !

  Like

   
 23. hardik shah

  June 16, 2011 at 7:59 PM

  hay my mobile doesn’t support these gujju fonts.. Do u have it written in english fonts? Dying to read it.

  Like

   
 24. Manan

  June 17, 2011 at 8:41 AM

  ❤ ❤ ❤

  Like

   
 25. Farhan

  June 17, 2011 at 10:00 AM

  The Original Voice of Jay Vasavada From Twitter On Facebook

  http://www.facebook.com/pages/Jay-Vasavada/217222304979043

  Like

   
 26. sangita

  June 17, 2011 at 7:39 PM

  lekhak nu kavi ma rupantar!!!!!!!!!!!!!!!!!!!!!
  thnx to chandra grahan or anything else……anyways really felt and njoyd.

  Like

   
 27. Vipul Oza

  June 17, 2011 at 8:13 PM

  Jaybhai….
  JUST Superb………

  Like

   
 28. Tanvi

  June 17, 2011 at 11:59 PM

  Chandra……

  Parizatak na vrush niche betheli eak navyuvna,

  Chandni othi ne kajal gheri aankhe shamna joti aabh ni koi abhisarika,

  Khilta kharta parijatak na phool no reshmi galicho jane……..

  Like

   
 29. Hari

  June 18, 2011 at 12:30 AM

  જય ભાઈ, તમારી કવિતાઓ જોઈ ને તો લાગે છે કે તમે બહુ Romentic છો,
  તો પછી તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યાં ?

  Like

   
 30. Nitin Sonaiya

  June 23, 2011 at 2:47 PM

  AWSOME JAI BHAI
  AFRIN

  Like

   
 31. Krinal

  June 24, 2011 at 11:15 PM

  સૌન્દર્ય અને શૃંગાર નું સગપણ. શીતળતા ની સાક્ષીએ. એક ગ્રહણ રાત્રીએ !

  Like

   
 32. અંકુર જસાણી

  June 25, 2011 at 11:54 AM

  વાહ ભાઈ વાહ

  Like

   
 33. Gaurangi

  June 27, 2011 at 10:40 AM

  Simply Superb….

  Like

   
 34. Haresh Kanani

  July 3, 2011 at 9:57 PM

  ફીણ ફીણ થઇ જાય .આપણ ગ્મ્યુ

  Like

   
 35. Parth K shah

  July 7, 2011 at 4:31 PM

  Kya bat , Kya bat Kya bat !! 😀 😀 .. the best is last but one !! 😉 🙂

  Like

   
 36. zeena rey

  July 18, 2011 at 10:23 PM

  jay

  one of my friend writes what i call is threshold…….
  she used to put me to tears…….
  v r now separated for no reasons……..

  she presented me a fine writing, on my b’day when v were in college ,about me…..

  i like ur chand so much that out of soooooooo many i wish to present her one…….
  may i…..

  well keep desighning such pens….

  Like

   
 37. Hiren Maheriya

  July 25, 2011 at 11:49 PM

  Bahu j kam nasib chhu hu, ek to bahu mode thi vanchyu ane biju e k gujarati type favtu nathi!!!!!!!!!!
  Mari vaat mano ane india na president bani jaav……mara mate nahi to apna banney na ‘bharat desh’ mate……….!
  SHU KAHO CHHO ??????

  Like

   
 38. farzana

  May 14, 2012 at 9:34 PM

  subhaanallahhhhh…..
  m sharing on my wall

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: